________________
તીર્થકર ચરિત્ર–ભઋષભકથા
અને પૂછયું કે, ક્યા કયા ભવમાં તમે શું શું હતા ?
ત્યારે શ્રેયાંસે પોતાના અને ભગવંત ઋષભદેવના આઠ પૂર્વ ભવોનો સંબંધ જણાવ્યો, જે પ્રમાણે “વસુદેવડિંડીમાં જણાવેલ છે, તે હું સંક્ષેપથી કહું છું –
શ્રેયાંસે કહ્યું, આજથી સાતમા ભવે ગંધમાદન કે જે નીલવંત અને માલ્યવંતની મળે છે, સીતા મહાનદીને મધ્યેથી વિભિન્ન કરે છે, ઉત્તરકુરુમાં છે, ત્યાં હું યુગલિની (સ્ત્રી) હતો ત્યારે મારા આ પિતામહ ભગવંત યુગલિક પુરુષ હતા. ત્યાંથી અમે બંને તે દેવલોકભૂત દશવિધ કલ્પતરુના ભવ્યભોગનો સમુદાય કરી કોઈ વખતે ઉત્તરકુરુ દહના કિનારાના પ્રદેશે અશોકવૃક્ષની છાયામાં વૈડૂર્યમણિની શિલા તલ, નવનીત સમાન સ્પર્શ યુક્ત ભૂમિ પર સારી રીતે રહેતા હતા. પછી દેવ તે દહર મધ્યે ગગન દેશે ઉપજ્યા. ત્યારે તેણે પોતાના પ્રભાવથી દશ દિશાને પ્રભાસિત કરી.
ત્યારે તે મિથુન પુરુષે તે જોઈને તેણે કંઈક વિચાર્યું. તે મોહ પામ્યા. થોડા વખત પછી સંજ્ઞા પ્રાપ્ત થતા બોલ્યા, હા ! સ્વયંપ્રભા ક્યાં છે ? મને પ્રતિવચન આપ્યા. ત્યારે તે વચન સાંભળીને મેં સ્ત્રીપણે સ્વયંપ્રભા શબ્દ કયાંક સાંભળેલ છે, તેવા પૂર્વ અનુભૂતને વિચારતા મને પણ મોહ ઉત્પન્ન થયો. જ્યારે મને સંજ્ઞા ઉત્પન્ન થઈ ત્યારે મેં કહ્યું કે, હું જ સ્વયંપ્રભા છું. જેનું તમે નામ લઈ રહ્યા છો. ત્યારે તે પુરુષે પરમ સંતુષ્ટિથી કહ્યું, હે આર્યા ! તું મને જણાવ કે, તું કઈ રીતે સ્વયંપ્રભા છે ?
ત્યારે તે સ્ત્રી બોલી, મેં જે અનુભવ્યું છે, તે તમે મને કહો – ઇશાન નામે કલ્પ (દેવલોક) છે, તેના મધ્ય ભાગમાં, ઇશાન ખૂણામાં શ્રીપ્રભ નામે વિમાન છે. ત્યાં લલિતાગક નામે દેવ છે, તેને સ્વયંપ્રભા નામે અગમહિષી છે. ત્યારે (દેવની વાત સાંભળી) તે સ્ત્રી પણ તેમાં સંમત થઈ. તે દેવે તેણીની સાથે દિવ્ય વિષયસુખ સાગરથી ઘણો કાળ દિવસની જેમ વિતાવ્યો. કોઈ વખતે ફૂલની માળાને અલ્પ તેજ વાળી જોઈને મને પર્ષદામાં વિજ્ઞપ્તિ કરતા કહ્યું, હે દેવ ! કેમ વિમનસ્ક દેખાઓ છો ? આપને કોનાથી સંતાપ છે ?
ત્યારે કહ્યું કે, મેં પૂર્વભવે થોડો તપ કર્યો છે. તેથી હું તારાથી અલગ પડી જઈશ, તેનો મને સંતાપ છે. ત્યારે મેં પણ ફરી તેને પૂછ્યું, તમે કેવો તપ કરેલો તે મને કહો – આ દેવભવ કઈ રીતે પ્રાપ્ત થયો ? ત્યારે કહ્યું કે –
જંબૂવીપના અવરવિદેહમાં ગંધિલાવતી વિજયે, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની નજીક વૈતાઢય પર્વત ગંધાર નામે જનપદ છે. ત્યાં સમૃદ્ધ જન સેવિત ગંધ સમૃદ્ધ નગર છે. રાજાની માફક વિબુદ્ધ નયનયુક્ત, જનપદ હિતેચ્છુ શતબલ રાજાનો પૌત્ર અને અતિબલનો પુત્ર મહાબલ નામે હતો. તેથી હું પિતા અને દાદાની મહાન્ પરંપરામાં રાજ્યશ્રીને અનુભવતો હતો. મારો બાળસખ્ય ક્ષત્રિયકુમાર સ્વયંબુદ્ધ નામે થયો. તે જિનવચન ભાવિતમતી હતો. બીજો સંભિન્નશ્રોત મારો મંત્રી હતો. ઘણાં કાર્યોમાં તે બંને પૂછવા યોગ્ય હતા.
તે કાળે કોઈ દિવસે ઘણાં ગીતગાનમાં અનુરક્ત એવા મને નૃત્યનાટક જોતો જોયો. ત્યારે સ્વયંબદ્ધ મંત્રીએ વિનંતી કરી કે, હે દેવ ! ગીત ગાનમાં મગ્ન પુરુષને નૃત્યરૂપ વિડંબના છે, આભરણ ભાર રૂ૫ છે, કામભોગ દુર્લભ છે. તમે પરલોકના હિતમાં ચિત્તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org