________________
કુલકર–કથા
૪૧
ક્ષેમંકરે લોકોને કહ્યું કે તમે સમૂહ બનાવીને રહો જેથી પશુઓ તમને કષ્ટ ન આપી શકે. આ રીતે તે કુલકર નામે પ્રસિદ્ધ થયા.
(તિલોયાન્નત્તિમાં હેમંકરને ત્રીજા કુલકર કહ્યાં છે.)
૬. ક્ષેમંધર :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાંના છઠા કુલકર થયા. તેમના શાસનમાં મક્કાર દંડનીતિ હતી.
જ્યારે પશુઓમાં અધિક ક્રૂરતા પ્રવેશી, તેઓ માનવસમૂહ ઉપર હુમલા કરવા લાગ્યા, ત્યારે ક્ષેમંધરે કહ્યું કે પશુઓથી બચવા માટે તમે સાથે દંડ રાખો જેથી પશુ જલ્દીથી આક્રમણ ન કરે. એ રીતે તેઓ પણ કુલકર તરીકે પ્રસિદ્ધ થયા.
(તિલોયપત્તિમાં લેમંધરને ચોથા કુલકર કહ્યા છે. તેના મતે લેમંધરના શાસનમાં હક્કાર દંડનીતિ હતી.)
૭, વિમલવાહન :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાંના સાતમા કુલકર થયા. તેમના શાસનમાં મક્કર દંડનીતિ હતી.
એક વખત એક યુગલ વનમાં અહીં-તહીં પરિભ્રમણ કરી રહેલું. એક વિરાટકાય સફેદ હાથી સામે આવ્યો. તે યુગલે તે હાથીને ઘણાં ખેહથી પંપાળ્યો. તે હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું કે અમે બંને તો પૂર્વભવમાં પશ્ચિમ મહાવિદેહમાં ઘનિષ્ઠ મિત્ર હતા. આ સરળ પ્રકૃત્તિવાળો હોવાથી મનુષ્ય થયો અને હું માયાવી હોવાથી તિર્યંચ-પશુ થયો. તે હાથીએ પોતાની સુંઢ વડે તે યુગલ દંપત્તિને આલિંગન કર્યું અને પોતાની પીઠ ઉપર બેસાડ્યું. બીજા યુગલોએ જ્યારે તેને વાહન પર બેઠેલા જોયા ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું કેમ કે તેની પહેલા કોઈને વાહન ઉપર બેસેલ જોયા ન હતા. તે યુગલો વિચારવા લાગ્યા કે આ મનુષ્ય અમારા બધાથી વધુ શક્તિશાળી છે તેથી તેને આપણો મુખી બનાવીએ. એ રીતે વિમલવાહન કુલકર રૂપે પ્રસિદ્ધ થયા. ઉજ્જવલ ક્રાંતિવાળા હાથી પર બેઠેલ હોવાથી તે વિમલવાહનના નામે ઓળખાવા લાગ્યા. તેનું અનુકરણ કરી બીજા મનુષ્યોએ પણ પશુઓને પાલતુ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો
(વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “વિમલવાહન” જુઓ).
૮. ચક્ષુષ્માન :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાંના આઠમાં કુલકર થયા, તેના શાસનમાં મક્કાર દંડનીતિ હતી. “તિલોયપન્નત્તિ" ગ્રંથકારના જણાવ્યા મુજબ આ કુલકરના સમયમાં યુગલોએ પોતાના સંતાનને જોયા, તેઓ ભયભીત થઈ ગયા. ચક્ષુષ્માને સમજાવ્યું કે તમે ભયભીત ન થશો આ તમારા જ સંતાન છે. તે યુગલો પોતાના સંતાનનું મુખ જોવા લાગ્યા અને મુખ જોતા-જોતા જ પરલોક વાસી બની ગયા.
(વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “ચકુષ્માનું” જુઓ).
૯. યશસ્વી (ગરમ) :– ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદરમાંના નવમાં કુલકર થયા. તેના શાસનમાં મક્કાર દંડનીતિ હતી. આ કુલકરે યુગલોને પોતાના સંતાનના નામકરણ માટેનું જ્ઞાન આપ્યું. કેમકે તે કાળમાં સંતાનને જોતા જ યુગલો મૃત્યુ પામતા ન હતા. એ રીતે નામસંસ્કરણનો આરંભ થયો.
(વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “યશસ્વી” જુઓ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org