________________
૨૫૦
૦ જો કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતે :
-
-
1
--
તત્કાળ જાગે તો તે એ જ ભવમાં સિદ્ધ થાય.
૦ કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતે :
-
એક મહાન્ સરસ્તંભ, વીરણ સ્તંભ, વંશીમૂલ સ્તંભ અથવા વલ્લીમૂલ સ્તંભને જુએ, તેને ઉખેડીને ફેંકી દે તથા એવું માને કે મેં તેને ઉખેડીને ફેંકી દીધેલ છે. આવું સ્વપ્ન જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવ સિદ્ધ થાય. એક મહાન ક્ષીરકુંભ, દધિકુંભ, ધૃતકુંભ અથવા મધુકુંભને જુએ, તેને હાથ વડે ઉઠાવે, એવું માને કે તેણે સ્વયં એ કુંભ ઉપાડી લીધો છે. આવું સ્વપ્ન જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ થાય.
એક મહાનૢ સૂરાકુંભ, સૌવીરકુંભ, તેલકુંભ અથવા વસાકુંભને જુએ, તે કુંભને ફોડી નાંખે, મેં તે કુંભ ફોડી દીધો છે એવું માને. આવું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગી જાય તો તે બે ભવમાં મોક્ષે જાય.
એક મહાન કુસુમિત પદ્મ સરોવરને જુએ, તેમાં અવગાહન કરે, મેં સ્વયં અવગાહન કર્યું છે એવો અનુભવ કરે. આવું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ થાય છે.
આગમ કથાનુયોગ-૧
જો તરંગો અને કલ્લોલોથી વ્યાસ એક મહાસાગરને જુએ, તેને તરીને પાર કરી લે, મેં સ્વયં પાર કર્યો છે એવું માને. આવું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગૃત થાય તો તે એ જ ભવે સિદ્ધ થાય છે.
જો સર્વરત્નમય એવું મહાભવન જુએ, તેમાં પ્રવેશ કરે, હું તેમાં સ્વયં પ્રવિષ્ટ થઈ ગયો છું એવું માને. આવું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગી જાય તો તે એ જ ભવમાં સિદ્ધ થઈ જાય છે.
જો એક સર્વરત્નમય મહાત્ વિમાનને જુએ, તેના પર ચઢી જાય, હું તેના પર ચઢી ગયો છું એવો સ્વયં અનુભવ કરે. આવું સ્વપ્ન જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે — યાવત્ – સર્વ દુઃખોનો અંત કરે છે.
- *
X
Jain Education International
~~~ હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ મહાસ્વપ્નો જોયાં છે. હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત સ્વપ્નો જોયા છે. – યાવત્ – મંગળને કરનારા સ્વપ્નોને જોયા છે. તેનાથી હે દેવાનુપ્રિય !–
અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે, રાજ્યનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! નિશ્ચયથી ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂર્ણ થયા બાદ સાડા સાત દિવસ ગયા બાદ તમારા કુળમાં ધ્વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં પર્વત સમાન, કુળમાં મુગટ સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ વધારનાર, કુળનો નિર્વાહ કરનાર, કુળમાં સૂર્ય સમાન, કુળના આધારરૂપ, કુળની વૃદ્ધિ કરનાર અથવા
For Private & Personal Use Only
www.jainelibrary.org