________________
તીર્થંકર ચરિત્ર—ભમહાવીર કથા
કુળને માટે કલ્યાણરૂપ, કુળની ખ્યાતિ કરનાર અથવા કુળના યશને વિસ્તારનાર, કુળને માટે વૃક્ષ સમાન, કુળના તંતુ સમાન એટલે કે કુળના આધારરૂપ પુત્ર-પૌત્રાદિ સંતતિની વૃદ્ધિ કરનાર એવા પુત્રને જન્મ આપશે.
· વળી તે પુત્રના હાથ-પગ સુકોમલ હશે. તેની પાંચે ઇન્દ્રિયો અને શરીર ક્ષતિ રહિત અને પરિપૂર્ણ હશે. તે લક્ષણ—વ્યંજન અને ગુણોથી યુક્ત હશે. માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ હશે. સુજાત અને સર્વાંગ સુંદર શરીરવાળો હશે. ચંદ્રમાની પેઠે સુંદર આકૃતિવાળો, મનોહર, પ્રિયદર્શન અને સુંદર રૂપવાળા એવા પુત્રને જન્મ આપશે. વળી તે પુત્ર બાળપણું છોડીને જ્યારે મોટો થશે (—આઠ વર્ષનો થશે) ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી તે યૌવન અવસ્થાને પામશે ત્યારે શૂરવીર અને અત્યંત પરાક્રમી થશે. તેની પાસે વિરાટ સેના અને વાહન હશે. તે ત્રણ બાજુ સમુદ્ર અને ચોથો હિમવંત એ ચારે પૃથ્વીના અંતને સાધનારો એવો રાજ્યનો સ્વામી ચક્રવર્તી રાજા થશે. અથવા ત્રણલોકના નાયક ધર્મવર ચાતુરંત ચક્રવર્તી એવા જિન—તીર્થંકર બનશે.
તેમાં જિન તીર્થંકર પણાને આશ્રિને ચૌદ મહાસ્વપ્નોનાં પૃથક્પૃથક્ ફળ આ પ્રમાણે સમજવા
૨૫૧
૧.
ચાર દંતૂશળવાળો હાથી જોવાથી તે ચાર પ્રકારે ધર્મને કહેશે.
૨. વૃષભને જોવાથી તે ભરતક્ષેત્રમાં બોધિબીજને વાવશે.
૩. સિંહને જોવાથી રાગદ્વેષાદિ રૂપ દુષ્ટ હાથીઓ વડે ભંગાતા ભવ્યપ્રાણી રૂપ વનનું રક્ષણ કરનારો થશે.
લક્ષ્મીને જોવાથી વાર્ષિક દાન આપીને તીર્થંકરની લક્ષ્મીને ભોગવશે.
૪.
૫.
માળાને જોવાથી ત્રણ ભુવનના મસ્તક ઉપર ધારણ કરવા યોગ્ય બનશે. ચંદ્રને જોવાથી પૃથ્વીમંડલને આનંદ આપનારો થશે.
૬.
૭. સૂર્યને જોવાથી ભામંડલ વડે વિભૂષિત થશે.
૮.
ધ્વજ જોવાથી ધર્મરૂપ ધ્વજા વડે વિભૂષિત થશે. ૯. કળશ જોવાથી ધર્મરૂપી મહેલના શિખર ઉપર રહેશે.
૧૦. પદ્મસરોવર જોવાથી દેવનિર્મિત સ્વર્ણ કમળો ઉપર તેના પગ રહેશે. ૧૧. સમુદ્રને જોવાથી કેવળજ્ઞાનરૂપી રત્નના સ્થાનકરૂપ બનશે.
૧૨. વિમાન જોવાથી વૈમાનિક દેવોને પણ પૂજનીય બનશે. ૧૩. રત્નરાશિ જોવાથી રત્નના કિલ્લાએ કરીને વિભૂષિત થશે. ૧૪. નિઠૂમ અગ્નિ જોવાથી ભવ્ય પ્રાણીરૂપ સુવર્ણની સિદ્ધિ કરનારો થશે. તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત સ્વપ્નોને જોયા છે. યાવતુ હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય, સંતોષ, દીર્ઘ આયુષ્ય, કલ્યાણ અને મંગલને કરનારાં સ્વપ્નોને જોયા છે.
ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા તે સ્વપ્ન લક્ષણ પાઠકોની પાસે આ અર્થ સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા, ચિત્તમાં આનંદિત થયા, પ્રીતિયુક્ત મનવાળા થયા. પરમ શોભન મનવાળા થયા. હર્ષના વશથી ઉન્નસિત હૃદયવાળા થયા. બે હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org