________________
૪૨
આગમ કથાનુયોગ-૧
૧૦. અભિચંદ્ર :- ભરતક્ષેત્રની આ અર્પિણીના પંદર કુલકરમાંના દશમાં કુલકર થયા. તેના શાસનમાં મક્કાર દંડનીતિ હતી.
આ કુલકરે કુળની સુવ્યવસ્થાની સાથે બાળકોના રડવાને રોકવા માટે તેને ખવડાવવા – પીવડાવવાની વિધિ બતાવી. તે રીતે યુગલો પોતાના બાળકોનું પાલન-પોષણ કરવા લાગ્યા. કેટલાંક દિવસ પાલન-પોષણ કરી તે યુગલનું મૃત્યુ થતું હતું.
(વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “અભિચંદ્ર” – જુઓ)
૧૧. ચંદ્રાભ :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાં અગિયારમાં કુલકર થયા. તેના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી.
આ કુલકરના કાળ વખતે ઋતુમાં પરિવર્તન શરૂ થયું. પહેલાં ઋતુઓ સમશીતોષ્ણ હતી. વિશેષ ઠંડી નહીં, વિશેષ ગરમી નહીં, વિશેષ વર્ષા નહીં. પરંતુ આ કાળમાં ઠંડી અને ગરમીમાં વૃદ્ધિ થઈ. ધુમ્મસ છવાવાથી સૂર્યનો પૂરતો તાપ મનુષ્યોને ન મળવાથી તેઓ
ક્યારેક થરથરતા હતા. ચંદ્રાભ કુલકરે તેમને સમજાવ્યું કે સૂર્યના કિરણોથી આ ઠંડી સામે રક્ષણ મળી શકે છે. લોકોને તે રીતે શાંતિનો અનુભવ થયો.
૧૨. પ્રસેનજિત :– ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાં બારમા કુલકર થયા. તેના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી.
આ કુલકરના કાળમાં બાળકોનો જન્મ જરાયુથી વિંટાયેલા હોય તે રીતે થતો જોઈ યુગલો ભયભીત થતા હતા. પ્રસેનજિતે સમજાવ્યું કે જરાયુનું પડલ ખસેડી દો અને બાળકોનું યોગ્ય રીતે પાલન કરો.
(- વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “પ્રસેનજિત" – જુઓ) (- તિલોયપત્રતિ ગ્રંથકાર પ્રસેનજિતને તેરમાં કુલકર રૂપે જણાવે છે.)
૧૩. મરૂદેવ :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાં તેરમાં કુલકર થયા. તેમના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી.
આ કુલકરના કાળમાં આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી. મુશળધાર વર્ષાનો આરંભ થયો. નદીઓ વહેવા લાગી. આ દૃશ્ય જોઈને યુગલો ભયભીત થવા લાગ્યા. મરૂદેવે કહ્યું કે હવે કર્મયુગનો તુરંતમાં આરંભ થશે. તમે ભયભીત ન થશો, નૌકા બનાવી નદી પાર કરવી. છત્રી જેવા આવરણોથી ઠંડી-ગરમી સામે રક્ષણ મેળવવું. સીઢી જેવા સાધનોથી પર્વત ઉપર ચઢી જવું, આવા ઉપાયો બતાવવાથી તે કુલકર કહેવાયા. (વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “મરૂદેવ” જોવું)
૧૪. નાભિ :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં પંદરમાંના ચૌદમાં કુલકર થયા. તેમના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી.
આ કુલકરના કાળમાં યુગલિક બાળકોની નાભિની નાળ મોટી થવા માંડી. નાભિ કુલકરે સમજાવ્યું કે આ નાળનું છેદન કરવું. તે સમય સુધીમાં કલ્પવૃક્ષો નષ્ટપ્રાયઃ થવા લાગ્યા. વિવિધ ધાન્ય અને મધુર ફળો જંગલોમાં ઉત્પન્ન થવા લાગ્યા. નાભિએ તે ફળ અને ધાન્યાદિ ખાવાની સલાહ આપી જેનાથી યુગલિકોની શાંતિ પ્રાપ્ત થઈ.
(વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “નાભિ” જોવું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org