________________
૧૮૮
આગમ કથાનુયોગ-૧
(૨૨) ભઅરિષ્ટનેમિનેમિ-કથાનક
આ અવસર્પિણીમાં જંબૂઢીપના ભરતક્ષેત્રમાં બાવીસમાં તીર્થકર ભગવંત શ્રી “અરિષ્ટનેમિ" થયા. તે “નેમિ" નામે પણ ઓળખાય છે. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં “શંખ' નામે માંડલીક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તે ભવે જ તીર્થકર નામ–કર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને અપરાજિત નામના ચોથા અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા.
૦ પાંચ કલ્યાણક નક્ષત્ર :- તે કાળે તે સમયે અર્હત્ અરિષ્ટનેમિ પાંચ ચિત્રા યુક્ત હતા. (પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા) ભગવંત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવ્યા. ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા - યાવત્ - ચિત્રા નક્ષત્રમાં તેઓ પરિનિર્વાણ પામ્યા. (ચિત્રા નક્ષત્રમાં ચ્યવ્યા, ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, ચિત્રા નક્ષત્રમાં દીક્ષા લીધી, ચિત્રા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા. ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા)
૦ ભઅરિષ્ટનેમિનું ચ્યવન :- તે કાળે, તે સમયે અહંત અરિષ્ટનેમિ જ્યારે વર્ષાઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ અર્થાત્ કારતક વદ બારસ (ગુજરાતી આસો વદ૧૨)ના દિવસે બત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનથી ચ્યવીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં સોરિયપુર નગરમાં સમુદ્રવિજય રાજાની પત્ની શિવાદેવી રાણીની કુક્ષિમાં મધ્યરાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ગર્ભમાં ઉત્પન્ન થયા. ત્યાર પછીનું સમગ્ર વર્ણન (ભગવંત મહાવીરમાં કરાશે તે મુજબ) સ્વપ્ન દર્શન, ધનધાન્યની વૃદ્ધિ ઇત્યાદિ જાણવું – યાવત્ શિવાદેવી માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. ૦ ભ. અરિષ્ટનેમિનો જન્મ :
તે કાળે અને તે સમયે વર્ષાઋતુનો પ્રથમ માસ અને બીજો પક્ષ અર્થાત્ શ્રાવણ સુદ પાંચમના દિવસે નવ માસ (સાડા) સાત દિવસ પૂરા થતા – યાવત્ - ચિત્રા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થતા (મધ્ય રાત્રિએ) આરોગ્યવાળી માતાએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. જન્મનું વૃત્તાંત (ભ,મહાવીરમાં કહેવાશે તે પ્રમાણે) વર્ણન કરી લેવું. માત્ર પિતાના સ્થાને અહીં ("સિદ્ધાર્થને બદલ) સમુદ્રવિજય કહેવું. ૦ “અરિષ્ટનેમિ" નામ કેમ પડ્યું ? નામ આદિ વર્ણન :
પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં મહા મોટી એવી અરિષ્ટ રત્નની બનેલ નેમિ (અર્થાત્ ચક્રની ધાર) જોઈ હતી. તેથી આ બાળકનું નામ અરિષ્ટનેમિ થાઓ એમ કહી “અરિષ્ટનેમિ" નામ રખાયું. (કોઈ કહે છે કે રિઝ રત્નની નેમિ હતી પણ રિષ્ટ શબ્દ અમંગલ સૂચક છે તેથી અમંગલના પરિવાર માટે “અ” અક્ષર આગળ મૂકી “અરિષ્ટ" કર્યું) બીજો અર્થ એ કે, પ્રભુ ધર્મચક્રના નેમિભૂત હોવાથી અથવા અરિષ્ટનો ધ્વંશ કરવામાં નેમિ સમાન હોવાથી (સર્વે પણ તીર્થંકર) અરિષ્ટનેમિ કહેવાય છે.
અરિષ્ટનેમિ અહંતનું ગોત્ર ગૌતમ હતું. તેમના શરીરનો વર્ણ શ્યામ હતો. તેમનું કુળ હરિવંશ વૃષ્ણિ હતું. ૧,૦૦૮ શુભ લક્ષણોના ધારક હતા. વજઋષભનારી સંઘયણ અને સમચતુરસ્ત્રસંસ્થાન વાળા તેમજ મનમોહક મુખાકૃતિવાળા હતા. તેમના ત્રણ ભાઈઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org