________________
આગમ કથાનુયોગ-૧
મુલાયમ અને કોમળ હતી. તે શય્યા ઉપર ઉત્તમ કારીગરીવાળું રેશમી વસ્ત્ર પાથરેલું હતું. રજ વગેરેથી મેલી ન થાય તે માટે ઉત્તમ વસ્ત્રથી આચ્છાદિત હતી. તે શય્યા લાલ વર્ણ વડે સંવૃત્ત-ઢંકાયેલી હતી. સુરમ્ય હતી.
તે શય્યા સંસ્કારિત કરેલ ચર્મ, રૂ, બૂરનામક વનસ્પતિ, માખણ અને આંકડાના રૂ ના કોમળ સ્પર્શ સમાન અતિ મૂલાયમ હતી. સુગંધિત પુષ્પ અને સુગંધી ચૂર્ણ વડે ઉત્તમ રીતે સજાવાયેલી હતી. આવા પ્રકારની શય્યામાં કંઈક ઊંઘતી, કંઈક જાગતી અર્થાત્ અલ્પનિદ્રા કરતી એવી ત્રિશલા ક્ષત્રિયાણી હવે પછી કહેવાશે તેવા પ્રશસ્ત યાવત્ – ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી.* આવું જ વર્ણન ભગવતી સૂત્ર–૫૧૮માં પ્રભાવતી દેવીની શય્યાનું આવે છે. તે ચૌદ મહાસ્વપ્નો આ પ્રમાણે છે :– હાથી, વૃષભ, સિંહ, (અભિષેક કરાતા) લક્ષ્મી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, પદ્મસરોવર, સમુદ્ર, દેવવિમાન (અથવા ભવન), રત્નનો ઢગલો અને નિર્ધમ અગ્નિ
૨૩૬
(જો કે પહેલા સ્વપ્નમાં ઋષભદેવની માતાએ વૃષભ જોયો હતો અને ભ૰મહાવીરની માતાએ સિંહ જોયો હતો. પણ સર્વ સાધારણ પાઠ પ્રમાણે અહીં ગજ–વૃષભ ઇત્યાદિ ક્રમમાં ચૌદ સ્વપ્નોનું વર્ણન આપેલ છે. તે જ રીતે બારમા સ્વપ્નમાં ત્રિશલા માતાએ (દેવ) વિમાન જ જોયેલું હતું. પણ જે તીર્થંકરનો જીવ અઘોલોકમાંથી આવે છે તેની માતા બારમા સ્વપ્નમાં ભવન જુએ છે. તેથી પાઠને અખંડિત રાખવા ઉપર “વિમાન કે ભવન” એવો નિર્દેશ કરેલો છે.) ૦ પ્રથમ સ્વપ્ન - હાથી :
www
તે ત્રિશલા ક્ષત્રિયાણી પ્રથમ સ્વપ્નમાં હાથીને જુએ છે. તે હાથી ચાર દંતૂશળવાળો અને ઊંચો હતો. વરસાદ વરસી રહ્યા બાદ ગળી ગયેલા વિશાળ મેઘ જેવો શ્વેત, હારના સમૂહ જેવો ઉજ્જ્વળ, ક્ષીરસમુદ્ર જેવો ધવલ, ચંદ્રકિરણ જેવો ચમકદાર, પાણીનાં ટીપાં જેવો નિર્મળ અને ચાંદીના પર્વત જેવો સફેદ હતો. તેના ગંડસ્થળમાંથી મદ ઝરી રહેલ હતો. જેની સુગંધ લેવા ભ્રમરો ગુંજારવ કરી રહ્યા હતા. શક્રેન્દ્રના ઐરાવત હાથી તુલ્ય શ્રેષ્ઠ પ્રમાણવાળો હતો. જળથી ભરેલા અને ચોતરફ ફેલાયેલા મેઘની ગર્જના જેવી મનોહર ગર્જનાવાળા તથા શુભને કરનારો અને સર્વ શુભ લક્ષણોના સમૂહથી યુક્ત હતો. એવા ઉત્તમ અને વિશાળ હાથીને ત્રિશલા ક્ષત્રિયાણી પહેલા સ્વપ્નમાં જુએ છે. ૦ બીજું સ્વપ્ન વૃષભ :
તે પછી ત્રિશલા ક્ષત્રિયાણી બીજા સ્વપ્નમાં વૃષભને જુએ છે. તે વૃષભ શ્વેત કમળની પાંદડીઓના સમૂહથી પણ અધિક રૂપની કાંતિવાળો હતો. પોતાની પ્રભાના સમૂહને ફેલાવવા દ્વારા દશે દિશાને ઉદ્યોતિત કરતો હતો. ઉત્કૃષ્ટ શોભા સમૂહની પ્રેરણા વડે ઉન્નત થયેલ હોય તેવી મનોહર, સોહામણી અને સુંદર કાંધવાળો હતો. તેના રોમ સૂક્ષ્મ, અતિ સુંદર અને સુકોમળ હતા. તેનું અંગ–શરીર મજબૂત, સારા બાંધાવાળું, માંસલ, પુષ્ટ, મનોહર અને યથાસ્થિત સર્વ અવયવોવાળું તેમજ સુંદર હતું. તેના શિંગડા મજબૂત, વર્તુળાકાર, લઠ, ઉત્તમ, તેલ ચોપડેલા અને તીક્ષ્ણ હતા. તેના દાંત ક્રુરતા રહિત, ઉપદ્રવ રહિત, બરાબર સમાન, સોહામણા, વિશુદ્ધ, અગિણત ગુણોરૂપી મંગલના આગમનના દ્વાર સમાન હતા. (આવા પ્રકારના વૃષભને તેણી જુએ છે.)
For Private & Personal Use Only
---
Jain Education International
www.jainelibrary.org