________________
૨૨૮
આગમ કથાનુયોગ-૧
વૃત્તિ અને કલ્પસૂત્ર વૃત્તિમાં પોલિ–આચાર્ય લખે છે. આવશ્યક ચૂર્ણિમાં પોલિ–સ્થવીર લખેલ છે. સમવાયાંગમાં ગુરુના નામનો ઉલ્લેખ નથી) ૦ પોટ્ટિલ :
સમવાયાંગ સૂત્ર–૨૧૩ મુજબ પ્રિય મિત્રને બદલે પોટ્ટિલ નામથી લખ્યું છે કે, શ્રમણ ભગવાન મહાવીરના તીર્થંકરના ભવગ્રહણથી પૂર્વે છઠો ભવ પોટ્ટિલનો ગ્રહણ કર્યો. તે રાજપુત્ર હતા. ત્યાં પ્રવજ્યા ગ્રહણ કરી એક કરોડ વર્ષના દીક્ષા પર્યાયનું પાલન કર્યું. પછી મૃત્યુ (કાળધર્મ) પાખ્યા.
(૨૪/૨૩) દેવલોક :મત-૧–મુજબ ચોવીશમો અને મત-૨ અને ૩ મુજબ ત્રેવીસમો ભવ ૧. કલ્પસૂત્ર–૧૯ત્ની વૃત્તિ
ચોવીશમે ભવે ભગવંત મહાવીર મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં ૧૭ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા.
૨. આવશ્યક નિર્યુક્તિ ૪૪૯ + વૃત્તિ અને આવા ચૂર્ણિ ૧–પૃ. ૨૩૫
પ્રિય મિત્ર ચક્રવર્તીના ભવમાં મૃત્યુ પામી, તે મહાશુક્ર દેવલોકના સર્વાર્થ વિમાનમાં ૧૭ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. (અહીં નિર્યુક્તિમાં માત્ર “સબૂઢે” શબ્દ જ છે. વૃત્તિકારે તેની સ્પષ્ટતા કરી છે.)
૩. સમવાય સૂત્ર ૨૧૩ + વૃત્તિ
પોટ્ટિલના ભાવમાં મૃત્યુ પામી સહસ્ત્રાર કલ્પના સર્વાર્થ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. (વૃત્તિકારે – દેવ થયા એમ લખ્યું છે.)
(૨૫) ૨૪) નંદન :** મત–૧ મુજબ પચ્ચીશમો અને મત–૨ અને ૩ મુજબ ચોવીશમો ભવ – (ભવના ક્રમ સિવાય બાકી કથાનક અંગે અહીં કોઈ મતભેદ નથી)
– દેવલોકથી ચ્યવીને ભ૦મહાવીરનો જીવ આ ભરતક્ષેત્રની છત્રગ્ર નગરીમાં જિતશત્રુ રાજાની પત્ની ભદ્રારાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેનું નંદન નામ પાડ્યું. નંદનનું આયુષ્ય પચ્ચીશ લાખ વર્ષનું હતું. તેઓ ચોવીશ લાખ વર્ષ સુધી ગૃહસ્થપણે રહ્યા. જેમાં ઘણાં વર્ષ સુધી તેણે રાજ્ય ભોગવ્યું. જ્યારે એક લાખ વર્ષનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે રાજ્યનો ત્યાગ કરી પોટ્ટિલાચાર્ય પાસે પ્રવજ્યા-દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનો અભ્યાસ કર્યો.
– દીક્ષા લીધા પછી તે નંદન મુનિએ એક લાખ વર્ષના સમગ્ર શ્રમણ પર્યાયમાં માસક્ષમણને પારણે માસક્ષમણ કર્યા. તેમાં વિશ સ્થાનકની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે એક માસની સંખના કરી, સાઈઠ ભક્તનો ત્યાગ કરી અર્થાત્ છેલ્લા ૩૦ દિવસના ઉપવાસ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી ૨૫-લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
- નંદન મુનિએ જે વીશ સ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું તે વીશ સ્થાનકો આ પ્રમાણે છે – (નાયા.મૂ. ૭૭ થી ૭૯ + વૃ.).
(આવશ્યક નિર્યુક્તિ–૧૭૯ થી ૧૮૧ + વૃ, આવ.યૂ.૧–પૃ. ૧૩૪, ૧૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org