________________
તીર્થકર ચરિત્ર–ભનમિ-કથા (માહિતી)
૧૮૭
કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૧૮૦ ધનુષ ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ તીર્થ પ્રવર્તાવેલ.
નમિનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો.
નમિનાથ પ્રભુને ૧૭ ગણ થયા. ૧૭ ગણધર થયા (જો કે તિત્વોગાલિયમાં ૧૧ ગણગણધર કહ્યા છે.) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “શુંભ” હતું. પ્રથમ શિષ્યાનું નામ “અનિલા” કે અમલા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૨૦,૦૦૦, શ્રમણીઓની ૪૧,૦૦૦, શ્રાવકોની ૧,૭૦,૦૦૦ અને શ્રાવિકાઓની ૩,૪૮,૦૦૦ની હતી.
નમિનાથ ભગવંતના શિષ્યોમાં ૧,૬૦૦ અવધિજ્ઞાની, ૧,૨૫૦ મન:પર્યવજ્ઞાની, ૧,૬૦૦ કેવળજ્ઞાની મુનિ, ૪૫૦ ચૌદપૂર્વી, ૫,૦૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૧,૦૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (સમવાયાંગમાં ૩,૯૦૦ અવધિજ્ઞાની કહ્યા છે)
પ્રભુ ૨,૫૦૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યાં. જેમાં ફક્ત નવ માસ છદ્મસ્થરૂપે રહ્યાં. તે સિવાયનો સર્વકાળ કેવલીપણે વિચરણ કર્યું. ૧૦,૦૦૦ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કરેલા એવા નમિનાથ પ્રભુ વૈશાખ વદ-દશમ (ગુજરાતી ચૈત્ર વદ-૧૦)ના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧,૦૦૦ મુનિવરો સાથે સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા.
નમિનાથ પ્રભુના નિર્વાણ બાદ પાંચ લાખ વર્ષનો કાળ વીત્યા બાદ બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ (અરિષ્ટ નેમિ) પ્રભુ થયા.
ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર શ્યામકોષ્ઠ ભ૦નમિનાથના સમકાલિન હતા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૪૪૮, ૨૧૪, ૯૩૦; સમ ૩૫, ૪૨, ૪૯, ૫૦, ૫૩, ૨૪, ૧૧૫, ૧૧૭, ૨૬૬, ૨૭૦, ૨૭૧, ૨૭૫, ૨૭૯, ૨૮૪,
૨૮૮, ૨૯૨, ૨૯૪, ૨૯૫, ૩૦૦, ૩૦૨, ૩૦૬, ૩૧૦; ભગ. ૭૯૪;
આવ.મૂ. ૬, ૪ર; આવ.નિ. ૨૦૯ થી ૨૧૧, ૨૨૧, ૨૨૫, થી ૨૩૪, ૨૩૬, ૨૩૯, ૨૫૦, ૨૫૪, ૨૫૫, ૨૫૮,
૨૬૩, ૨૬૫, ૪૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૭, ૩૦૫, ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩ર૩, ૩૨૯,
૩૭૧, ૩૭૭, ૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૬, ૩૮૯, ૧૦૮૯, ૧૦૯૦; આવ૨.૧–પૃ. ૧૫૭, ૨૧૭,
નંદી, ૧૯,
કલ્પ ૧૭૬; તિત્વો. ૩૩૨, ૩૫૩, ૩૬૪, ૩૯૩, ૪૦૭, ૪૫૪, ૪૬૫, ૪૮૩;
– ૪
– ૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org