________________
કુલકર કથા
૩૯
મરૂદેવાનો જન્મ થયો, જે તેની પત્ની હતી. આ નાભિ આ ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીમાં સાતમાં અને છેલ્લા કુલકર થયા (જંબૂકીપ પ્રજ્ઞપ્તિ અનુસાર તે ચૌદમાં કુલકર થયા) ભગવાન્ ઋષભ તેના પુત્રરૂપે જન્મ્યા.
નાભિ કુલકરનો જન્મ થયો ત્યારે આ અવસર્પિણી કાળના સુષમદુઃષમ નામક આરાનો અંત્ય ભાગનો કાળ વર્તતો હતો. તેમના કુલ આયુષ્યનો પહેલો દશમો ભાગ કુમારરૂપે પસાર થયો. મધ્યના આઠ ભાગ કુલકર અવસ્થા ભોગવી અને છેલ્લો દશમો ભાગ વૃદ્ધાવસ્થામાં રહ્યા. નાભિકુલકર અને મરૂદેવાએ જે યુગલને જન્મ આપ્યો તેનું નામ ઋષભ અને સુમંગલા હતું.
નાભિ કુલકરની ઊંચાઈ પ૨૫ ધનુષ હતી. (બીજા મતે પર૦ ધનુષ હતી). વજઋષભ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. તેમના દેહનો વર્ણ નિર્મલ સુવર્ણ પ્રભા સમાન હતો. તેમનું આયુષ્ય સંખ્યાત વર્ષનું હતું. (જો કે બીજા મતે અસંખ્યાત વર્ષ હતુ. પણ મરૂદેવામાતા કેવળી થયા, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાને કેવળ જ્ઞાન થાય નહીં, તેથી મરૂદેવાનું આયુષ્ય સંખ્યાત વર્ષનું જ હોય તે નાભિ કુલકરના યુગલીની હોવાથી નાભિનું આયુષ્ય પણ સંખ્યાત વર્ષનું હોવું જોઈએ તે મત વધારે યોગ્ય લાગે છે) તેઓ આયુષ્ય પૂર્ણ કરીને નાગકુમાર દેવપણે ઉત્પન્ન થયા.
નાભિ કુલકરના પત્ની મરૂદેવાનું સંઘયણ અને સંસ્થાન નાભિ પ્રમાણે જ હતું. ઊંચાઈ થોડી અલ્પ હતી. તેણીના દેહનો વર્ણ નીલવર્ણપ્રભા સમાન હતો. મરૂદેવાને તે જ ભવે કેવળજ્ઞાન થયું અને અંતકૃત્ કેવલી થઈ મોક્ષે ગયા (તત્સમ્બન્ધી વિશેષ કથા ઋષભ ચરિત્રમાં જોવી.)
પૂર્વભવનો માયાવી વણિક જે નાભિ કુલકરની સાથે ત્યાં હાથી રૂપે જન્મ્યો હતો. જેનું આયુષ્ય વગેરે નાભિ કુલકર સમાન જ હતું. તે હાથી મૃત્યુ પામીને નાગકુમાર ભવનપતિમાં ઉત્પન્ન થયો.
નાભિ કુલકરના કાળમાં મુખ્યત્વે ધિક્કાર દંડનીતિ હતી. પણ કવિ નિર્યુક્તિ. અભિપ્રાય અનુસાર અલ્પ અપરાધે હક્કાર દંડનીતિ, મધ્યમ અપરાધે મક્કાર દંડનીતિ અને ઉત્કૃષ્ટ અપરાધે ધિક્કાર દંડનીતિથી શાસન ચલાવાતું હતું.
(સાત કુલકર પરંપરા અને કથાનક સંબંધિ આગમ સંદર્ભ) :ઠા. ૬૪૮ થી ૬૫૧, ૬૫૪;
સમ. ૧૯૧, ૨૬૦ થી ર૬૨; જંબૂ. ૪૧, ૪ર
આવ નિ ૧૫૪ થી ૧૬૮; આવ.યૂ. ૧–પૃ. ૧૨૮, ૧૨૯૯
કલ્પ ૧૯૪–વૃ;
૦ પંદર કુલકર પરંપરા :- તે સમયે – સુષમ-દુઃષમ નામના ત્રીજા આરાના છેલ્લા ત્રિભાગની સમાપ્તિ થવામાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે પંદર કુલકર થયા.
૧. સુમતિ, ૨. પ્રતિકૃતિ, ૩. સીમંકર, ૪. સીમંધર, ૫. ક્ષેમંકર, ૬. ક્ષેમંધર, ૭. વિમલવાહન, ૮. ચક્ષુષ્માન, ૯. કસમ, ૧૦. અભિચંદ, ૧૧. ચંદ્રાભ, ૧૨. પ્રસેનજિતું ૧૩. મરૂદેવ, ૧૪. નાભિ ૧૫. ઋષભ.
– જંબૂ. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org