________________
૨૫૪
આગમ કથાનુયોગ-૧
હતો, પણ હવે તે બિલકુલ કંપતો નથી. આવા પ્રકારના વિચારથી તે ખિન્ન મનવાળા થઈ ગયા. ચિંતા અને શોકના સાગરમાં ડૂબી ગયા. હથેળી પર મોટું રાખી આર્તધ્યાન કરવા લાગ્યા. ભૂમિ તરફ દૃષ્ટિ કેન્દ્રિત કરી વિચારવા લાગ્યા કે
મેં આ ભવ કે પરભવમાં એવો શો અપરાધ કર્યો હશે ? જેથી વિધાતાએ મારી સાથે આવી ક્રુર મજાક કરી. અરેરે ! હવે હું શું કરું ? ક્યાં જાઉં ? કોની પાસે જઈને પોકાર કરું ? ભદ્રક એવી મને કોઈ દુષ્ટ દેવે બાળીને ભસ્મ કરી દીધી. આવા અદ્વિતીય પુત્રરત્ન રહિત હવે મારે આ રાજ્યની શું જરૂર છે? વિષયજન્ય એવા કૃત્રિમ સુખોની શી જરૂર છે ? આ સુખશય્યા અને ભવ્ય મહેલ પણ શા કામના છે ? આ અસાર સંસારને ધિક્કાર છે અથવા પૂર્વભવમાં મેં જ તેવા પ્રકારનું કોઈ દુષ્કતું કર્યું હશે, તેનું મને આવું દુ:ખદાયી ફળ મળ્યું છે. પશુ, પક્ષી, મનુષ્યોના બાળકોની માતા–પિતાથી વિયોગ કરાવેલ હશે તેથી જ સંતાનનો યોગ રહેતા નહીં હોય... એ રીતે ત્રિશલા માતા અકથ્ય કલ્પનાના પ્રવાહમાં વહીને દારુણ વિલાપ કરવા લાગ્યા.
હાય આ શું થઈ ગયું? મારો ગર્ભ ફરકતો કેમ નથી ? શું તે નષ્ટ થઈ ગયો? શું કોઈએ મારા પુત્રરત્નને છીનવી લીધો. હે ભગવાન્ ! કેવા ભયંકર પાપ કર્યા હશે કે આવો અનર્થ થઈ ગયો. શું મેં પૂર્વજન્મમાં કોઈના ગર્ભ પડાવ્યા હશે ? શું મેં કોઈને તેમના લાડલાથી વિખુટા પડાવ્યા હશે ? શું મેં પક્ષીઓનાં ઇંડા નષ્ટ કર્યા હશે? શું મે કીડી કે ઉદર આદિના દરમાં ઉકળતા પાણી નાખીને તેમના બચ્ચાનો ઘાત કર્યો હશે? હવે હું મારી કરુણ કથની કોને જઈને સંભળાવું. ખરેખર ! હું જ અભાગણી છું.
ત્રિશલા માતાનું આવું કરુણ રૂદન સાંભળીને દાસીઓ દોડી આવી. તેઓ મધુર વાણીથી સાંત્વના આપતું કહ્યું કે, હે દેવિ ! આપ શા માટે રડો છો ? આપનું મુખ કેમ કરમાઈ ગયું છે ? આપનો દેહ તો સ્વસ્થ છે ને ? આપનો ગર્ભ તો હેમખેમ છે ને ?. ત્રિશલા માતાએ નિસાસો નાંખ્યો. અરે ! ગર્ભ હેમખેમ હોય તો બીજું શું જોઈએ ! આંખોમાંથી આંસુની ધારા છુટવા લાગી. તેણી મૂર્ણિત થઈ ભૂમિ ઉપર પડી ગયા. દાસીઓ પણ તે જોઈને ગભરાઈ ગઈ, પંખા વડે હવા નાંખવા લાગી. આખું અંતઃપુર શોકમાં ડૂબી ગયું. મહારાજા સિદ્ધાર્થ પણ આ સાંભળીને ત્યાં દોડી આવ્યા, લોકો પણ ચિંતાતુર થઈ ગયા. મંત્રીઓ પણ દિમૂઢ બની ગયા.
- સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૃદંગ, વીણા, તંત્રી, તાલ, નાટક આદિ બંધ થઈ ગયા. મનોહરપણું ચાલ્યું ગયું. વાજિંત્રોના કર્ણપ્રિય-મધુર અને સુંદર ધ્વનિ લુપ્ત થઈ ગયો. રાજભુવન શોકમગ્ન બની ગયું. સર્વે દીન અને વ્યગ્રચિત્ત બની ગયા. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે (ગર્ભમાં રહ્યા–રહ્યા પોતાના અવધિજ્ઞાનથી જાણ્યું કે, માતાને આવા પ્રકારનો આત્મવિષયક પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો છે. માતા, પિતા અને પરિવારજનો વિહળ બની ગયા છે. ત્યારે પ્રભુ વિચારવા લાગ્યા કે
શું કરીએ ? કોને કહીએ ? મોહની ગતિ જ ઘણી વિચિત્ર છે. મેં માતાના સુખને માટે જે કર્યું તે ઉલટું માતાને ખેદજનક થયું. આવું વિચારીને પ્રભુએ શરીરના એક ભાગને કંપાવ્યો-હલાવ્યો. ત્યારે તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયા. સંતુષ્ટ થયા યાવત્ હર્ષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org