________________
કુલકર કાળે કલ્પવૃક્ષ
૪૫
આવશ્યકતાની પૂર્તિ કરનારા હતા. વિમલવાહન કુલકરના કાળ પૂર્વે તયાગ, દીપાંગ અને જ્યોતિરંગ ત્રણ કલ્પવૃક્ષોના નષ્ટપ્રાયઃ થવાની સંભાવનાથી તેમના કાળમાં એ ત્રણ સિવાયના બીજા સાત કલ્પવૃક્ષોનો ઉલ્લેખ નજરે પડે છે.
સુષમસુષમા આરામાં દશ પ્રકારના વૃક્ષો ઉપયોગમાં હતા તે આ પ્રમાણે – મત્તાંગક, ભૂત્તાંગ, તૂર્યાગ, દીપાંગ, જ્યોતિરંગ, ચિત્રાંગ, ચિત્રરસાંગ, મર્યંગ, ગૃહાકાર અને અનગ્ર.
ઠા૯૮૬, ૯૮૭ અકર્મભૂમિના મનુષ્યોને દશ પ્રકારના વૃક્ષો ઉપભોગ માટે ઉપસ્થિત હતા. મત્તાંગક, ભૂત્તાંગ યથાવત્ અનગ્ન.
સમ ૧૬, ૧૭; તે સમયે ભરતવર્ષ (ક્ષેત્રોમાં ત્યાં ત્યાં મતંગ નામના વૃક્ષસમૂહો જણાવેલા છે.. થાવત્ અનગ્ન નામના વૃક્ષસમૂહો જણાવેલા છે.
જંબૂ. ૩૩; ૧. મત્તાંગ :- આ વૃક્ષો પેય પદાર્થ પૂરા પાડતા. ચંદ્રપ્રભા, મણિશલાકા આદિ જાતિવંત ફળ, પત્ર, પુષ્પ કે સુગંધિત દ્રવ્યોથી નીકળેલ સારભૂત રસ અને વિવિધ દ્રવ્યોથી યુક્ત અને યોગ્ય કાળે સંયોજન કરી બનાવાયેલ આસવ, મધુ આદિ સ્વાદવાળી, પ્રસન્ન, શતાયુ, ખજૂર આદિના મધ જેવા વર્ણ, રસ, ગંધ, સ્પર્શ તથા બળ–વીર્ય ઉત્પન્ન કરે તેવા પ્રકારે આ વૃક્ષો વિવિધ સ્વાભાવિક પરિણામવાળી મદ્યવિધિથી યુક્ત અને ફળોથી પરિપૂર્ણ તેમજ વિકસિત હતા. તે વૃક્ષો, ઘાસ વગેરેથી રહિત મૂળવાળા હોય છે.
૨. ભૂતાંગ :- આ વૃક્ષથી સહજ રૂપે પાત્ર, વાસણ મળી જતા હતા. જેમ ઘડો, કળશ, ભંગારક, પાત્રી, થાળી વગેરે વાસણ હોય, જે સોના અને મણિ રત્નોના બનેલા હોય, તેના પર સુંદર ચિત્રામણ કરાયેલ હોય તે રીતે આ વૃક્ષો ભાજનવિધિમાં વિવિધ પ્રકારના વિસ્ત્રસાપરિણત વાસણોવાળા હોય છે. ફળોથી પરિપૂર્ણ અને વિકસિત તથા ઘાસ આદિ રહિત મૂળવાળા હોય છે.
૩. તૂર્યાગ :- આ વૃક્ષો વાદ્ય-સંગીત આપતા. જેમ મૃદંગ, ઢોલ, ભંભા, વીણા, કાંચતાલ વગેરે વાજિંત્ર સારી રીતે વગાડાય છે. વાદ્યકલામાં નિપુણ વ્યક્તિ જે રીતે તેનું સંગીત પીરસે છે. જે વાદ્યો સાયંત શુદ્ધ હોય છે, તે રીતે આ સૂર્યાગ વૃક્ષ વિવિધ પ્રકારના સ્વાભાવિક પરિણામથી પરિણત થઈને વિતતતત–ઘન–શુષિર એ ચાર પ્રકારની વાદ્યવિધિથી યુક્ત હોય છે.
૪. દીપાંગ :- આ વૃક્ષો ઉદ્યોત કરતા હતા. જે રીતે સધ્યા પછીના સમયે નવનિધિપતિ ચક્રવર્તીને ત્યાં દીપિકા હોય છે. જેનું પ્રકાશમંડલ ચારે તરફ ફેલાયેલ હોય છે તેમજ જેમાં ઘણી બધી વાટ અને ભરપુર તેલ હોય છે કે જે પોતાના સઘન પ્રકાશથી અંધકારનો નાશ કરે છે, જેનો પ્રકાશ સુવર્ણકસમ યુક્ત પારિજાતના વનના પ્રકાશ જેવો હોય છે. અતિ પ્રદીપ્ત તેજોમય તેમજ નિર્મળ ગ્રગણોની જેમ પ્રભાસિત અને અંધકારને નિવારનાર એવી સૂર્યની ફેલાયેલી પ્રભા જેવી ચમકતી હોય છે તેવી જ રીતે આ દીપાંગ વૃક્ષ પણ અનેકવિધ વિસસા પરિણામવાળી ઉદ્યોતવિધિથી યુક્ત હોય છે.
૫. જ્યોતિરંગ :- આ વૃક્ષો પ્રકાશ આપતા હતા. જે રીતે તત્કાળ ઉદય પામેલ શરદકાલીન સર્યમંડળ પડતી એવી ઉલ્કા, ચમકતી વિજળી નિર્ધમ પ્રદીપ્ત અગ્રિ. તપનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org