________________
૨ ૩૦.
આગમ કથાનુયોગ-૧
૧૫. ત્યાગ – વિધિપૂર્વક છૉડવું તે. (કાંત–પ્રિય એવા ભોગ પ્રાપ્ત થાય ત્યારે
તેના તરફથી મુખ ફેરવી લેવું તે). ત્યાગમાં અતિ પ્રીતિ હોવી તે. દ્રવ્યથી
આહાર, ઉપધિ, શય્યા આદિ, ભાવથી ક્રોધઆદિનો ત્યાગ કરવો તે. ૧૬. વૈયાવચ્ચ – સેવાભક્તિમાં અતિ પ્રીતિ હોવી તે. આચાર્ય, ઉપાધ્યાય,
વિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુળ, ગણ અને સંઘને ૧. ભોજન, ૨. પાન, ૩. આસનપ્રદાન, ૪. ઉપકરણ પડિલેહણ, ૫. પગ પ્રમાર્જના, ૬. વસ્ત્રદાન, ૭. ઔષધદાન, ૮. માર્ગમાં સહાય, ૯. દુષ્ટ–ચોર આદિથી રક્ષણ, ૧૦, વસતિમાં પ્રવેશે ત્યારે દંડ લઈ લેવો, ૧૧. કાયિક માત્રક આપવું, ૧૨. સંજ્ઞામાત્રક આપવું અને ૧૩. શ્લેષ્મ માત્રક આપવું.
એ તેર પ્રકારે વૈયાવચ્ચ કરવી. ૧૭. સમાધિ – ગુરુ ભગવંતો આદિનું કાર્ય કરવા દ્વારા તેમને સ્વસ્થતા અને
સમાધિ પહોંચાડવી તે. ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ – અપૂર્વ ઉત્સાહપૂર્વક જ્ઞાનાભ્યાસ કરવો તે અથવા
નિત્ય નવું-નવું જ્ઞાન પ્રાપ્ત કરવું તે. ૧૯. શ્રુતભક્તિ – શ્રતનું બહુમાન હોવું તે. ૨૦. પ્રવચન પ્રભાવના – યથાશક્તિ માર્ગની દેશના આપવી. પ્રવચનના વિવિધ
અર્થોને પ્રકાશવા તે. સંકટમાં મહપ્રભાવનું દર્શન કરાવવું તે.
૦ આ વીશ સ્થાનો (કે તેમાનું કોઈપણ સ્થાન) આરાધવાથી જીવને તીર્થકર—નામકર્મનો બંધ થઈ શકે છે. ભમહાવીરના જીવે નંદનમુનિના ભવમાં આ વિશે સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ.
( આવશ્યક ચૂર્ણિમાં ૧ થી ૧૧ સ્થાન ઉપર મુજબ જ છે. ૧૨મું શીલ–વ્રત ત્યાં જુદા પાડેલ છે. ૧૨-શીલ, ૧૩–વત પછી લણલવથી વૈયાવચ્ચ સ્થાન ઉપર મુજબ છે. પણ તેની સાથે સમાધિ શબ્દ જોડેલ છે. તે આ રીતે ૧૪–ક્ષણલવ સમાધિ, ૧૫-તપ સમાધિ, ૧૬-ત્યાગ સમાધિ. ૧૭–વૈયાવચ્ચ સમાધિ એ રીતે સમાધિ નામના સ્થાનકને અલગ ગણેલ નથી ૧૮ થી ૨૦ સ્થાન ઉપર મુજબ જ છે)
– (જુઓ – આવશ્યક ચૂર્ણિ ૧- ૧૩૪) ૦ નંદનમુનિના ભવના આગમસંદર્ભ :સમ. ૫૩, ૨૭૫;
સમ. ૨૧૩ની વૃ. નાયા ૭૭ થી ૭૯ ની વૃ. આવ નિ ૧૭૯–૧૮૧, ૨૩૬, ૪૪૯, ૪૫૦ + વૃ.
આવ.યૂ. ૧–પૃ. ૨૩૫; આવમ.. ૨૫૧, ૨૫ર કલ્પસૂત્ર–૧૯ ની વૃ. (૨૬/૨૫) પ્રાણત દેવલોક :
કલ્પસૂત્ર વૃત્તિ મુજબ રહ્યો અને આવશ્યક તથા સમવાયાંગ મતે ૨૫મો ભવ :
– નંદન મુનિનો ભવ પુરો કરી પ્રાણત નામના દશમાં દેવલોકમાં પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાં દેવ સંબંધિ ભોગો ભોગવી આયુષ્ય પૂર્ણ કર્યું. (૨૭/૨૬) ભમહાવીર | દેવાનંદાના ગર્ભમાં :
(૧) કલ્પસૂત્ર–સૂત્ર–૧૯ની વૃત્તિ મુજબ ૨૭મો ભવ ભ૦મહાવીર રૂપે થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org