________________
તીર્થકર ચરિત્ર–ભ,અરિષ્ટનેમિ-કથા
૧૮૯
રથનેમિ, સત્યનેમિ અને દઢનેમિ પણ આગમોમાં વિશેષ પ્રસિદ્ધ થયા છે. ૦ ભ૦અરિષ્ટનેમિનું પરાક્રમ દર્શન :
- જ્યારે કુમાર અરિષ્ટનેમિ અનુક્રમે મોટા થયા. બાલ્યભાવ છોડીને યૌવનને પામ્યા. દશ ધનુષની ઊંચાઈવાળો દેહ થયો. કૌતુક રહિત એવા પ્રભુ મિત્રો વડે પ્રેરાઈને એક વખત ફરતા ફરતા શ્રી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં પહોંચ્યા. ત્યાં કૌતુક જોવાને ઉત્સુક થયેલા મિત્રોની વિનંતીથી નેમિકુમારે શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રને આંગળી ઉપર રાખી કુંભારના ચાકડાની માફક ફેરવ્યું. શા ધનુષ્યને કમળના નાળચાની માફક વાળી દીધું. કૌમુદી ગદાને લાકડાની માફક ઉઠાવીને પોતાના ખભે રાખી દીધી અને પાંચજન્ય શંખને પણ જોરથી વગાડ્યો.
તે વખતે નેમિકુમારે પોતાના મુખેથી એટલો પવન ભરીને શંખ વગાડેલો કે જેના અવાજથી હાથીઓ બંધનતંભ ઉખેડી સાંકળો તોડીને ભાગવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવના ઘોડાઓ અશ્વશાળામાંથી ભાગી નીકળ્યા. નગરજનો ભયભીત થઈ ગયા, આખું શહેર જાણે બહેરું બની ગયું. શસ્ત્રશાળાના રક્ષકો મૃત થયા હોય તેમ પડી ગયા. એ ધ્વનિ સાંભળીને કોઈ શત્રુ ઉત્પન્ન થયાનું વિચારતા શ્રી કૃષ્ણ પણ આકુળ-વ્યાકુળ થઈને તુરંત આયુધ શાળામાં આવ્યા. અરિષ્ટનેમિએ શંખ વગાડ્યાની વાત જાણીને આશ્ચર્ય પામ્યા.
- ત્યાર પછી પોતાની ભુજાના બળની તુલના કરવા માટે શ્રી કૃષ્ણ અરિષ્ટનેમિને કહ્યું કે, “હે બંધુ આપણે બળની પરીક્ષા કરીએ” અરિષ્ટનેમિએ તે વાત સ્વીકારતા બંને વ્યાયામ શાળામાં આવ્યા. અરિષ્ટનેમિએ કૃણ વાસુદેવને કહ્યું કે, આપણે ભુજા બળની કસોટી કરીએ. કૃષ્ણ તે વાત સ્વીકારી ભુજાને લાંબી કરી. અરિષ્ટનેમિએ નેતરની લતાની માફક અથવા કમળના નાળચાની માફક પળવારમાં તે ભુજાને નમાવી દીધી. પછી અરિષ્ટનેમિએ પોતાની ભુજા લંબાવી. કૃષ્ણ પ્રબળ પ્રયત્નો કર્યા તો પણ તેને નમાવી ન શક્યા. ત્યારે કૃષ્ણ અરિષ્ટનેમિની ભુજાને છોડી દઈને કહ્યું કે, જેમ બળભદ્ર મારા બળથી જગને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી જગને તૃણ સમ ગણું છું.
પછી ખિન્ન મનવાળા કૃષ્ણ ચિંતાતુર બની વિચારવા લાગ્યા કે, આ મહાબલિષ્ઠ અરિષ્ટનેમિ મારા રાજ્યને લીલામાત્રમાં લઈ લેશે. ઘણાં કષ્ટ મેળવેલા મારા રાજ્યનો ભોક્તા એ જ થશે. પછી તે બલભદ્ર સાથે વિચારણા કરવા લાગ્યા કે હું વાસુદેવ હોવા છતાં અરિષ્ટનેમિની ભુજા નમાવી ન શક્યો ! આવા મહાબલિષ્ઠ અરિષ્ટનેમિ આપણું રાજ્ય લઈ લેશે, તો હવે શું કરવું? આવું વિચારતા હતા, તેવામાં આકાશમાં દેવવાણી થઈ કે, “આ અરિષ્ટનેમિ કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે.” પૂર્વે નમિનાથ તીર્થકરે પણ આ વાત કહી છે. આવી દેવવાણી સાંભળી કૃષ્ણ નિશ્ચિત થઈ ગયા. ૦ ભ, અરિષ્ટનેમિને વિવાહ માટે તૈયાર કરવા :
યુવાવસ્થાન પામેલા અરિષ્ટનેમિને એક વખત શિવાદેવી માતાએ કહ્યું કે, “હે પુત્ર! હવે તું લગ્ન કરવાની અનુમતિ આપ અને અમારા મનોરથ પુરા કર ! પ્રભુ બોલ્યા કે, “હે માતા ! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં પરણીશ” ભઅરિષ્ટનેમિ વૈરાગ્યરસથી ભિંજાયેલા હતા. કૃષ્ણ પણ આકાશવાણી સાંભળી નચિંત હતા છતાં નિશ્ચય કરવા માટે એક વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org