________________
તીર્થકર ચરિત્ર-ભષભકથા
૮૩
વગેરેથી પીડિત થઈને પ્રભુને આહારનો ઉપાય પૂછવા લાગ્યા. પણ મૌનધારી પ્રભુએ કંઈ ઉત્તર ન આપ્યો. ત્યારે તે પુરુષોએ કચ્છ મહાકચ્છ પાસે જઈ તેમને વિનંતી કરી. તેઓએ કહ્યું કે, તમારી જેમ અમે પણ આહારનો કોઈ વિધિ જાણતા નથી. આપણે દીક્ષા લીધા પહેલા પ્રભુને કંઈ પૂછયું નહીં. હાલ તો પ્રભુ મૌન ધરીને રહ્યા છે. તેઓ કંઈ ઉત્તર આપતા નથી. આપણે આહાર વિના રહી શકતા નથી. ભારતની લજ્જાથી ઘેર જવું પણ ઠીક નથી. આપણે માટે વનવાસ જ કલ્યાણકારી છે. તેઓ એ રીતે એક સંમત થઈને પ્રભુનું જ ધ્યાન ધરતા ગંગાનદીને કાંઠે વનમાં રહ્યા, ત્યાં ફળ, ફૂલ, પાંદડા વગેરે ખાનારા તથા મસ્તક અને દાઢીમૂછના વાળને સાફ નહીં કરનારા એવા જટાધારી તાપસ થયા.
કચ્છ અને મહાકચ્છના પુત્ર નમિ અને વિનમિ પિતાના અનુરાગથી તેમની સાથે જ વિચરતા હતા. વનવાસી થયા ત્યારે કચ્છ-મહાકચ્છે તેના પુત્રોને કહ્યું અને આ રીતે વનવાસવિધિ સ્વીકારી છે. તમે ઘેર પાછા ફરો અથવા ભગવંત પાસે જાઓ. તેઓ અનુકંપા વડે તમને ઇચ્છિત ફળને દેનારા થશે. તેઓ પણ તેમના પિતાને પ્રણામ કરીને પિતાની આજ્ઞાનુસાર ભગવંત પાસે ગયા. પ્રતિમા સ્થિત ભગવંત માટે જળાશયમાંથી નલિનીપત્રોમાં જળ ભરીને પ્રભુની આસપાસ સર્વત્ર જળ છંટકાવ કર્યો. ભગવંતને જાનુ પ્રમાણ સુગંધી ફૂલોનો ઢેર કર્યો. મસ્તક નમાવી પંચાંગ પ્રણિપાત કરવા પૂર્વક હે પ્રભો ! અમોને રાજ્ય આપો.” એમ વિનંતી કરવા લાગ્યા.
એક વખત ભક્તિથી ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યો. તેણે પ્રભુની સેવા કરતા અને પ્રભુની પાસે રાજ્યની માંગણી કરતા નમિ અને વિનમિને જોયા. તેણે સંતુષ્ટ થઈને કહ્યું કે હે ભદ્રો! પ્રભુ તો નિઃસંગ છે. તમે તેમની પાસે રાજ્ય ના માંગો. પ્રભુની ભક્તિથી હું જ તમને રાજ્ય આપીશ. પ્રભુની સેવા નિષ્ફળ ન થાઓ. એવું કહીને ધરણેન્દ્રએ તેમને ૪૮,૦૦૦ વિદ્યાઓ આપી. તેમાં ગૌરી, ગાંધારી, રોહિણી અને પ્રજ્ઞપ્તિએ ચાર વિદ્યા પાઠ સિદ્ધ આપી.
પછી ધરણેન્દ્રએ કહ્યું કે આ વિદ્યા વડે વિદ્યાધરની કૃદ્ધિ પામેલા તમે સ્વજન પરિવારને લઈને વૈતાઢય પર્વત ઉપર જાઓ. ત્યાં દક્ષિણશ્રેણિમાં ગૌરેય ગાંધાર વગેરે આઠ નિકાયો અને રથનૂપુર ચક્રવાલાદિ પચાશ નગર વસાવો. તથા ઉત્તર શ્રેણિમાં પંડક વંશાલય વગેરે આઠ નિકાયો અને ગગનવલ્લભ આદિ સાઈઠ નગરો વસાવો. ત્યારે તે બંનેએ ઇચ્છિતને પામીને પુષ્પક વિમાન બનાવ્યું. તીર્થકર ભગવંત તથા નાગરાજને વંદીને, પછી પોત-પોતાના પિતાને જણાવીને, વિનીતાનગરી ગયા. ભરત રાજાને બધી વાત જણાવી, પોતાના સ્વજન-પરિવારને લઈને વૈતાય પર્વત ગયા. નમિએ દક્ષિણવિદ્યાધર શ્રેણી અને વિનમિએ ઉત્તરીય વિદ્યાધર શ્રેણીમાં નગર વસાવ્યા.
ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી ત્યારે લોકો અન્ન-પાન આદિ આપવાનું જાણતા ન હતા, તેથી ભિક્ષા માટે પધારેલા પ્રભુને પહેલાંની માફક રાજા સમજી વસ્ત્ર, આભરણ, કન્યા વગેરે ગ્રહણ કરવા નિમંત્રણા કરતા હતા. આ પ્રમાણે યોગ્ય ભિક્ષા ન મળવા છતાં દીનતારહિત મનવાળા અને ગ્રામાનુગ્રામ વિચરતા પ્રભુએ કુરુ દેશના હસ્તિનાગપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ નામનો રાજા રાજ્ય કરતો હતો. સોમપ્રભનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org