________________
૩૩૬
આગમ કથાનુયોગ-૧
યુક્ત સ્થાનમાં રહેવાનો પ્રસંગ આવે તો ગૃહસ્થ સંસર્ગનો ત્યાગ કરીને ધ્યાનમાં લીન રહેતા હતા. તેમને કોઈ કંઈ પૂછે તો પણ વાત કરતા ન હતા. અન્યત્ર ચાલ્યા જતા. પણ પોતાના ધ્યાનનું અતિક્રમણ કરતા ન હતા.
(૮) ભગવંત તેમનું અભિવાદન કરવાવાળાને આશીર્વચન કહેતા ન હતા કે, કોઈ પુણ્યહીન તેમને ડંડાથી મારે, તેમના વાળ ખેંચે અથવા અન્ય પ્રકારે કષ્ટ પહોંચાડે તો પણ તેમને શ્રાપ દેતા ન હતા. પણ સમભાવપૂર્વક માન–અપમાનને સહન કરતા હતા. ભગવંતની આ સાધના બીજા સાધકો માટે સુગમ ન હતી.
(૯) કોઈના અત્યંત તીણ કટુ અને અસહનીય કઠોર વચનોને સાંભળીને તે મહામુનિ તેના પર ધ્યાન આપતા ન હતા. નૃત્ય અને ગીતોને સાંભળીને તથા દંડયુદ્ધ અને મુષ્ટિયુદ્ધને જોઈને હર્ષિત કે વિસ્મિત થતા ન હતા.
(૧૦) પરસ્પર કામોત્તેજક કથામાં આસક્ત લોકોને જ્ઞાતપુત્ર ભગવંત મહાવીર હર્ષ કે શોકથી રહિત થઈને જોતા હતા. પણ આ દુર્દમનીય કથાનું સ્મરણ પણ ન કરતા એવા વિચરણ કરતા હતા.
(૧૧) ભગવંત બે વર્ષથી પણ કંઈક અધિક સમય સુધી ગ્રહવાસમાં રહેતા હોવા છતાં પણ સચિત જળને પીધા વિના દીક્ષિત થયેલા. એકત્વ ભાવનાથી પોતાના અંતઃકરણને ભાવિત કર્યું હતું. ક્રોધ પર વિજય પ્રાપ્ત કરેલ હતો. એવા તે જ્ઞાન-દર્શન સંપન્ન ભગવંત ઇન્દ્રિયો અને અંતઃકરણનું ઉપશમન દમન કરતાકરતા વિચરણ કરતા હતા.
(૧૨) પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, શૈવાલ આદિ અને બીજ તથા વિવિધ પ્રકારની લીલી વનસ્પતીઓ અને ત્રસકાય એ બધાને સારી રીતે જાણીને જયણાપૂર્વક વિચરતા હતા.
(૧૩) આ પૃથ્વીકાયાદિ જીવો સચિત્ત છે, તેનામાં ચેતના છે, એ પ્રમાણે વિચારીને તથા તેના સ્વરૂપને સારી રીતે સમજીને ભગવંત મહાવીર તેના આરંભ સમારંભનો ત્યાગ કરીને વિચરતા હતા.
(૧૪) (ભગવંત સમજતા હતા કે, સ્થાવર જીવ ત્રસકાયરૂપે અને ત્રસકાય જીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અથવા સંસારી પ્રાણી યોનિઓમાં આવાગમન કરે છે. તથા અજ્ઞાની જીવ પોતપોતાના કર્મ અનુસાર વિભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થાય છે.
(૧૫) ભગવંત જાણતા હતા કે મમત્વયુક્ત અજ્ઞાની જીવ કર્મથી પીડાય છે અને બધાં પ્રકારના કર્મનું સ્વરૂપ સમજીને ભગવંતે તે પાપકર્મનો પરિત્યાગ કરી દીધો હતો.
(૧૬) તે મેઘાવી અને સર્વભાવ જ્ઞાતા ભગવંતે બે પ્રકારની ક્રિયા (સાંપરાયિક અને ઇર્યાપથિકી)ને સમ્યક્ પ્રકારે જાણીને બીજી ક્રિયાને અનુપમ કહી હતી અને પહેલી ક્રિયાને કર્મો આવવાનો સ્ત્રોત બતાવેલ. તેથી તે ક્રિયાને તથા અતિપાત હિંસા સ્ત્રોત અને યોગરૂપ સ્રોતને સર્વ પ્રકારે કર્મબંધનનું કારણ સમજીને તેનાથી નિવૃત્ત થવાનું અને સંયમ અનુષ્ઠાનનું પ્રતિપાદન કરેલ.
(૧૭) ભગવંતે સ્વયં પાપદોષથી રહિત નિર્દોષ અનાવૃષ્ટિનો આશ્રય લઈને બીજાઓને પણ હિંસા ન કરવાની પ્રેરણા આપી હતી. તથા સ્ત્રીઓનું યથાર્થ સ્વરૂપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org