________________
કુલકર-યુગલિક વર્ણન
૪૭
સુંદર ચિત્રોવાળા હોય, સોના-ચાંદીના તારોથી તે ગુંથાયેલા હોય, જુદા જુદા દેશમાં નિર્માણ પામેલા હોય, શ્રેષ્ઠ નગરોના કુશળ કારીગરોએ બનાવેલા હોય તેવા જ પ્રકારે આ અનગ્ર વૃક્ષો પણ અનેકવિધ પ્રકારના, સ્વાભાવિક પરિણામથી પરિણત વિવિધ વસ્ત્રોથી યુક્ત યાવત્ અતિ શોભાયમાન હતા.
૦ દશ પ્રકારના કલ્પવૃક્ષ – જીવા. ૧૪૫ ૦ યુગલિક વર્ણન -
- યુગલિક પુરષ :- અનુપમ, સૌમ્ય અને સુંદર રૂપવાળા હોય છે, ઉત્તમ ભોગસૂચક લક્ષણવાળા, ભોગજન્ય શોભાયુક્ત, જન્મથી શ્રેષ્ઠ અંગવાળા અને સર્વાગ સુંદર હોય છે. તેના પગ સુપ્રતિષ્ઠિત અને કાચબા જેવા સુંદર, લાલાશ યુક્ત તળીયાવાળા, મૃદુ મુલાયમ અને કોમળ, પર્વત, નગર, સમુદ્ર, મગર, ચક્ર, ચંદ્રમા આદિ ચિન્હવાળા હોય છે. પગની આંગળીઓ ક્રમશઃ મોટીનાની અને એકમેકની નિકટ તથા ઉન્નત પાતળા તામ્રવર્ણી સ્નિગ્ધ નખોવાળી હોય છે.
તેના ઘૂંટણ સંસ્થિત ઘન અને ગૂઢ હોય છે. પિંડી ક્રમશઃ સ્થળ–સ્થૂળતર અને ગોળ હોય છે. જાંઘ હાથીની સૂંઢ જેવી સુંદર, ગોળ અને પુષ્ટ હોય છે. શ્રેષ્ઠ મદોન્મત હાથી જેવી ચાલ, ગુહ્ય ભાગ ઘોડાની જેવો સુગુપ્ત, આકર્ણિક, અશ્વની જેમ મળ મૂત્રાદિ લેપથી રહિત હોય છે. તેની કમર યૌવન પ્રાપ્ત શ્રેષ્ઠ ઘોડા અને સિંહની કમર જેવી પાતળી અને ગોળ હોય છે. તેની રોમરાજી સરળ, સમ, સઘન, સુંદર, શ્રેષ્ઠ, પાતળી, કાળી, સ્નિગ્ધ, લાવણ્યમય, સુકુમાર અને રમણીય હોય છે. તેની નાભિ ગંગાના આવર્ત સમાન દક્ષિણાવર્ત તરંગ જેવી વક્ર અને સૂર્યના ઉગતા કિરણોથી ખીલેલા કમળ જેવી ગંભીર અને વિશાળ હોય છે. તેમની કુક્ષિ મત્સ્ય અને પક્ષી જેવી સુંદર તથા પુષ્ટ હોય છે. પેટ માછલી જેવું કૃશ હોય છે.
તેમની ઇન્દ્રિયો પવિત્ર, નાભિકમળ જેવી વિશાળ, પડખાં નીચા નમેલા પ્રમાણોપેત અને સુંદર હોય છે. પીઠની હફી માંસલ હોવાથી દેખાતી નથી. શરીર સુવર્ણ સમાન કાંતિવાળું નિર્મળ, સુંદર અને નિરૂપહત હોય છે. તે શુભ લક્ષણોથી યુક્ત હોય છે. વક્ષ:સ્થળ સુવર્ણના શિલાતલ જેવું ઉજ્વળ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિસ્તીર્ણ અને વિશાળ હોય છે. છાતી પર શ્રીવત્સનું ચિન્હ હોય છે. તેની ભુજા નગરના આગળીયા જેવી લાંબી, બાહ વિશાળ, હાથોની કલાઈ દઢ, આનંદદાયક, પુષ્ટ, સુસ્થિત, સુશ્લિષ્ટ, ઘન, સ્થિર, સુબદ્ધ અને ગૂઢ પર્વ સંધિવાળી હોય છે.
તેની હથેળી લાલ વર્ણની, પુષ્ટ, કોમળ, માંસલ, પ્રશસ્ત લક્ષણોવાળી, સુંદર અને પરસ્પર મળેલ આંગળીયો વાળી હોય છે. આ આંગળીયો પુષ્ટ, ગોળ, સુજાત અને કોમળ હોય છે. તેના નખ તામ્રવર્ણ, પાતળા, સ્વચ્છ, મનોહર અને સ્નિગ્ધ હોય છે. હાથોમાં ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, દક્ષિણાવર્ત સ્વસ્તિકની રેખાઓ હોય છે. જે રેખાઓ શ્રેષ્ઠ લક્ષણ યુક્ત, ઉત્તમ, પ્રશસ્ત, સ્વચ્છ અને આનંદપ્રદ હોય છે. ખભાઓ અતિ સુંદર, પ્રતિપૂર્ણ, વિપુલ અને ઉન્નત હોય છે. ડોક ચાર આંગળ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ જેવી, દાઢી અવસ્થિત, સુવિભક્ત વાળવાળી, માંસલ, સુંદર સંસ્થાનવાળી અને પ્રશસ્ત હોય છે. હોઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org