________________
કુલકર–યુગલિક વર્ણન
૪૯
આનંદદાયક હોય છે. પીઠની હડ્ડી અને પાંસળી ન દેખાય તેવા માંસલ શરીરવાળી હોય છે.
તેણીનું શરીર સુવર્ણ કાંતિયુક્ત, નિર્મળ, સુંદર, જવરાદિ ઉપદ્રવ રહિત હોય છે. તેણીના સ્તનો સોનાના કળશ જેવા, પ્રમાણયુક્ત, બંને બરાબર મળેલા, સુજાત અને સુંદર હોય છે. તેના સ્તનની ડીંટડી તે સ્તનો પર મુગટ જેવી શોભે છે. બંને સ્તનો ગોળ, ઉન્નત અને આકારમાં પ્રીતિકારી હોય છે. તેની બંને બાહુ સર્પની માફક ક્રમશ: નીચે તરફ પાતળી, ગોળ, પરસ્પર સમાન, પોતપોતાના સાંધા સાથે જોડાયેલી, નમ્ર, અતિ આદેય. અને સુંદર હોય છે. નખ તામ્રવર્ણના હોય છે. પંજા માંસલ, આંગળીયો પુષ્ટ કોમળ અને શ્રેષ્ઠ હોય છે. હાથની રેખાઓ સ્નિગ્ધ, સુવિરચિત, શુભ ચિન્હોથી યુક્ત હોય છે. તેની કક્ષ અને વસ્તિ પીન અને ઉન્નત હોય છે.
તેના ગાલ ભરાવદાર, ગર્દન ચાર આંગળ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ જેવી હોય છે. ડાઢી માંસલ, સુંદર આકારવાળી તથા શુભ હોય છે. નીચલો હોઠ દાડમના ફૂલ જેવો લાલ, દીપ્તિમાન, પુષ્ટ, કંઈક વળાંકવાળો, ઉપરનો હોઠ પણ ઘણો જ સુંદર હોય છે. દાંત ચંદ્ર આદિ સમાન શ્વેત અને આંતરારહિત હોય છે. તાળવું અને જીભ રક્તકમળ જેવા લાલ, મૃદુ અને કોમળ હોય છે. નાક કણેરની કળી જેવું સીધું, ઉન્નત, ઋજુ અને તિક્ષ્ણ હોય છે. નેત્રો શરદઋતુના કમળ અને ચંદ્રવિકાસી કમળ જેવા કંઈક શ્રેત, લાલ અને કૃષ્ણ વર્ણના હોય છે. વચ્ચે કાળી પુતળી જેવી કીકીઓથી ઘણાં જ સુંદર લાગે છે. લોચન ચંચળ, કાન સુધી ખેંચાયેલા અને કંઈક રક્ત હોય છે. ભ્રમર કંઈક નમેલી, ધનુષ જેવી વક્ર, સુંદર, કાળી, પ્રમાણોપેત, લાંબી, સુજાત અને સ્નિગ્ધ હોય છે.
તેણીના કાન મસ્તક સાથે કંઈક નિકટ અને પ્રમાણયુક્ત હોય છે. કપાળ માંસલ, સ્નિગ્ધ અને રમણીય હોય છે. લલાટ ચોરસ, પ્રશસ્ત અને સમતળ હોય છે. મુખ કાર્તિક પૂર્ણિમાના ચંદ્ર જેવું નિર્મળ અને પરિપૂર્ણ હોય છે. મસ્તક છત્ર સમાન ઉન્નત હોય છે. વાળ સ્નિગ્ધ અને લાંબા હોય છે. તે છત્ર, ધ્વજ, યુગ, સ્તૂપ આદિ બત્રીસ લક્ષણોને ધારણ કરનારી હોય છે. હંસ જેવી ચાલવાળી, કોયલ જેવી મધુર સ્વર વાળી, કમનીય અને પ્રિય લાગે તેવી હોય છે. તેના શરીરમાં કડચલી નથી પડતી, વાળ સફેદ નથી થતા, વર્ણવિકાર વ્યાધિ દૌભાગ્ય અને શોકથી રહિત હોય છે. તેની ઊંચાઈ તેના યુગલિક પુરુષ કરતા કંઈક ઓછી હોય છે. તેણી સ્વાભાવિક શ્રૃંગાર અને શ્રેષ્ઠ વેશભૂષાવાળી, ચાલ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંલાપ આદિમાં ચતુર તથા વ્યવહાર કુશળ હોય છે.
તેણીના સ્તન, જઘન, મુખ, હાથ, પગ, નેત્ર ઘણાં જ સુંદર હોય છે. તે સુંદર વર્ણવાળી, યૌવના અને વિલાસયુક્ત હોય છે. નંદનવનમાં વિચરતી અપ્સરાઓ જેવી રમણીય અને દર્શનીય તેમજ અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. એક દિવસને આંતરે તેને આહારની અભિલાષા થાય છે. તે પૃથ્વી-પુષ્પ અને ફળોના આહાર કરે છે. આગમ સંદર્ભ – પહા. ૧૯
જીવ. ૧૪૫; – x – x —કુલકર-ભરતક્ષેત્ર – અતીત ઉત્સર્પિણી કાળ –
૦ સાત કુલકર પરંપરા - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org