________________
આગમ કથાનુયોગ-૧
ચંદનનું વિલેપન કરેલો, સૂત્ર, માળા, વર્ણક, વિલેપન, મણિ સુવર્ણાદિથી યુક્ત, હાર, અર્ધવાર, ત્રિસરો હાર, લંબાયમાન ઝુમખા-કટિસૂત્રથી શોભતો, રૈવેયક, મુદ્રિકા, લલિયંક, લલિત અભરણથી શોભતો, ઉત્તમ કટક અને ત્રુટિતથી ખંભિત ભુજાવાળો, અધિક રૂપશોભા સંપન્ન, કુંડલ વળે ઉદ્યોતિત મુખવાળો, મુગટ વડે દિપ્ત મસ્તકવાળો, હાર વડે શોભિત વક્ષસ્થળ યુક્ત, મુદ્રિકા વડે પીળી લાગતી આંગળીવાળો, લંબાયમાન થયેલા ઉત્તરીય યુક્ત, વિવિધ મણિ, કનક, રત્નના વિમલમહાર્ણ, ઉદ્યોવાળા, ખણખણતા, સુશ્લિષ્ટ એવા વીર વલય ધારણ કરેલો એવો તે શ્રેયાંસ
તેનું કેટલું વર્ણન કરીએ ? કલ્પવૃક્ષની પેઠે અલંકૃત્ વિભૂષિત એવો નરેન્દ્ર (સમ), છત્ર ધારણ કરેલો, ઉત્તમ ચામર વડે વિંઝાતો, જયજય શબ્દના નાદ પૂર્વક, અનેક ગણનાયક, દંડનાયક, રાઈસર, તલવર, માડંબિક, કૌટુબિંક, મંત્રી, મહામંત્રી ગણ, દ્વારપાળ, અમાત્ય, ચેડ, પીઠમર્દક, નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલથી પરિવરેલો એવો તે જલદીથી ઊભો થયો. ઊભો થઈને પગ વડે ચાલતો, ચાલીને એકશાટિક ઉત્તરાસંગ કર્યું, કરીને બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, ભગવંત ઋષભદેવ સન્મુખ સાત-આઠ કદમ ગયો.
ત્યાં જઈને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન નમસ્કાર કર્યા, નમસ્કાર કરીને પોતે જ શેરડીના રસને ગ્રહણ કરીને દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ, પ્રતિગાહક શુદ્ધિ વડે ત્રિવિધ પ્રકારે ત્રિકરણ યોગ શુદ્ધિથી દાન વડે હું પ્રતિલાલીશ એમ વિચારી સંતુષ્ટ થઈને ભગવંતની પાસે ગયો. ભગવંતને પૂછયું કે, આ આપને કલ્પ છે ? ત્યારે ભગવંતે પોતાના બે હાથ પસાર્યા. બધો જ રસ ભગવંતના હાથમાં ઠાલવવા માંડ્યો.
ભગવંત તો “અછિદ્રપાણી" છે અર્થાત્ તેમના હાથમાંથી એક બિંદુ પણ પડતું નથી. ઉપર–ઉપર રસની શિખા થતી ગઈ. તો પણ એક ટીપું છલકાતું નથી. ભગવંતની આવી લબ્ધિ હોય છે. એ પ્રમાણે ભગવંતે વર્ષીતપનું પારણું કર્યું. ભગવંતને પ્રતિલાભિત કરતાં પણ શ્રેયાંસ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કર્યા પછી પણ તે સંતુષ્ટ થયો.
ત્યારે ત્યાં પાંચ દિવ્યો પ્રાદુર્ભત થયા. તે આ પ્રમાણે :- (૧) વસુધારાની વૃત્તિ, (૨) પંચવર્ણા પુષ્પોની રચના, (૩) વસ્ત્રનો ઉલ્લેપ (વર્ષા), (૪) દેવદુંદુભિનો ગગનનાદ અને (૫) આકાશમાં “અહોદાનઅહોદાન' ઉદ્ઘોષણા. શ્રેયાંસ દ્વારા દેવપૂજનાદિ સાંભળીને રાજા, સોમપ્રભ આદિ લોકો પરમ કુતૂહલથી પૂછવા લાગ્યો કે, હે શ્રેયાંસ ! તમે આ કઈ રીતે જાણ્યું અર્થાત્ ભગવંતને ભિક્ષાદાનની વાત તમે કઈ રીતે જાણી ?
ત્યારે શ્રેયાંસે જણાવ્યું કે, આ પ્રમાણે ભિક્ષા અપાય છે. આવા પ્રકારની ભિક્ષા – આવી રીતે આપવી જોઈએ. આ રીતે સુપાત્ર દાનથી સદ્ગતિ પ્રાપ્ત થાય છે. ત્યારે તેઓએ પૂછયું કે, આ બધું તમે કઈ રીતે જાણ્યું? પરમગુરુ એવા ભગવંતને આવી ભિક્ષા અપાય. તમે આનો પરમાર્થ જણાવો. ત્યારે શ્રેયાંસે તેમને કહ્યું કે, જ્યારે મેં મારા પિતામહ-દાદાનું દિક્ષિત (સાધુ)નું રૂપ જોયું ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે, મેં આવું રૂપ પૂર્વે કયાં જોયું છે ? વિચારતા-વિચારતા ઘણાં ભવનું જાતિ સ્મરણ જ્ઞાન અને સત્પન્ન થયું, ત્યારે મેં જાણ્યું કે, ભગવંતને ભિક્ષાદાન કઈ રીતે થાય ? ત્યારે સર્વજનો પરમ વિસ્મિત થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org