________________
તીર્થકર ચરિત્ર–ભકું-કથા
૧૪૩
(૧૭) ભ કુંથુ-કથાનક :
(છઠા ચક્રવર્તીરૂપે તથા બોલ સંગ્રહ યુક્ત)
આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સત્તરમા તીર્થંકર ભગવંત શ્રી કુંથુનાથ સ્વામી થયા, તેઓ ભરત ક્ષેત્રમાં થયેલા બાર ચક્રવર્તીમાના છઠા ચક્રવર્તી પણ હતા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં “રૂપ્પી” નામે માંડલીક રાજા હતા. (ઉત્તરાધ્યયન-ભાવવિજય વૃત્તિમાં તેમનું સિંહાવહ નામ જણાવેલ છે. ત્રિષષ્ઠી-ચરિત્રમાં પણ આ જ નામ છે.)
૦ રૂપ્પી (અથવા સિંહાવહ) રાજાનો ભવ :- આ જ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં આવર્ત નામે વિજય હતી. તેમાં ખગી નામક નગરીમાં આ રાજા થયો. તેણે એક વખત સંવર નામના આચાર્ય પાસે વ્રત ગ્રહણ કર્યા (દીક્ષા લીધી). અરિહંત ભક્તિ આદિ સ્થાનકોની આરાધના કરીને આ રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ. દીક્ષા લઈને ઉત્તમ કક્ષાનો સંયમ પાલન કરતા અને તીવ્ર તપ તપતા એ રાજર્ષિએ અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી કાળધર્મ પામીને તે સર્વાર્થસિદ્ધ નામક અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીશ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું.
૦ ભટકુંથુનો જન્મ :- દેવતાના ભવથી ઍવીને તેઓ આ જ ભરત ક્ષેત્રના ગજપુર (બીજું નામ – હસ્તિનાપુર) નગરીમાં સૂર રાજાની પત્ની સિરિ (શ્રી) રાણીની કુક્ષિમાં શ્રાવણ વદ નોમ (ગુજરાતી અષાઢ વદ-૯)ના દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સિરિ માતા ગજ-વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા.
કાળક્રમે વૈશાખ વદ-ચૌદશ (ગુજરાતી ચૈત્રવદ-૧૪)ને દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગજપુર નગરમાં ભકુંથુનો જન્મ થયો. છાગ (બકરો)ના લંછન (ચિન્હ)વાળા પ્રભુનું શરીર સુવર્ણપ્રભા સમાન વર્ણવાળું હતું.
પ૬-દિકકુમારીકાઓએ આવીને સૂતિકાકર્મ કર્યું. સર્વે ઇન્દ્રો પણ ત્યાં પધાર્યા અને મેર ગિરિ ઉપર કુંથુનાથ પ્રભુનો જન્માભિષેક મહોત્સવ કર્યો. સૂર રાજા પણ ખૂબ જ ખુશ થયો અને તેણે પુત્રજન્મ નિમિત્તે મહા મહોત્સવ કર્યો. ભગવંત જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે સિરિમાતાએ કુંથુ નામના રત્નનો સ્તૂપ જોયેલ હતો. તેથી માતા-પિતાએ વિચારેલ કે આ બાળકનો જ્યારે જન્મ થશે ત્યારે ઉત્સવ કરવા પૂર્વક તેનું કુંથુ એવું નામ રાખીશું. વિયવ નિક્તિમાં પણ જણાવે છે કે, ભાકુંથુ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે સિરિ માતાએ અતિ ઉન્નત, મનોહર એવા મહાપ્રદેશમાં આશ્ચર્યકારી રત્નોનો એક સૂપ જોઈને જાગ્યા, તેથી તેનું કુંથુ એવું નામ રખાયું. બીજો અર્થ એ – “કુ'નો અર્થ પૃથ્વી થાય છે. ત્યાં રહેલા હોવાથી પ્રભુ કુંથુ કહેવાય છે. ૦ ભ૦ કુંથુનું ગૃહસ્થ જીવન અને રાજવીપણું :
કાશ્યપ ગોત્રીય પ્રભુ કુંથુનાથ કાળક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. લોકોત્તર ગુણના આધારરૂપ એવા આ પ્રભુ બાલ્યભાવ પૂર્ણ કરી યૌવનને પામ્યા. પાત્રીશ ધનુષની ઊંચી કાયાવાળા થયા. અનેક રાજકન્યાઓ સાથે તેના વિવાહ કરાયા કેમકે ભોગકર્મ ફળ બીજી કોઈ રીતે છેદી શકાતું નથી. કુંથુનાથ સ્વામીને જન્મથી ૨૩,૭૫૦ વર્ષ પૂર્ણ થયા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org