________________
તીર્થંકર ચરિત્ર-ભઋષભકથા
(૨) પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરમાં વજંઘ નામે રાજા હતા ત્યારે હું તેમની શ્રીમતી નામે રાણી હતી.
(૩) ઉત્તરકુરુમાં પ્રભુ યુગલિક હતા ત્યારે હું તેમની યુગલિની હતી. (૪) પછી અમે બંને સૌધર્મ દેવલોકમાં મિત્ર દેવ હતા.
(૫) પ્રભુ અવરવિદેહમાં વૈદ્યના પુત્ર હતા ત્યારે હું જીર્ણશેઠનો પુત્ર કેશવ હતો. (૬) પછી અમે બંને અચ્યુત દેવલોકમાં દેવ હતા.
૮૫
(૭) પ્રભુ પુંડરીકિણી નગરીમાં વજ્રનાભ ચક્રવર્તી હતા. હું તેમનો સારથી હતો. (૮) અમે બંને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા.
૦ ભગવંત ઋષભદેવ અને શ્રેયાંસના ભવો :
(ઝાવશ્યક નિયુક્તિ-૩૨૨ની ધૂળિ. વૃ−િ9− પૃ. ૧૬૨ થી ૧૮૦ મુજબ−) ઋષભદેવ ભગવંત દીક્ષા લીધા પછી છદ્મસ્થાવસ્થામાં વિહાર કરતા, એક વર્ષ ગયું ત્યારે બહલી દેશથી વિચરતા ગજપુર ગયા. ત્યાં ભરતનો પુત્ર શ્રેયાંસ હતો. બીજા (આચાર્ય) એમ કહે છે કે, બાહુબલિના પુત્ર સોમપ્રભ અને શ્રેયાંસ હતા (વળી વ્યવહાર પ્રસિદ્ધ વાત મુજબ બાહુબલિના પુત્ર સોમપ્રભ અને તેનો પુત્ર શ્રેયાંસ હતો)
સોમપ્રભ અને શ્રેયાંસ બંને તથા નગર શ્રેષ્ઠીએ તે રાત્રે સ્વપ્ન જોયું. ત્રણે ભેગા થઈને સોમની પાસે આવીને કહ્યું– શ્રેયાંસહે આર્ય ! સાંભળો મેં જે સ્વપ્ન જોયું તે – મેરૂ પર્વત ચાલતો અહીં આવ્યો. તે મ્લાન થયો હતો. મેં અમૃત કળશ વડે તે મેરૂને અભિસિક્ત કર્યો. એટલે તે (મેલરહિત) સ્વાભાવિક થઈ ગયો. આ સ્વપ્ન જોઈને હું જાગ્યો.
સોમે કહ્યું – મેં જે સ્વપ્ન જોયું તે હે શ્રેયાંસ ! તું સાંભળ. સૂર્યના કિરણો ખરી પડ્યા. તેં બધાં કિરણો ભેગા કરી દીધા. ત્યારે તે ફરી પૂર્ણ પ્રકાશિત થઈ ગયો.
શ્રેષ્ઠી બોલ્યો મેં જે સ્વપ્ન જોયું તે સાંભળો, કોઈ પુરુષ મોટા પ્રમાણવાળા મહા સૈન્ય સાથે યુદ્ધ કરતો મેં જોયો. ત્યારે શ્રેયાંસ તેની સહાય કરવા ગયો. ત્યારે તેની સહાય વડે તેણે પરસૈન્યને પરાજિત કર્યું, તે જોઈને હું જાગ્યો.
ત્યારે તેઓ આ સ્વપ્નના ફળની વિચારણા કરવા લાગ્યા. તે વખતે ભગવંત ઋષભદેવ પણ એક વર્ષથી ભિક્ષા માટે યાવતું ભ્રમણ કરતા શ્રેયાંસના ભવને ગયા. ત્યારે શ્રેયાંસ પ્રાસાદતલ પરથી પોતાના પિતામહ (દાદા)ને આવતા જોયા. તે વિચારવા લાગ્યો કે આવી કોઈ આકૃતિ મેં પૂર્વે ક્યાંક જોયેલી છે. તે વિષયે માર્ગણા-વિચારણા કરતા કરતા તેના આવરક કર્મના ક્ષયોપશમથી શ્રેયાંસને જાતિસ્મરણ જ્ઞાન થયું.
તે પૂર્વભવે ઋષભદેવ ભગવંતનો (ભગવંતના પૂર્વભવના જીવનો ચક્રવર્તીનો) સારથી હતો. ત્યારે તેણે ભગવંતની સાથે દીક્ષા લીધેલી. તે વખતે તેણે સાંભળેલું કે, ભરત ક્ષેત્રમાં આ (ઋષભનો જીવ) પ્રથમ તીર્થંકર થશે. આ એ જ ભગવંત છે, તેમ ખ્યાલ આવતા તે સંભ્રાંત થઈ, ઊભો થયો. આ સર્વ સંગના ત્યાગીને ભોજન–પાન આપવા જોઈએ.
તે વખતે તેના ભવનના આંગણમાં શેરડીના રસના કળશો ભરીને જતો પુરુષ આવ્યો. ત્યારે પરમ હર્ષિત થઈ, મહાર્દ વસ્ત્ર રત્નથી સુસંવૃત્ત, સરસ–સુરભિ-ગોશીર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org