________________
૧૩૪
આગમ કથાનુયોગ-૧
સમયે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે અયોધ્યા નગરી બહાર સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં અશ્વત્થ વૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અનંતનાથ પ્રભુના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૬૦૦ ધનુષ ઊંચું હતું. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘ રૂ૫ તીર્થ પ્રવર્તન થયું.
અનંતનાથ પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો.
અનંતનાથ પ્રભુને ૫૦ ગણ થયા. પ૦ ગણધર થયા. (સમવાયાંગ ગણ અને ગણધરની સંખ્યા ૫૪–૫૪ જણાવેલ છે) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “જશ” હતું. પ્રથમ શિષ્યાનું નામ “પા” હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૬૬,૦૦૦, શ્રમણીઓની ૧,૦૦,૦૦૦ (હારિભદ્રીયવૃત્તિ ટીપ્પણક, પ્રવચન સારોદ્વાર આદિ મતે ૬૨,૦૦૦ શ્રમણી હતા), શ્રાવકોની ૨,૦૬,૦૦૦ અને શ્રાવિકાઓની ૪,૧૪,૦૦૦ની હતી.
અનંતનાથ ભગવંતના શિષ્યોમાં ૪,૩૦૦ અવધિજ્ઞાની, ૫,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૫,૦૦૦ કેવળજ્ઞાની મુનિ, ૧,૦૦૦ ચૌદપૂર્વી, ૮,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૩,૨૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (ત્રિષષ્ઠીમાં ચૌદપૂર્વી, મન:પર્યવજ્ઞાની.. સંખ્યામાં ભિન્નતા છે)
પ્રભુ સાડાસાત લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ત્રણ વર્ષ છદ્મસ્થરૂપે રહ્યા, તે સિવાયનો કાળ કેવલીરૂપે નિર્ગમન કર્યો. ત્રીસ લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કર્યું. એવા અનંતનાથ ભગવંત ચૈત્રસુદ પાંચમને દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૭,૦૦૦ મુનિવરો સહિત સમેત શિખર પર્વત નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા.
અનંતનાથ પ્રભુના નિર્વાણ બાદ ચાર સાગરોપમનો કાળ વ્યતીત થયા બાદ પંદરમાં તીર્થકર ધર્મનાથ સ્વામી થયા.
૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૪૪૭, ૨૧૪; સમ ૪૯, ૫૩, ૫૪,૧૨૮,૧૩૨, ર૬૦ થી ૩૧૧ મધ્યે, ભગ. ૭૯૪;
આવ.મૂ. ૪ થી ૬; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૬ આવ.યૂ૧–૫૧૫૭, ૨૧૭;
નંદી. ૧૮; તિત્વો. ૩૨૭, ૩૪૫, ૩૬૨, ૩૯૨, ૪૫૦, ૪૬૮, ૪૭૭;
કલ્પ. ૧૭૭;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org