________________
તીર્થંકર ચરિત્ર–ભ-મહાવીર–કથા
૩૩૫
૧૩. એક મહાભદ્રપ્રતિમા ચાર દિવસ પ્રમાણની ૧૪. એક સર્વતોભદ્રપ્રતિમા દશ દિવસના પ્રમાણની, ૧૫. એક દિક્ષાના દિવસનો તપ અને ત્રણસો ઓગણ પચાશ (૩૪૯) પારણાના દિવસો ગયા. પણ ભગવંતે નિત્ય ભોજન કે એક ઉપવાસ તપ કદી નહોતા કર્યા. જઘન્યથી ભગવંતે છઠ તપ કરેલો. સર્વે તપ નિર્જલ કરેલો. ખીર આદિ આહાર સિવાય કોઈ પાનભોજન કરેલ નહીં.
ભગવંત મહાવીરને બાર વર્ષ અને સાડા છ માસના છદ્મસ્થ પર્યાયમાં ફક્ત ૩૪૯ દિવસ જ આહાર કર્યો. બાકીના દિવસો નિર્જળ અને નિરાહાર રહેલા. ૪ (તપ માટે આ કથામાં આગળ લખેલ ભગવંતની આહાચર્યા પણ જોવી) તથા ઉત્સુટુક આસન પ્રતિમાએ ભગવંત રહ્યા હતા. આ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે તપોગુણમાં રત મુનિએ અનુક્રમે વિચરણ કરતા સાડા બાર વર્ષના છદ્મસ્થ પર્યાયમાં ઘોર-રૌદ્ર પરીષહોને ભગવંત મહાવીરે સહન કર્યા. ૦ ભગવંતની જીવન–ચર્યા :
આચારાંગ સૂત્ર ૨૫ થી ૩૩૪માં ભગવંતની સમગ્ર જીવનચર્યાનું વર્ણન છે. જે નિમ્નોક્ત વિવિધરૂપે જૂ કરેલ છે. જેમાં ૦ ભગવંતની ચર્યા - ભગવંતની શય્યા-નિષદ્યા, ૦ ભગવંતને અનાર્યભૂમિમાં થયેલ પરીષહ–ઉપસર્ગ - ભગવંતનું ચિકિત્સા વર્જન, ૦ ભગવંતની આહાર ચર્યા. આટલા વિભાગોમાં ભગવંતની સમગ્ર જીવનચર્યાનું દર્શન છે. ૦ ભગવંતની ચર્યા :
(૧) જે પ્રમાણે મેં શ્રમણ ભગવંત મહાવીરની ચર્ચાનું શ્રવણ કરેલ છે તે પ્રમાણે જ હું કહીશ. જે રીતે તેમણે કર્મક્ષય માટે પ્રવૃત્ત થઈને અને તત્વને જાણીને તે હેમંત ઋતુમાં તત્કાળ પ્રવ્રજિત થઈને વિહાર કર્યો.
(૨) હું આ વસ્ત્રથી હેમંત કાળમાં શરીરને ઢાંકીશ એવા અભિપ્રાયથી તેને ગ્રહણ કરેલું ન હતું. કેમકે ભગવંત તો સંસાર અને પરીષહના પારગામી હતા. માવજીવન એ વૃત્તિને ધારણ કરવાવાળા હતા. પરંતુ પૂર્વવર્તી અન્ય તીર્થકરોએ પણ ગ્રહણ કરેલ હતું. તેથી ભગવંત મહાવીરે પણ વસ્ત્રને ગ્રહણ કરેલું.
(૩) ભગવંતના શરીરમાંથી નીકળતી સુગંધથી આકર્ષાઈને ઘણી જાતના જીવજંતુ તેમના શરીર પર બેસવા અને રહેવા લાગ્યા. ચાર મહિનાથી અધિક સમય સુધી માંસ અને લોહીનું આસ્વાદન કરવા માટે શરીર ઉપર ચઢીને ડંખ મારતા રહ્યા.
(૪) તે અણગાર ભગવંત તેર મહિના સુધી વસ્ત્રને ધારણ કરીને રહ્યા. ત્યાર પછી વસ્ત્ર ત્યાગીને અચેલક થઈ ગયા.
(૫) ભગવંત પુરુષ પ્રમાણ આગળના માર્ગને અર્થાત્ રથની ધરી પ્રમાણ ભૂમિને જોતા-જોતા ઇર્યાસમિતિનું પાલન કરતા ચાલતા હતા. તેઓને આ પ્રમાણે ચાલતા જોઈને ઘણાં બાળકો ડરીને ધૂળ વગેરે ફેંકતા અને હલ્લો મચાવી કોલાહલ કરતા હતા.
(૬) જો ગૃહસ્થો અને અન્યતીર્થિકવાળી વસતિમાં વિશ્રામ હેતુ રહેવાનો પ્રસંગ આવે અને ત્યાંની સ્ત્રીએ કામેચ્છા પ્રગટ કરે ત્યારે ભગવંત મૈથુનના પરિણામને જાણીને તેમનું સેવન ન કરતા પણ પોતાના આત્મામાં લીન બની સદા શુભધ્યાનમાં સંલગ્ન રહેતા.
(૭) તે ઋજુ પરિણામી ભગવંત એ રીતે વિચરતા હતા કે કદાપી ગૃહસ્થોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org