________________
૩૮
આગમ કથાનુયોગ-૧
મક્કાર નામક દંડનીતિ હતી.
- પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘય, સંસ્થાન, કુલકરકાળ, સ્ત્રીનો વર્ણ, ગતિ, હાથી વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર પ્રમાણે જાણવું.
- પંદર કુલકરની ગણનામાં તેમનો ક્રમ નવમો છે.
૪-અભિચંદ્ર :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં તે ચોથા કુલકર થયા. તેમની ઊંચાઈ ૬૫૦ ધનુષ હતી. તેનો દેહનો વર્ણ ચંદ્ર સમાન ગૌરવર્ણનો હતો. આયુષ્ય અસંખ્યપૂર્વ વર્ષોનું હતું પણ ત્રીજા કુલકર કરતા ઓછું હતું. મૃત્યુ પામીને તે ઉદધિકુમાર દેવ પણે ઉત્પન્ન થયા તેની પત્નીનું નામ પ્રતિરૂપા હતું. તેમના શાસનકાળમાં સ્વલ્પ અપરાધ માટે હક્કાર દંડનીતિ અને મહાઅપરાધ માટે મક્કાર દંડનીતિ હતી.
– પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘયણ, સંસ્થાન, કુલકરકાળ, સ્ત્રીનો વર્ણ, ગતિ, હાથી વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર પ્રમાણે જાણવું.
– પંદર કુલકરની ગણનામાં તેમનો ક્રમ દશમો છે.
- સાત કુલકર પરંપરામાં અભિચંદ્ર પછી પ્રસેનજિતનો ક્રમ આવે છે. જ્યારે પંદર કુલકરમાં અભિચંદ્ર પછીના કુલકર ચંદ્રાભ છે. કુલકરવંશ સંબંધિ વાચના ભેદને કારણે આમ હોવાનો સંભવ છે.
પ–પ્રસેનજિત :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં તે પાંચમાં કુલકર થયા. તેમની ઊંચાઈ ૬૦૦ ધનુષ હતી. તેના દેહનો વર્ણ નીલવર્ણ પ્રભા સમાન હતો. આયુષ્ય અસંખ્ય પૂર્વ વર્ષોનું હતું, પણ તે ચોથા કુલકર કરતાં ઓછું હતું. મૃત્યુ પામીને તે દ્વીપકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તેની પત્નીનું નામ ચક્ષુષ્કાંતા હતુ. મરૂદેવ કુલકર તેના પુત્ર હતા. તેમના શાસનકાળમાં જઘન્ય અપરાધ માટે હક્કાર દંડનીતિ, મધ્યમ અપરાધ માટે મક્કાર દંડનીતિ અને ઉત્કૃષ્ટ અપરાધ માટે ધિક્કાર દંડનીતિ હતી.
– પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘયણ, સંસ્થાન, કુલકરકાળ, સ્ત્રીનો વર્ણ, ગતિ, હાથી વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર પ્રમાણે જાણવું.
– પંદર કુલકરની ગણનામાં તેમનો ક્રમ બારમો છે.
૬મરૂદેવ :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના તે છઠા કુલકર થયા. તેમની ઊંચાઈ ૫૫૦ ધનુષ હતી. તેમના દેહનો વર્ણ નિર્મળસુવર્ણ પ્રભા સમાન હતો. આયુષ્ય અસંખ્યપૂર્વ વર્ષોનું હતું, પણ તે પાંચમાં કુલકર કરતા ઓછું હતું. મૃત્યુ પામીને તે દ્વીપકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તેની પત્નીનું નામ શ્રીકાંતા હતુ. નાભિ કુલકર તેના પુત્ર હતા. તેમના શાસનકાળની દંડનીતિ પ્રસેનજિત કુલકર સમાન હતી.
- પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘયણ, સંસ્થાન, કુલકર કાળ, સ્ત્રીનો વર્ણ ગતિ, હાથી વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર સમાન જાણવા.
– પંદર કુલકરની ગણનામાં તેમનો ક્રમ તેરમો છે.
૭નાભિ :- અવરવિદેહમાં બે વણિક હતા. એક સરળ સ્વભાવી અને બીજો માયાવી. બંનેનું મૃત્યુ થયું. સરળ વણિક નાભિ કુલકરરૂપે જમ્યા. તેના પિતાનું નામ મરૂદેવ અને માતાનું નામ શ્રીકાંતા હતું. નાભિ કુલકરની સાથે તેની યુગલીની એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org