SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ આગમ કથાનુયોગ-૧ સાત કુલકર થયા – ૧. મિત્રદામ, ૨. સુદામ, ૩. સુપા, ૪. સ્વયંપ્રભ, ૫. વિમલઘોષ, ૬. સુઘોષ અને ૭. મહાઘોષ. આગમ સંદર્ભ :- , ઠા. ૬૪૬, ૬૪૭; સમ. ર૫૫, ૨૫૬; ૦ દશ કુલકર પરંપરા – જંબૂદ્વીપના ભરત વર્ષમાં અતીત ઉત્સર્પિણી કાળમાં દશ કુલકર થયા :- ૧. શતંજલ, ૨. શતાયુ, ૩. અમિતસેન, ૪. અનંતસેન, ૫. કક્કસેન, ૬. ભીમસેન, ૭. મહાભીમસેન, ૮. દઢરથ, ૯. દશરથ અને ૧૦. શતરથ. (મૂળ સ્થાનાંગમાં અજિતસેનનો ક્રમ ચોથો અને અનંતસેનનો ત્રીજો છે. પાંચમા કુલકરને “ કજસેન’ અને ‘તર્કસેન બંને નામે જણાવેલ છે.) – આગમસંદર્ભ : ઠા. ૯૮૮, ૯૮૯; સમ. ૨૫૭ થી ૨૫૯, – ૪ – ૪ – કુલકર-ભરતક્ષેત્ર આગામી ઉત્સર્પિણી કાળ – ૦ સાત કુલકર પરંપરા – જંબૂઢીપના ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણીકાળમાં સાત કુલકર થશે :- ૧. મિત્રવાહન, ૨. સુભૂમ, ૩. સુપ્રભ, ૪. સ્વયંપ્રભ૫. દત્ત, ૬. સૂક્ષ્મ, ૭. સૂબંધુ. – આગમસંદર્ભ : ઠા. ૬૫ર; સમ ૩૫ર, ૩૫3; બીજા કુલકર “સુભૂમ' માટે સ્થાનાંગમાં ‘સુભોમ' નામ છે. ૦ દશ કુલકર પરંપરા – જંબૂદ્વીપના ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણીકાળમાં દશ કુલકર થશે :- ૧. સીમંકર, ૨. સીમંધર, ૩. ક્ષેમકર, ૪. ક્ષેમંધર, ૫. વિમલવાહન, ૬. સંમતિ, ૭. પ્રતિકૃતિ, ૮. દૃઢધનુ, ૯. દશધનુ, ૧૦. શતધનુ. (સમવાયાંગમાં આ પરંપરાની નોંધ જોવા મળતી નથી.) આગમસંદર્ભ : ઠા. ૯૯૦; કુલકર – ઐરવત ક્ષેત્ર – જંબૂઢીપના ઐરવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં દશ કુલકરો થશે :- ૧. વિમલવાહન, ૨. સીમંકર, 3. સીમંધર, ૪. ક્ષેમકર, ૫. ક્ષેમંઘર, ૬. દૃઢધનું ૭. દશધનું ૮. શતધન, ૯. પ્રતિકૃતિ, ૧૦. સંમતિ. (આ નામો ભરત ક્ષેત્રના આગામી કુલકરના હોવા જોઈએ. ઐરાવતના નહીં તેમ લાગે છે) આગમસંદર્ભ :- સમ. ૩૫૪; (નોંધ :- સ્થાનાંગ, સમવાયાંગ અને તીર્થોગાલિ પયત્રામાં જણાવાયેલ કુલકરોના નામોમાં ભિન્નતા જોવા મળે છે. ૦ ઐરાવતના ભાવિ કુલકરના નામ એ વાચના કે પરંપરાભેદ અથવા તો લડીયા ભૂલ જણાય છે. કેમકે કુલકર સંબંધિ અતીત કે વર્તમાન ઐરવત ક્ષેત્રના નામો છે નહીં. વળી સમવાયાંગની સૂત્ર ક્રમ પરિપાટી જોતા પણ એવું લાગે છે કે જો વર્તમાન કુલકર પછી વર્તમાન તીર્થંકર આદિ હોય તો, ભાવિ તીર્થકરાદિ પૂર્વે ભરતના ભાવિ કુલકરના નામ જ હોવા જોઈએ – ઐરવતના નહીં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy