________________
તીર્થકર ચરિત્ર-ભઋષભકથા
૮. અપરાજિતા. અધોલોકવાસી દિકકુમારીની માફક આવી – યાવત્ – કહ્યું કે તમે ભયભીત ન થશો. એવું કહીને તીર્થકર ભગવંત તથા તેમની માતાની સામે તીર્થકર તથા તેમની માતાના શૃંગાર, શોભા, સજ્જા આદિ વિલોકનમાં ઉપયોગી દર્પણ હાથમાં લઈને પરમાત્મા તથા તેની માતાની પૂર્વ દિશામાં મંદમંદ સ્વરે ગીતો ગાતી ઊભી રહી. –૦- દક્ષિણ રૂચકવાસી દિકકુમારીઓનું આગમન :
તે કાળે અને તે સમયે દક્ષિણ રૂચકવાસી આઠ દિકકુમારીઓ પૂર્વ વર્ણનાનુસાર – થાવત્ – રહેતી હતી. તેમના નામ આ પ્રમાણે છે :- ૧. સમાહારા, ૨. સુપ્રતિજ્ઞા, 3. સુપ્રબુદ્ધા, ૪. યશોધરા, ૫. લક્ષ્મીમતી, ૬. શેષવતી, ૭. ચિત્રગુપ્તા અને ૮. વસુંધરા. (આવશ્યકવૃત્તિમાં છઠી દિકકુમારીનું નામ શેષવતીને સ્થાને ભોગવતી નોંધેલ છે). શેષ વર્ણન પૂર્વવત્ – યાવત્ – કહ્યું કે તમે ભયભીત થશો નહીં. એમ કહીને તીર્થકર ભગવંત તથા તેમની માતાની દક્ષિણ તરફ હાથમાં ઝારી લઈને ગીત ગાતી ઊભી રહી. –૦- પશ્ચિમ રૂચકવાસી દિકકુમારીઓનું આગમન :
તે કાળ અને તે સમયે પશ્ચિમ દિશાવર્તી રૂચકપર્વત પર રહેનારી આઠ મુખ્ય દિકકુમારીઓ પોતપોતાના કૂટ પર – યાવત્ – રહેતી હતી. તેઓના નામો આ પ્રમાણે છે :૧. ઇલાદેવી, ૨. સુરાદેવી, ૩. પૃથ્વી, ૪. પદ્માવતી, ૫. એકનાસા, ૬. નવમિકા, ૭, ભદ્રા અને ૮. સીતા. (ઠાણાંગ સૂત્ર ૭૭૨ અને આવશ્યક વૃત્તિમાં સાતમ-આઠમી દિકકુમારીના ક્રમમાં ફેરફાર છે ત્યાં ૭–સીતા અને ૮–ભદ્રા જણાવેલ છે). શેષ કથન પૂર્વવત્ – યાવતુ – તીર્થકર ભગવંત અને તીર્થકર માતાની પશ્ચિમે હાથમાં પંખો લઈ ગીત ગાતી એવી તે ઊભી રહી. –૦- ઉત્તર રૂચકવાસી દિકકુમારીઓનું આગમન :
તે કાળ અને તે સમયે ઉત્તર દિશાવર્તી રૂચક પર્વત પર રહેનારી આઠ મુખ્ય દિકુમારીઓ પોતપોતાના કૂટ ઉપર વિચરતી હતી – યાવત્ – તેઓના નામ આ પ્રમાણે :– ૧. અલબુસા, ૨. મિશ્રકેશી, ૩. પંડરીકા, ૪, વારણી, પ. હાસા, ૬. સર્વપ્રભા, ૭. હી અને ૮, શ્રી (આવશ્યક વૃત્તિમાં સાતમી અને આઠમી દિકકુમારીનો ક્રમ આગળ-પાછળ છે. ૭–શ્રી અને ૮-ઠ્ઠી. સ્થાનાંગ સૂત્રમાં દિકકુમારિયોમાં બીજું નામ ‘મિતકશી' છે. ત્રીજું ‘પોંડરિ', ચોથું ગીતવારુણી', છઠું ‘સર્વગા', સાતમું “શ્રી' અને આઠમું ‘હી છે) શેષ કથન પૂર્વવત્ – યાવત્ – તીર્થકર ભગવંત અને તીર્થંકરની માતાની નિકટ ઉત્તર દિશામાં ચામર લઈ મંદ અને મધુર સ્વરે ગીત ગાતી ઊભી રહી. –૦- વિદિશાની દિકુમારીઓનું આગમન :
તે કાળે અને તે સમયે વિદિશા ખૂણાઓમાં રૂચક પર્વત ઉપર રહેતી ચાર મુખ્ય દિકકુમારી પોતપોતાના કૂટ ઉપર વિચરતી હતી. તેના નામ આ પ્રમાણે છે :- ૧. ચિત્રા, ૨. ચિત્રકનકા, ૩. શહેરા અને ૪. સૌદામિની. શેષ વર્ણન પૂર્વવત્ – યાવત્ – તીર્થંકર ભગવંત અને તીર્થકરની માતાની નિકટ ચારે ખૂણાઓમાં દીપક હાથમાં લઈને મંદ અને મધુર સ્વરે ગીત ગાતી ઊભી રહી. –૦- મધ્યવર્તી રૂચકવાસી દિકકુમારીઓનું આગમન :તે કાળ અને તે સમયે મધ્યરચક પર્વત પર રહેનારી ચાર મુખ્ય દિકકુમારી For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International