________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૩૭
૦ ત્રીજું સ્વપ્ન – સિંહ -
તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજા સ્વપ્નમાં સિંહને જુએ છે. તે સિંહ (મોતીના) હારનો સમૂહ, ક્ષીર સમુદ્ર, ચંદ્રના કિરણો, પાણીના કણિયા અને રૂપાના પર્વત જેવો અતિશય સફેદ તેમજ રમણીય અને પ્રેક્ષણીય હતો. તેના પંજા મજબૂત અને દૃઢ હતા. તેની દાઢાઓ વર્તુળાકાર, પુષ્ટ, સુશ્લિષ્ટ-પોલાણ રહિત, શ્રેષ્ઠ અને તીક્ષ્ણ હતી. તેના વડે તે સિંહનું મુખ સુશોભિત લાગતું હતું. તેના બંને હોઠ સ્વચ્છ, ઉત્તમ જાતિના કમળ જેવા કોમળ, પ્રમાણસર અને સોહામણા હતા. તેનું તાળવું લાલ કમળના પાંદડા તુલ્ય મૃદુ, સુકોમળ અને રક્તવર્ણીય હતું.
તે સિંહની જીભ લપલપાયમાન થતી હતી. તેના બંને નેત્રો સુવર્ણ ગાળવાની માટીની કુલડીમાં ગાળેલા અને ફુદડી ફરતા ઉત્તમ સુવર્ણ જેવા ગોળ, સ્વચ્છ વિજળી જેવા ચમકદાર અને ચપળ હતા. તેની વિશાળ જાંઘો અત્યંત પુષ્ટ અને ઉત્તમ હતી. તેની કાંધ પરિપૂર્ણ અને નિર્મળ હતી. તેની દીર્ધ કેશવાળી, કોમળ, સફેદ, બારિક, શ્રેષ્ઠ લક્ષણયુક્ત અને વિસ્તીર્ણ હતી. તેનું પૂંછડું કુંડલાકાર અને શોભાયુક્ત હતું. તેની આકૃતિ–દેખાવ સૌમ્ય અને ક્રુરતા રહિત હતો. તેના નખનો અગ્રભાગ અતિ તીક્ષ્ણ હતો. નવીન પલ્લવ પત્ર સમાન રમણીય અને ફેલાયેલી જીભ હતી. એવા સિંહને વિલાસ સહિત મંદ મંદ ગતિયુક્ત આકાશ થકી ઉતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો એવો તે ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજા સ્વપ્નમાં જુએ છે.
( સિંહના સ્વપ્નનું આવું જ વર્ણન ભગવતી સૂત્ર–૫૧૮માં પ્રભાવતી દેવીના સ્વપ્ન વર્ણનમાં જોવા મળે છે.) ૦ ચોથું સ્વપ્ન – લક્ષ્મી દેવી :
- ત્યાર પછી પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને જુએ છે. તે લક્ષ્મીદેવી અત્યંત ઊંચો જે હિમવાનું પર્વત, તેના ઉપર ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ કમળના આસન ઉપર બેઠેલા હતા. તે હિમવાન્ પર્વત ૧૦૦ યોજન ઊંચો છે. ૧૦૫૨ યોજન અને ૧૨ કળા પ્રમાણ પહોળો છે. તે પર્વત પર ૧૦૦૦ યોજન લાંબુ, ૫૦૦ યોજન પહોળું અને ૧૦ યોજનની ઊંડાઈ વાળો પદ્મ દ્રહ નામે પ્રહ છે. તેના મધ્ય ભાગમાં ૧ યોજન પહોળું, ૧ યોજન લાંબુ અને પાણીથી બે કોસ ઊંચુ નીલરત્નમય નાળચાવાળું એક કમળ છે. જેનું મૂળ વજમય છે, કંદ રિઝરત્નમય છે, લાલ સુવર્ણમય બહારના અને સુવર્ણમય અંદરના પાંદડા છે એ કમળમાં લાલ સુવર્ણમય કેસરાથી શોભતી એક સુવર્ણની કર્ણિકા છે. તેના મધ્ય ભાગમાં અડધો કોસ પહોળું, એક કોસ લાંબુ અને એક કોસમાં કંઈક ન્યૂન ઊંચુ એવું લક્ષ્મીદેવીનું મંદિર છે.
તે મંદિરમાં ૫૦૦ ધનુષ ઊંચા, ૨૫૦ ધનુષ પહોળા એવા ત્રણ દરવાજા છે જે પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં એક-એક હાર સંસ્થિત છે તે મંદિરના મધ્ય ભાગમાં ૨૫૦ ધન પ્રમાણની મણિમય વેદિકા છે. તે વેદિકા ઉપર લક્ષ્મીદેવીને યોગ્ય એવી શય્યા છે. મુખ્ય કમળની ચારે તરફ વલયાકારના અને મુખ્ય કમળથી અડધા પ્રમાણવાળા બીજા ૧૦૮ કમળો છે. તેના ફરતા અને ૧૦૮ કમળના પ્રમાણથી અર્ધ પ્રમાણવાળા કમળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org