________________
કુલકર—કથા
૧૫. ઋષભ :– ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં પંદરમાંના પંદરમાં અને અંતિમ કુલકર ઋષભ થયા. તે કુલકર નાભિ અને મરૂદેવાના પુત્ર હતા. ઋષભની યુગલીની – પત્ની સુમંગલા હતી. તેના શાસન સમયે ધિક્કાર દંડનીતિ હતી. તેઓ ભરતક્ષેત્રની આ ચોવીસીના પ્રથમ તીર્થંકર થયા.
(– ભગવંત ઋષભ માટે “ઋષભચરિત્ર' જોવું. જુઓ તીર્થંકર ચરિત્ર) - તીર્થંકર ચરિત્રની પૂર્વભૂમિકારૂપ કુલકરવંશની પ્રાપ્ય વિગતોનું અત્રે નિરૂપણ કર્યું કેમકે ઋષભને પંદરમાં કુલકર કહ્યા છે.
(કુલકર પરંપરા અને કથાનક સંબંધિ આગમ સંદર્ભ)
જંબૂ – ૪૧, ૪૨;
(કથાનક માહિતી — તિલોયપન્નત્તિ, ઉદ્ધરણકર્તા – દેવેન્દ્ર મુનિ)
કુલકરોની દંડનીતિ :– સાત કુલકર અને પંદર કુલકર બંને પરંપરામાં દંડનીતિનો ઉલ્લેખ મળે છે. પરંપરા અને વાચના ભેદની ભિન્નતા હોવા છતાં ત્રણ દંડનીતિ તો બંને પરંપરામાં અસ્તિત્વ ધરાવતી જ હતી. આ દંડનીતિ શું હતી ?–
અપરાધીના અનુશાસન માટેની નીતિ તે દંડનીતિ.
આવ.યૂ. ૧-૫.૧૨૯;
ઠા. ૬૫૬-૧
કાળ દોષથી ક્રમશઃ કલ્પવૃક્ષો ક્ષીણ થવા લાગ્યા. પહેલા યુગલિકો સરળ હતા, તેમનામાં વિવાદ થતો ન હતો. કલ્પવૃક્ષોના ક્ષીણ થવાથી તેમની જરૂરિયાતો સંતુષ્ટ થતી ન હતી. કાળના પ્રભાવે યુગલિકોમાં કષાય વધવા લાગ્યો. યુગલિકોમાં મમત્વભાવ ઉત્પન્ન થયો. ‘આ' મારું છે બીજા કોઈનું નથી એવું કહેતા થઈ ગયા. બીજાનું છીનવવા લાગ્યા. સ્વામીત્વભાવ કરીને પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તે વખતે તેઓને થયું કે આપણે કોઈને અધિપતિરૂપે નીમીએ જે શાસનવ્યવસ્થાનું સ્થાપન કરે. કુલકરે તેમના વૃક્ષોની વ્યવસ્થા ગોઠવી કહ્યું કે તમારામાંથી જે આ મર્યાદાનું ઉલ્લંઘન કરે, તેની વાત મને જણાવવી, હું તેનો દંડ કરીશ. ત્યાંથી દંડનીતિનો આરંભ થયો.
આગમ સંદર્ભ : -
ઠા. ૬૫૬‰.
૦ દંડનીત
-
ત્રણ અને સાત ઃ
૪૩
કલ્પ. ૨૧૦–વૃ
જંબૂ. ૪૨–વૃ
કલ્પ. ૨૧૦–પૃ.
Jain Education International
આવ.નિ. ૧૫૪–પૃ.
(૧) ત્રણ દંડનીતિ – હક્કાર, મક્કાર,
ધિક્કાર
જંબૂ. ૪૨;
આ.નિ. ૧૬૭;
કલ્પ. ૨૧૦‰;
(૨) સાત દંડનીતિ – હક્કાર, મક્કાર, ધિક્કાર, પરિભાષણ, મંડલબંધ, ચારક
અને છવિચ્છેદ.
આવ.નિ. ૧૬૯;
આવ.ભા. ૩;
ઠા. ૬૫૬;
જંબૂ. ૪૨–પૃ.
૧. હક્કાર દંડનીતિ :- જે કોઈ મનુષ્ય નીતિનું ઉલ્લંઘન કરે તે અપરાધ કરનાર અપરાધીને એટલું જ કહેવામાં આવતું કે હા ! તમે આ શું કર્યું ? આટલી જ શબ્દ પ્રતાડના તે યુગનો મોટામાં મોટો દંડ હતો. તેને સાંભળતા જ અપરાધી પાણી-પાણી થઈ જતો, તેને પોતાની ભૂલ સમજાઈ જતી. જેમ સમુદ્રની ભરતીનું જળ મર્યાદા ઓળંગે નહીં તેમ ‘હા કાર' શબ્દથી શીક્ષા પામેલ યુગલિક તેની મર્યાદા ઓળંગતા નહીં.
For Private & Personal Use Only
www.jainelibrary.org