SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ આગમ કથાનુયોગ-૧ જોડીને સ્વપ્ન લક્ષણ પાઠકોને તેણે આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે સ્વપ્નાઓનું જે ફળ કહ્યું તે એમ જ છે, અન્યથા નથી, આપનું કથન યથાર્થ છે અમને ઇષ્ટ છે, સ્વીકૃત છે મનને ગમતું છે. આપે જે કહેલ છે તે કથન સત્ય છે. આ રીતે તે સ્વપ્નાઓને વિનયપૂર્વક અંગીકાર કરે છે. કરીને તે સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ અશન, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર વડે સત્કાર કરે છે, સન્માન કરે છે. પછી જીવનપર્યંત ચાલે એટલું પ્રીતિદાન આપીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિસર્જિત કરે છે. ત્યારપછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય સિંહાસનથી ઉઠે છે, ઉઠીને પડદાની પાછળ જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યાં આવે છે. આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને કહે છે, હે દેવાનુપ્રિય! ખરેખર આવી રીતે સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળને દેનારા બેંતાલીશ અને મહાફળને દેનારા ત્રીશ મહાસ્વપ્નો કહ્યા છે. યાવત્ તીર્થકરની માતા ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગે છે. (ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું). હે દેવાનુપ્રિય! તમે આ ચૌદ મહાસ્વપ્નોને જોયા છે. તેથી હે દેવાનુપ્રિય! તમે પ્રશસ્ત સ્વપ્નોને જોયા છે – ચાવત્ – આ પુત્ર ત્રણ લોકનો નાયક એવો “ધર્મવર ચાતુરંત ચક્રવર્તી" થશે. (ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું) ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આ અર્થ સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા યાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા થઈ, બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી સ્વપ્નાઓને સારી રીતે અંગીકાર કરે છે. કરીને પોતાના સ્થાને જવા માટે સિદ્ધાર્થરાજા પાસે અનુમતિ મેળવી વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી રચિત એવા સિંહાસનથી ઉઠે છે, ઉઠીને ત્વરારહિત, ચપળતારહિત, સ્કૂલનારહિત અને વિલંબરહિત એવી રાજહંસ સમાન ગતિ વડે જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, આવીને પોતાના ભુવનમાં દાખલ થઈ. ૦ ધન-ધાન્યાદિની વૃદ્ધિ : જ્યારથી આરંભીને શ્રમણ ભગવાનું મહાવીર તે રાજકુળમાં સંહરાયા ત્યારથી આરંભીને વૈશ્રમણ (-કુબેર)ની આજ્ઞાને આધીન એવા તિરછાલોક નિવાસી ઘણાં તિર્યમ્ જંભકદેવોએ શકના હુકમથી જે આ પૂર્વે દાટેલાં એવા ઘણાં કાળના પુરાણા મહાનિધાનો હતા, તેને લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકવા લાગ્યા. તે પુરાણાં મહાનિધાનો કેવા હતા તે જણાવે છે– જે નિધાનોના સ્વામી ક્ષીણ થયા છે, જેની વૃદ્ધિ કરનારા કોઈ રહ્યા નથી, જે નિધાનો જેમણે દાઢ્યા છે તેમના ગોત્રમાં પણ કોઈ રહ્યું નથી, જે ધનભંડારોના સ્વામી કે અધિકારી પણ સર્વથા વિનાશ પામ્યા છે. જે નિધાનોની પ્રતિવર્ષે તપાસ કરનારા કે વૃદ્ધિ કરનારા સ્વામી કે અધિકારી પણ સર્વથા વિનાશ પામ્યા છે. તેના સ્વામી કે અધિકારીના ગોત્રીય પુરુષો પણ સર્વથા વિનાશ પામ્યા છે. જે ઘરોના નામ, નિશાન કે અવશેષ પણ રહ્યા નથી. (એવા પ્રકારના મહાનિધાનોને લાવીને તિર્યકુ જંભકદેવો રાજાના ભવનમાં મૂકે છે. હવે આ નિધાનો કયા કયા સ્થાનોમાં દાટેલા હતા તે જણાવે છે) ગામ, આકર (- લોખંડ, તાંબુ આદિ ધાતુઓની ખાણ), નગર, (માટીથી બનાવેલા ગઢવાળા) ખેડ, (ખરાબનગર હોય તે) કબૂટ, (ચારે દિશામાં બબ્બે ગાઉ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy