________________
તીર્થકર ચરિત્ર–ભમુનિસુવ્રત-કથા (માહિતી)
૧૮૫
રચાયેલ ચૈત્યવૃક્ષ ૨૪૦ ધનુષ્ય ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન કરેલ.
| મુનિસુવ્રત સ્વામીએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજયતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને માટે ધર્મોપદેશ પામવો સુગમ હતો.
મુનિસુવ્રતસ્વામીને ૧૮ ગણ થયા. ૧૮ ગણધર થયા. પ્રભુના પ્રથમ શિષ્યનું નામ કુંભ” હતું. પ્રથમ શિષ્યાનું નામ “પુષ્પવતી” હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની ૩૦,૦૦૦, શ્રમણીઓની ૫૦,૦૦૦, શ્રાવકોની ૧,૭૨,૦૦૦, શ્રાવિકાઓની ૩,૫૦,૦૦૦ની હતી.
મુનિસુવ્રતસ્વામીના શિષ્યોમાં ૧,૮૦૦ અવધિજ્ઞાની, ૧,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૧,૮૦૦ કેવળજ્ઞાની મુનિ, ૫૦૦ ચૌદપૂર્વી, ૨,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૧,૨૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ ૭,૫૦૦ વર્ષ શ્રમણપર્યાયમાં રહ્યા. જેમાં ૧૧ મહિના છઘસ્થ રૂપે હતા. તે સિવાય સર્વ કાળ કેવલીપણે વિચરણ કર્યું. ૩૦,૦૦૦ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કરેલા એવા પ્રભુ મુનિ સુવ્રતસ્વામી જેઠ વદનોમ (ગુજરાતી વૈશાખ વદ-૯)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧,૦૦૦ મુનિવરો સાથે સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
મુનિસુવ્રતસ્વામીના નિર્વાણ બાદ છ લાખ વર્ષનો કાળ વીત્યા બાદ એકવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુ થયા.
- સ્કંદક, ખત્તિય, ગંગદત્ત આદિ તેમનાથી પ્રતિબોધિત થયેલાં. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૪૪૮, ૨૧૪; સમ. ૪૯, ૫૦, ૨૩, ૨૪, ૧૨૮, ૧૩૫, ૧૩૭, ૨૬૬, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૭૯, ૨૮૪,
૨૮૭, ૨૮૮, ૨૯ર, ૨૯૪, ૨૯૫, ૩૦૦, ૩૦૨, ૩૦૬, ૩૧૦; ભગ. ૬૭૬, ૭૨૬, ૭૯૪;
વવ.ભા. ૪૪૧૪ + વૃ. જીય.ભા. પ૨૮, ૨૪૯૮;
આવ. મૂ. ૬, ૪3; આવનિ ૨૦૯ થી ૨૧૧, ૨૨૧, ૨૨૫, ૨૨૬, ૨૨૮, ૨૩૧ થી ૨૩૬, ૨૩૯, ૨૫૦, ૨૫૪;
૨૫૫, ૨૫૮, ૨૬૩, ૨૬૫, ૪૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૬, ૩૦૫, ૩૧૧, ૩૧૯, ૩૨૦,
૩૨૫, ૩૨૯; ૩૭૧, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯, ૧૦૮૯; આવ.૧–પૃ. ૧૫૭, ૨૧–ર–પૃ. ૨૭૭;
ઉત્ત.ચૂપૃ. ૭૩, નંદી ૧૯; કલ્પ. ૧૭૭
તિત્વો. ૩૦૩, ૩૪૯, ૪૦૭, ૪૫૩, ૪૬૧, ૪૮૩;
– x --
૪ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org