________________
૧૩૬
આગમ કથાનુયોગ-૧
ધર્મનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (દોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને આચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો.
ધર્મનાથ ભગવંતને ૪૩ ગણ થયા, ૪૩ ગણધર થયા. (સમવાયાંગમાં ૪૮ ગણ, ૪૮ ગણધરનો ઉલ્લેખ છે) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “અરિષ્ટ' હતું. પ્રથમ શિષ્યાનું નામ શિવા” હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૬૪,૦૦૦, શ્રમણીઓની ૬૨,૪૦૦, શ્રાવકોની ૨,૦૪,૦૦૦ (ત્રિષષ્ઠી. આદિમાં ૨,૪૦,૦૦૦ જણાવેલ છે), શ્રાવિકાઓની ૪,૧૩,૦૦૦ની હતી.
ધર્મનાથ ભગવંતના શિષ્યોમાં ૩,૬૦૦ અવધિજ્ઞાની, ૪,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૪,૫૦૦ કેવલજ્ઞાની મુનિ, ૯૦૦ ચૌદ પૂર્વધર, ૭,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૨,૮૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ અઢી લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં બે વર્ષ છઘસ્થ રૂપે હતા. તે સિવાયનો સર્વ કાળ કેવલીપણે વિચરણ કર્યું. દશ લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કરેલા એવા ધર્મનાથ પ્રભુ જેઠ સુદ-પાંચમના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો – યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧૦૮ મુનિવરો સાથે સમેત શિખર પર્વત પર નિર્વાણ પાખ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
ધર્મનાથ પ્રભુના નિર્વાણ બાદ ત્રણ ચતુર્થાશ પલ્યોપમ ન્યૂન એવો ત્રણ સાગરોપમ કાળ વીત્યા બાદ સોળમાં તીર્થકર શાંતિનાથ પ્રભુ થયા.
૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૨૪૨, ૪૪૭, ૧૧૪, ૯૩૦; સમ. ૪૯, ૫૩, ૨૪, ૧૨૧, ૧૨૬, ૨૬૦ થી ૩૧૧ મળે, ભગ. ૭૯૪;
આવ મૂ ૪ થી ૬; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૦, ૧૦૮૬, આવ.યૂ.૧–પૃ. ૧૫૭, ૨૧૭;
નિંદી. ૧૯; તિલ્યો. ૩૪૧, ૩૬૩, ૩૯૨, ૪૦૬, ૪૫૦, ૪૬૮, ૪૭૮;
કલ્પ. ૧૭૬;
– ૪
– ૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org