________________
૨૭૨
આગમ કથાનુયોગ-૧
વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એવા ઘણાં દેવ-દેવીઓ પોતપોતાના રૂપ, વેશ, ચિન્હોથી યુક્ત થઈને, પોતપોતાની સર્વ પ્રકારની ઋદ્ધિ, ધૃતિ, સેના, સમુદાય સહિત પોતપોતાના વિમાનમાં ચડે છે. ચઢીને યથાબાદર સ્થળ નિસ્સાર પુદ્ગલોનો ત્યાગ કરે છે. કરીને યથા સારવાનું સૂક્ષ્મ પુદગલોને ગ્રહણ કરે છે. તેમ કરીને, ઉપર ચઢે છે. ચઢીને ઉત્કૃષ્ટ, શીઘ, ચપળ, ત્વરિત દિવ્ય દેવગતિથી નીચે ઉતરીને તિછલોકમાં સ્થિત અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને જ્યાં જંબૂઢીપ છે ત્યાં આવે છે. આવીને ઉત્તર ક્ષત્રિય કુંડપુર સંનિવેશના ઇશાન ખૂણામાં વેગથી ઉતરે છે.
દેવ આગમન સંબંધિ આ સંક્ષિપ્ત વર્ણન કલ્પસૂત્ર વૃત્તિ મુજબ લખ્યું છે. પણ આવશ્યક ચૂર્ણિકાર તેને વિસ્તારથી નોંધે છે. જુઓ આવ.યૂ.૧–પૃ.૨૫૧ થી ૨૫૫. અહીં તે વર્ણનનો સાર અમે જિજ્ઞાસુઓ માટે અત્રે રજૂ કરેલ છે. આવું જ વર્ણન સમવસરણ રચના વખતે આવતા દેવોમાં પણ થયું છે.)
(તે વખતે નંદિવર્ધન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને ૧૦૦૮–૧૦૦૮ સુવર્ણના યાવત્ માટીના કળશો તથા અન્ય પણ મહાઈ–મહાઈ સામગ્રીને લાવવા જણાવ્યું. તેણે પણ બધું લાવીને મૂક્યું.
તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રનું આસન ચલિત થયું. તે દિવ્ય વિમાનમાં આવ્યા. મહાવીરસ્વામીને ત્રણ પ્રદક્ષિણા કરી, ભગવંતથી ઇશાન ખૂણામાં જમીનથી ચાર આંગળ ઊંચુ તે દિવ્ય વિમાન થંભાવ્યું. તેની સાથે આઠ અગ્રમડિષી, ન અને ગંધર્વ બે સૈન્ય હતા. તે દિવ્ય વિમાનના પૂર્વ ભાગના ત્રિસપાનકથી ઉતર્યા. ૮૪,૦૦૦ સામાનિક દેવો ઉત્તર ભાગના ટિસોપાનકથી ઉતર્યા. બાકીના દેવદેવીઓ દક્ષિણ ભાગના ટિસોપાનકથી ઉતર્યા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર પોતાના ૮૪,૦૦૦ સામાનિક દેવો આદિ પરિવાર સાથે સર્વ ઋદ્ધિ પૂર્વક વાજિંત્રોના નાદપૂર્વક ભગવંત મહાવીર પાસે આવ્યા. તેમને ત્રણ પ્રદક્ષિણા આપી, વંદન–નમસ્કાર કરી, પર્યાપાસના કરે છે. એ રીતે બધાં જ ઇન્દ્રો ત્યાં આવ્યા અને સૂર્ય પર્વતના સર્વે ઇન્દ્રો આવીને પર્યપાસના કરવા લાગ્યા.
તે કાળે, તે સમયે ઘણાં અસુરકુમાર દેવો મહાવીરસ્વામી સમીપે પ્રગટ થયા. આ દેવો કાળા, મોટા અગ્નિ સમાન નીલગુલિક પ્રકાશવાળા, વિકસિત પત્ર સમાન તમ લાલ જીભ અને તાળવાવાળા, અંજન અને ધન એવા કાળા વાળવાળા, કુંડલને ધારણ કરેલા, આÁચંદનનું વિલેપન કરેલા. સિલિંઘપુષ્પ સમાન પ્રકાશિત સૂક્ષ્મ પ્રવર વસ્ત્ર ધારણ કરેલા, પ્રથમ વયને પૂર્ણ કરીને અને દ્વિતીય વયને ન પામેલા, ભદ્ર, યૌવનમાં વર્તતા, તાલ, ભૃગ, ત્રુટિત, પ્રવર આભુષણ અને નિર્મલ મણિરત્નથી વિભૂષિત, હાથમાં દશે આંગળીએ મુદ્રિકા ધારણ કરેલા, ચુડામણી, વિવિધ વિચિત્ર ચિલોવાળા, મુગટને ધારણ કરેલા, સુરૂપ, મહાદ્ધિ, મહાતિ, મહાયશ, મહાબળ, મહાનુભાગ મહા સૌમ્યવાળા, હૃદય પર હારથી વિભૂષિત, કડા ત્રુટિતથી ખંભિત ભૂજાવાળા, કાનના કુંડળથી શોભિત ગાલવાળા, વિચિત્ર વસ્ત્ર, આભરણ, માળાથી યુક્ત, કલ્યાણકારી–પ્રવર વસ્ત્ર અને માળા ધારણ કરેલા, લાંબી માળા પહેરેલા હતા.
તેઓ દિવ્ય વર્ણ, ગંધ, સ્પર્શ, સંઘાત, સંસ્થાનથી યુક્ત હતા. દિવ્ય ઋદ્ધિ, જુત્તિ, પ્રભા, છાયા, અર્ચિત, તેજ, વેશ્યા વડે દશે દિશાઓને ઉદ્યોતિત કરતા, પ્રભાસિત કરતા આવ્યા આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા કરીને શુશ્રુષા કરતા, નમન કરતા, અભિમુખ થઈને વિનયપૂર્વક પર્યાપાસના કરવા લાગ્યા. એ જ પ્રમાણે નાગ, સુવર્ણ. વિદ્યુતઅગ્નિ, તપ, ઉદધિ, દિશા, વાયુ અને સ્વનિતકુમાર ભવનવાસીઓ આવ્યા. જે નાગ, ગરૂલ, વજ, પૂર્ણ કળશ, સિંહ ઇત્યાદિ ચિલોવાળા મુગટથી યુક્ત હતા. સુરૂપ, મહર્કિક આદિ વિશેષતા યુક્ત તે દેવો આવીને પથ્થુપાસના કરવા લાગ્યા.
તે કાળે, તે સમયે ઘણાં વાણવ્યંતર દેવો મહાવીરસ્વામી પાસે આવ્યા. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંમુરિષ, મહોરગ, ગંધર્વ એ આઠ અને અણપત્રિ પણપત્રિ, ઇસિવાદિ ભૂતવાદિ, કંદ, મહાકંદ, કુહંડ, પતગ એ આઠ એવા સોળ જાતિના વાણવ્યંતર દેવો આવ્યા. તેઓ ચંચળ, ચળયપળ ચિત્તવાળા અને રમતપ્રિય હતા. હાસ્ય, ગીત, નર્તનાદિ તેમને પ્રિય હતા. વનમાળાયુક્ત મુગટ, કુંડલધારી, સ્વચ્છંદ, આભરણ અને સુંદર ભુષણધારી, સર્વઋતુના સુગંધી ફૂíની બનેલ લાંબી, શોભન, મનોહર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org