________________
૪૮
આગમ કથાનુયોગ-૧
બિંબફળ જેવા લાલ, દાંત ચંદ્રમાં જેવા ઉજ્વળ અને અખંડિત તેમજ પાસે પાસે રહેલા, જીભ તથા તાળવું તપનીય સુવર્ણ સમાન હોય છે. - તેનું નામક ગરૂડના નાક જેવું દીર્ધ સીધું અને ઊંચુ હોય છે. આંખો સૂર્યવિકાસી કમળ જેવી, જેના ખૂણા લાલ, મધ્યભાગ કાળો અને બાકી શ્વેત ધવલ સમાન હોય છે. તેની ભ્રમર પણછ ચઢાવેલ ધનુષ્ય જેવી, રમણીય, કાળી, સંગત, દીર્ઘ, સુજાત, પાતળી અને નિગ્ધ હોય છે. તેના કાન મસ્તકના ભાગ સુધી કંઈક જોડાયેલા અને પ્રમાણોપેત હોય છે. કપાળ માંસલ, લલાટ પ્રશસ્ત વિસ્તીર્ણ અને સમતલ તથા મુખ પૂનમના ચંદ્ર જેવું સૌમ્ય હોય છે. તેનું મસ્તક ઉત્તમ અને છત્રાકાર, શીર્ષ ઘન સુબદ્ધ અને પ્રશસ્ત લક્ષણોયુક્ત તેમજ ગોળ, મજબૂત અને ઉન્નત્ત હોય છે. ખોપડીની ચામડી દાડમના ફૂલ જેવી લાલ અને નિર્મળ સુવર્ણ સમાન સુંદર હોય છે. મસ્તકના વાળ ઘન, નિબિડ, મૃદુ, નિર્મળ, પ્રશસ્ત, સૂક્ષ્મ લક્ષણોવાળા, સુગંધી, કાળા, સ્નિગ્ધ, ઘુંઘરાળા તથા દક્ષિણાવર્ત હોય છે.
તે મનુષ્યો લક્ષણ, વ્યંજન, ગુણોથી યુક્ત, સુંદર સ્વરૂપવાળા, પ્રસન્નતાદાયી, દર્શનીય, અભિરૂપ હોય છે. તે સુંદર સ્વરવાળા, સિંહ સમાન ગર્જના કરનારા, મધુર સ્વર, મધુર ઘોષ, સુસ્વર, સુઘોષવાળા, કાંતિમય શરીરવાળા, વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા, સ્નિગ્ધ, રોગાદિરહિત, પ્રશસ્ત શરીરી, નિરૂપમશરીરી, પરસેવોમેલ આદિથી રહિત, અનુકૂલ વાયુવેગવાળા, નિર્લેપ ગુદાવાળા, કબૂતરની જેમ બધું પચાવનારા અને સુગંધી શ્વાસોચ્છવાસ વાળા હોય છે. તેને ચોસઠ પાંસળીઓ હોય છે.
તે મનુષ્યો સ્વભાવથી ભદ્ર, વિનીત, શાંત, અલ્પકષાયી, માર્દવ, અલ્પ ઈચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, અક્રૂર, વૃક્ષોમાં રહેનારા, સ્વૈર વિહારી અને એક દિવસને આંતરે આહારની અભિલાષાવાળા હોય છે.
- યુગલિક સ્ત્રી :- આ સ્ત્રીઓ શ્રેષ્ઠ અવયવો દ્વારા સર્વાગ સુંદર હોય છે. તેના પગ અતિ વિકસિત પઘકમળ જેવા સુકોમળ અને કાચબાના જેવા ઉન્નત હોય છે. પગની આંગળીયો સીધી, કોમળ, ધૂળ, અંતરરહિત, પુષ્ટ અને પરસ્પર નિકટ હોય છે. નખ ઉન્નત, આનંદદાયી, પાતળા, તાંબા જેવા લાલ, સ્વચ્છ અને સ્નિગ્ધ હોય છે. પીંડી રોમરહિત, ગોળ, સુંદર, સંસ્થિત, ઉત્કૃષ્ટ શુભ લક્ષણવાળી અને પ્રીતિકર હોય છે. ઘુંટણ સુનિર્મિત, ગૂઢ, સુબદ્ધ સાંધાવાળા હોય છે. તેની જંઘા કદલીના સ્તંભથી પણ વધુ સુંદર, વ્રણાદિ રહિત, સુકોમળ, મૃદુ, કોમળ, પરસ્પર નિકટ, સમાન પ્રમાણવાળી, સુજાત, ગોળ, મોટી અને આંતરારહિત હોય છે. તેનો નિતંબ ભાગ અષ્ટાપદ વ્રતના પટ્ટના આકારનો, શુભ, વિસ્તીર્ણ અને મોટો હોય છે. મુખપ્રમાણથી બમણો, વિશાળ, માંસલ અને સુબદ્ધ તેનો જઘન પ્રદેશ હોય છે. ઉદર વજ જેવું સુશોભિત, શુભ લક્ષણયુક્ત અને પાતળું હોય છે.
તેણીની કમરનો ભાગ ત્રણ વળ પડતો હોય તેવો, પાતળો અને લચીલો હોય છે. તેની રોમરાજિ સરળ, સમ, મળેલી, જન્મજાત પાતળી, કાળી, સ્નિગ્ધ, સુહાવની, સુંદર, સુવિભક્ત, સુજાત, કાંત, શોભાયુક્ત અને રમણીય હોય છે. નાભિ ગંગાના આવર્તની જેમ દક્ષિણાવર્ત સૂર્યવિકાસી કમળ જેવી ગંભીર અને વિશાળ હોય છે. કુક્ષિ ઉગ્રતારહિત, પ્રશસ્ત અને સ્થળ હોય છે પડખાં અકેલા સંદર પમાણોપેત પરિમિત માત્રાવાળા સ્થળ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org