________________
૧૮૬
આગમ કથાનુયોગ-૧
(૧૭) ભમિ -કથાલંક (બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં એકવીસમાં તીર્થકર ભગવંત શ્રી નમિનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં અદીનશત્રુ નામે માંડલીક રાજા હતા. તે ભવે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણતકલ્પ દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું.
દેવતાના ભવથી ચ્યવીને તેઓ મિથિલા નગરીમાં વિજય રાજાની પત્ની વપ્રારાણીની કુક્ષિમાં આસો સુદ-૧૫ના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે વપ્રામાતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
શ્રાવણ વદ આઠમ (ગુજરાતી અષાઢ વદ-૮ના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે મિથિલા નગરીમાં ભ૦નમિનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યાર પહેલા દુર્લલિત એવા શત્રુ રાજાઓએ મિથિલા નગરીને ઘેરો ઘાલ્યો હતો. પણ ગર્ભના પ્રભાવે તેની પુન્યશક્તિથી પ્રેરાઈને વપ્રા માતાને મહેલની અટ્ટાલિકાએ ચઢવાની ઈચ્છા થઈ. અન્ય શત્રુરાજાએ તેને ચઢેલા જોયા. ગર્ભના પ્રભાવથી તે રાજાઓ નમિ ગયા. તેથી પ્રભુનું “નમિ” નામ રખાયું. બીજો અર્થ એ કે, સર્વે ઉપસર્ગ, પરીષહ અને કષાયોને નમાવી દીધા હોવાથી પ્રભુ નમિ કહેવાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણ પ્રભા સમાન હતો. તેમનું લંછન નીલકમલ હતું.
ભ૦નમિ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ ૨,૫૦૦ વર્ષ કુમારઅવસ્થામાં રહ્યા. ૫,૦૦૦ વર્ષ તેમણે માંડલીક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૭,૫૦૦ વર્ષ સુધી પ્રભુ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૧૫–ધનુની ઊંચાઈવાળા આ પ્રભુ પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ અને રાજ્યનો પરિત્યાગ કરીને, અષાઢ વદ નોમ (ગુજરાતી જેઠ વદ-૯ના દિવસે દેવકુરા નામની શિબિકામાં બેસીને દિવસના પાછલા પ્રહરમાં નમિનાથ ભગવંત મિથિલા નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી નમિનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. વીરપુર નગરમાં દિન્ન (દત્ત) નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી – ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધરાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. નમિનાથ પ્રભુ નવ માસ છઘસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.
તે કાળે નમિનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે માગસર સુદ અગિયારસને દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય વેળાએ અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે મિથિલાનગરીની બહાર સહસ્ત્રાપ્રવનમાં બકુલ વૃક્ષની નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org