________________
તીર્થંકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૨૯
૧. અરિહંત (વત્સલતા) – અશોક આદિ આઠ મહા પ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને
યોગ્ય તે અરિહંત, તે તેમના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ. સિદ્ધ (વત્સલતા) – સઘળા કર્મોથી રહિત થયેલા, પરમ સુખી અને જેના સર્વ કાર્યો સંપન્ન થઈ ગયા છે તેવા કૃતકૃત્ય તે સિદ્ધ. * તેમના પ્રત્યેનો
વાત્સલ્યભાવ. ૩. પ્રવચન (વત્સલતા) – શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા અથવા સંઘ તે પ્રવચન.
# તે પ્રત્યેનો વાત્સલ્યભાવ. ગુરુ (વત્સલતા) શાસ્ત્રાર્થને ગુંથનાર અર્થાત્ ધર્મોપદેશાદિના દાતા તે ગુરુ, ગુરુ એટલે ધર્મોપદેશક. ૪ તેમના પ્રત્યેનો વાત્સલ્યભાવ.
સ્થવિર (વત્સલતા) – ધર્મમાં સ્થિર કરે તે સ્થવિર. આ સ્થવિર ત્રણ પ્રકારે કહ્યા. જાતિથી, શ્રતથી અને પર્યાયથી. જાતિ એટલે કે વયથી સાઈઠ વર્ષના હોય તે જાતિ સ્થવિર, સમવાયાંગને ધારણ કરનાર તે શ્રત
વિર. વીસ વર્ષના દીક્ષાપર્યાયવાળા તે પર્યાય સ્થવિર. * આ સ્થવિર પ્રત્યેનો વાત્સલ્યભાવ. બહુશ્રુત (વત્સલતા) – જેને ઘણું શ્રુતજ્ઞાન છે તે. અપેક્ષાએ બીજા કરતા વધુ શ્રુતજ્ઞાનવાળા એમ સમજવું. જો કે સૂત્રધર કરતાં અર્થ-ધરની પ્રધાનતા છે. તેના કરતા પણ સૂત્ર અને અર્થ ઉભયને ધારણ કરનારાની
પ્રધાનતા છે. એ આવા બહુશ્રુત પ્રત્યેનો વાત્સલ્યભાવ. ૭. તપસ્વી (વત્સલતા) – અનશન આદિ ભેટવાળા (બારે પ્રકારના) તપને
આદરતા એવા અથવા સામાન્ય સાધુ. # તેના પ્રત્યેનો વાત્સલ્યભાવ. * વત્સલતા (વાત્સલ્યભાવ) - ઉક્ત અરિહંતાદિ સાતે પરત્વેનો હૃદયનો અનુરાગ ભાવ તેમના ગુણોની સ્તુતિ અને પ્રશંસા. યથાનુરૂપ ભક્તિ અને
અતિ બહુમાન. ૮. અભીષ્ણજ્ઞાનોપયોગ – અનવરત કે નિરંતરપણે જ્ઞાનનો ઉપયોગ હોવો તે.
અથવા અનુપ્રેક્ષાદિમાં નિઃશંકિતતા આદિ હોવા તે. ૯. દર્શન – સમ્યક્ત્વ, તેનું નિરતિચારપણે પાલન ધારણ કરવું તે. અથવા
જીવાદિ તત્ત્વોની અતુટ શ્રદ્ધા" – તેની વિશુદ્ધિ રાખવી તે. ૧૦. વિનય – જ્ઞાન આદિ ભેદે ઓળખાવાય છે. તેમાં સંપન્ન રહેવું તે. ૧૧. આવશ્યક – સંયમ આદિ ક્રિયાને નિરતિચારપણે અવશ્ય કરવી તે. ૧૨. શીલવત – શીલ અર્થાત્ અઢાર હજાર શીલાંગરથ રૂપ ઉત્તર ગુણો અને
વ્રત અર્થાત્ મૂળગુણો. આ મૂળગુણ અને ઉત્તરગુણોનું નિરતિચારપણે
પાલન કરવું તે. ૧૩. ક્ષણલવ – કાળને આશ્રિને આ એક માપ છે. ક્ષણલવમાં સંવેગભાવના અને
ધ્યાનનું સેવન કરવું. સતત સંવેગભાવ અને ધ્યાનાસેવન કરવું તે. ૧૪. તપ – યથાશક્તિ બારે પ્રકારનો તપ કરવો તે. તપમાં સતત રતિ હોવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org