________________
તીર્થકર ચરિત્ર–ભ૦ધર્મ (માહિતી)
૧૩૫
(૧૫) ભ,ધર્મ-કથાનક (બોલ સંગ્રહ રૂપે).
આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પંદરમાં તીર્થકર ભગવંત શ્રી ધર્મનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સિંદુરથ નામે માંડલીક રાજા હતા. તે ભવમાં દીક્ષાગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને વિજય નામક અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૩૨ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું.
દેવતાના ભવથી ચ્યવીને તેઓ રત્નપુરીનગરીમાં ભાનુ રાજાની પત્ની સુવતા રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ સાતમને દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સુવ્રતામાતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
મહાસુદ ત્રીજને દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે રત્નપુરી નગરીમાં ભ૦ધર્મનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સુવ્રતામાતા દાન-દયા આદિ અધિકાર રૂપ વિશેષ ધર્મવતી થયા તેથી પ્રભુનું નામ ધર્મ રખાયું. બીજો અર્થ એ કે, દુર્ગતિમાં પડતા સર્વ જીવ સમૂહને ધારી રાખે છે. (દુર્ગતિમાં પડતા અટકાવવા સમર્થ છે) માટે તે “ધર્મ” નામે ઓળખાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણ પ્રભા સમાન હતો. તેમનું લંછન વજ હતું.
ભ૦ધર્મ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ અઢી લાખ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. પાંચ લાખ વર્ષ તેમણે માંડલીક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે સાડા સાત લાખ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૪૫ ધનુષની ઊંચાઈ વાળા આ પ્રભુ પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિયધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, મહાસુદ તેરસના દિવસે સાગરદત્તા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં ધર્મનાથ ભગવંત રત્નપુરીનગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે વપ્રગા નામક ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી ધર્મનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. સોમનસ નગરમાં ધર્મસિંહ નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી – ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. ધર્મનાથ પ્રભુ બે વર્ષ છઘસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.
તે કાળે ધર્મનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે પોષસુદ-પૂર્ણિમાના પ્રાત:કાળે સૂર્યોદય સમયે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે રત્નપુરી નગરી બહાર વપ્રગા નામક ઉદ્યાનમાં દધિપર્ણ વૃક્ષની નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ધર્મનાથ પ્રભુના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૫૪૦ ધનુષુ ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘ રૂપ તીર્થ પ્રવર્તન કરેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org