________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૭૧
ભાગે પડતું વહેંચી દઈને, જ્ઞાતિજનોને આપી દઈને તેમજ સાંવત્સરિક દાન આપ્યું.
સંવત્સર દાન માટે સૂર્યોદયથી આરંભીને તેઓ ભોજનકાળ પર્યન્ત દાન આપતા હતા. આ દાન શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ–રાજમાર્ગ, ગલીઓમાં પૂર્વે ઘોષણા કરાવી, જેને જે દાન જોઈએ તે લઈ જાઓ એ રીત આપતા હતા અને તે સર્વ ઇન્દ્રના હુકમથી દેવો પૂરું કરતા હતા. તે વખતે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક એ ચાર પ્રકારના દેવો અર્થાત્ સુર–અસુર બને અને માનવ સમુદાય ઉપસ્થિત થતો. ત્યારે એક વર્ષમાં ૩૮૮ કરોડ અને ૮૦ લાખનું દાન કર્યું. તેઓ પ્રતિદિન ૧ કરોડ અને ૮ લાખ સૌનેયાનું દાન કરતા હતા. એ રીતે ૩૬૦ દિવસ સુધી દાન દીધું. એ સર્વે સુવર્ણ ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવોએ પૂરું પાડેલ.
જ્યારે આ સંવત્સર દાન દેવાતું હતું ત્યારે ઘણાં અનાથ-અનાથ, પથિક, કારોટીક, કાર્પટીક આદિ દાન લેવા આવતા હતા. તે સમયે નંદિવર્ધનરાજાએ કુંડગ્રામ નગરમાં તે-તે સ્થાને અહીં-તહીં દેશ-દેશમાં મોટી ભોજન શાળાઓ કરાવેલી. ત્યાં અનેક સેવકજનો ભક્તિપૂર્વક વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ–સ્વાદિમ આદિ વડે તે સનાથ–અનાથ આદિને તેમજ પાસત્થા, ગૃહસ્થ આદિને ત્યાં બેસાડી, વિશ્રામ કરાવી, સુખાસન આપી ભોજન કરાવતા હતા. ત્યારે કુંડગ્રામ નગરના શૃંગાટક યાવત્ મધ્યરસ્તાપરસ્પર અનેક લોકો આ પ્રમાણે કહેતા હતા કે, હે દેવાનુપ્રિય! કુંડગ્રામ નગરમાં નંદિવર્ધન રાજાના ભવનમાં ઇચ્છાપૂર્વક સર્વકામિત વિપુલ અશનાદિનું ભોજન કરાવાય છે. ૦ ભ૦મહાવીરનો નિષ્ક્રમણ અભિષેક અને અલંકૃત્ કરવા :
(નિષ્ક્રમણ અભિષેકની ઘટના ભઋષભ તથા ભ૦મલિના કથાનકમાં આપેલી છે. અહીં પણ તેનું સ્વતંત્ર કથાનક સ્વરૂપે “આચારાંગ” આદિમાં જે નિરૂપણ છે. તેની નોંધ લીધી છે.)
ભગવંતે દીક્ષા અવસર આવ્યો ત્યારે વડીલબંધુ નંદિવર્ધન રાજા તથા સુપાર્શ્વ કાકાની અનુમતિ માંગી. તેઓએ પણ અનુમતિ આપી. પછી રાજા નંદિવર્ધને દીક્ષા મહોત્સવ માટે ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા, પતાકા અને તોરણો વડે શણગાર્યું. રસ્તા, બજારો વગેરે સાફસુફ કરાવી, સુશોભિત કરાવી, ઉત્સવ જોવા માટે આવેલા લોકોને બેસવાના મંચ તૈયાર કરાવ્યા. અનેક સ્થળે પંચવર્ણા પુષ્પોની માળાઓ લટકાવી દીધી. એ રીતે ક્ષત્રિયકુંડનગરને દેવલોક સદશ બનાવી દીધું. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ અભિષેક માટેના કળશો તૈયાર કરાવવા કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે, સોનાના, રૂપાના, રત્નના, સોના-રૂપાના, સોના અને રત્નના, રત્ન અને રૂપાના, સોના-રૂપા અને રત્નના તથા માટીના એવા આઠ જાતિના પ્રત્યેકના ૧૦૦૮–૧૦૦૮ સંખ્યાના કળશો તેમજ અન્ય સર્વ સામગ્રી તૈયાર કરાવો.
તે કાળે, તે સમયે દેવેન્દ્ર-શુક્રનું પણ આસન ચલિત થયું. અવધિજ્ઞાન વડે ભગવંત મહાવીરનો નિષ્ક્રમણ અવસર જાણ્યો. ત્યારે પોતાનો પરંપરાગત શાશ્વત આચાર જાણી પરિવાર સહિત આવ્યા. (આ વર્ણન જંબૂતીપ પ્રજ્ઞપ્તિ અનુસાર ભઋષભના જન્મ અભિષેક મુજબ જાણવું – જુઓ ઋષભ કથાનક)
શ્રમણ ભગવંત મહાવીરના અભિનિષ્ક્રમ, દીક્ષા અવસરને જાણીને ભવનપતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org