________________
તીર્થંકર ચરિત્ર—ભ મહાવીર—કથા
કોઈ ગામ ન હોય તે) મડંબ, (જળ અને સ્થળ બંને માર્ગોથી યુક્ત એવા) દ્રોણમુખ, (જળ કે સ્થળ માર્ગથી યુક્ત) પત્તન, આશ્રમ, (ખેડૂતો ખેતી કરી જ્યાં ધાન્યને રક્ષા માટે સ્થાપે તે) સંવાહ, સાર્થવાહોને ઉતરવાના સ્થાનક એવા) સંનિવેશ (આવા ગામ, આકર યાવત્ સંનિવેશમાં જે મહાનિધાનો દાટેલા હોય તેને સિદ્ધાર્થરાજાના ભવનમાં મૂકે છે.) શ્રૃંગાંટક (શિંગોડા આકારનું ત્રણ ખૂણીયું સ્થાન), ત્રિક (ત્રણ રસ્તા ભેગા થતા હોય તે સ્થાન), ચતુષ્ક (ચાર રસ્તા ભેગા થતા હોય તે સ્થાન), ચત્વર (જ્યાં ઘણાં રસ્તા મળતા હોય તે), ચતુર્મુખ (ચાર દરવાજાવાળા દેવાલય આદિ), રાજમાર્ગો, નિર્જન એવા ગ્રામ્યસ્થાન કે નગરના સ્થાન, ગામ કે નગરની પાણી નીકળવાની ખાળો, દુકાનોમાં, દેવ મંદિરો, સભાસ્થાન કે ચોતરામાં, પાણીની પરબો, બગીચા, ઉદ્યાન, વન, વનખંડ, સ્મશાન, શૂન્યઘર, પર્વતોની ગુફા, શાંતિગૃહો, (પર્વતો કોતરીને બનાવાયેલ) શૈલગૃહો, રાજ્યસભાનું સ્થાન, ભવનગૃહો આ સર્વે સ્થળોમાં પહેલા કોઈએ મહાનિધાન દાઢ્યા હોય તે મહાનિધાનોને લઈને શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્ય ́ભક દેવો લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે.
-
૨૫૩
જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર જ્ઞાતકુળમાં સંહરાયા તે રાત્રિથી આરંભીને તે જ્ઞાતકુળ હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, (ચતુરંગી સેનારૂપ) બળથી, વાહનોથી, કોશ-ખજાનાથી, કોષ્ઠાગારથી, નગરથી, અંતઃપુરથી, જનપદથી, યશવાદ–કીર્તિથી વૃદ્ધિ પામ્યું. તેમજ વિપુલ ધન, સુવર્ણ, રત્નોથી, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, માણેક વગેરે લાલ રત્નોથી તેમજ સારભૂત સંપત્તિથી, પ્રીતિ અને સત્કારથી તે જ્ઞાતકુળ અતિશય—અતિશય વૃદ્ધિ પામ્યું. ૦ નામકરણનો સંકલ્પ :
ત્યારપછી શ્રમણ ભગવાન્ મહાવીરના માતા–પિતાને આત્મવિષયક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારથી આરંભીને આપણો આ બાળક કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો છે ત્યારથી આરંભીને આપણે હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, સ્વજનોએ કરેલા સત્કારથી અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. તેથી જ્યારે આપણા આ બાળકનો જન્મ થશે. ત્યારે આપણે આ બાળકનું તેના અનુરૂપ ગુણો અનુસરતું એવું ‘વર્ધમાન’’ એ પ્રમાણે નામ રાખીશું.
૦ ગર્ભમાં ભગવંતનો સંકલ્પ અને ત્રિશલાની મનોસ્થિતિ :
-
ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર · “મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાઓ'' એ પ્રમાણે માતાની અનુકંપા – અર્થાત્ ભક્તિને માટે પોતે ગર્ભમાં નિશ્ચલ થઈ હલનચલન બંધ કરી દીધું. સ્પંદન રહિત અને નિષ્કપ થઈ ગયા. અંગ-ઉપાંગને ગોપવીને લીન થયા, ગુપ્ત થયા એ રીતે માતાની કુક્ષિમાં સંપૂર્ણપણે નિશ્ચલ થઈને રહ્યા. ત્યારે તે ત્રિશલા ક્ષત્રિયાણીને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો.
ગયા
શું મારો ગર્ભ હરણ કરાઈ ગયો ? શું મારો ગર્ભ મૃત્યુ પામ્યો ? શું મારો ગર્ભ ચ્યવી ગયો ? શું મારો ગર્ભ ગળી ગયો ? કારણ કે મારો ગર્ભ પહેલાં કંપાયમાન થતો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org