________________
તીર્થંકર ચરિત્ર—ભમહાવીર—કથા
ન વિચારવું. કેમકે ભઋષભના કથાનકમાં કરાયેલ “જન્મ કલ્યાણક મહોત્સવ” વર્ણન સર્વ તીર્થંકરો માટે એકસમાન જ જાણવું. અહીં તો માત્ર વર્ણનનું સ્વરૂપ બદલાયું છે. તદુપરાંત પ્રસ્તુત કથાનકની કલ્પસૂત્રીયા વૃત્તિ પણ અણસ્પર્શી ન રહે તે ઉદ્દેશની જાળવણીના હેતુથી આ સંક્ષિપ્ત વર્ણન રજૂ કર્યું છે)
પ્રભુના જન્મ સમયે અચેતન દિશાઓ પણ હર્ષિત થઈ હોય તેવી રમણીય દેખાવા લાગી. સુખકર અને મંદમંદ પવન વાઈ રહ્યો હતો. ત્રણે જગત્ ઉદ્યોતમય થઈ ગયા. આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા. પૃથ્વી ઉચ્છ્વાસને પામી અને દુઃખ વ્યાસ નારકીના જીવોને પણ તે સમયે આનંદ પ્રવર્તો.
તે વખતે ભગવંતનો જન્મ મહોત્સવ ઉજવવા સર્વ પ્રથમ છપ્પન દિક્કુમારીઓ આવીને પોતાના શાશ્વત આચાર કરે છે તે આ પ્રમાણે ભમહાવીરના જન્મ સમયે દિકુમરીઓના આસન કંપ્યા. ત્યારે અવધિજ્ઞાન વડે તે દિકુમરીએ અરિહંત પરમાત્માનો જન્મ થયો તે જાણ્યું. તે દિકુમરીઓ હર્ષપૂર્વક સૂતિકા ઘરમાં આવી.
પહેલા અધોલોકની આઠ દિકુમારીઓ :- ૧. ભોગંકરા, ૨. ભોગવતી, ૩. સુભોગા, ૪. ભોગમાલિની, ૫. સુવત્સા, ૬. વત્સમિત્રા, ૭. પુષ્પમાલા અને ૮. અનિંદિતા આવી. આવીને પ્રભુને તથા પ્રભુની માતાને તેમણે નમસ્કાર કર્યાં. પછી ઇશાન દિશામાં સૂતિકાઘર બનાવ્યું તથા તે સૂતિકાધરથી એક યોજન સુધી ચારે તરફ જમીનને સંવર્ત વાયુ વડે શુદ્ધ કરી. (આ આઠ નામોમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અને સ્થાનાંગ સૂત્રમાં નામ ભેદ છે, જેનો ઉલ્લેખ ભ૰ઋષભ કથાનકમાં અમે કરેલો છે.)
૨૫૭
પછી ઉર્ધ્વલોકવાસિની આઠ દિક્કુમારી આવી :- ૯. મેઘંકરા, ૧૦. મેઘવતી, ૧૧. સુમેઘા, ૧૨. મેઘમાલિની, ૧૩. તોયધારા, ૧૪. વિચિત્રા, ૧૫. વારિષણા અને ૧૬. બલાહકા. આ આઠ દિક્કુમારીઓએ આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કર્યા. પછી સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ કરી. (આ નામો આવશ્યક નિર્યુક્તિમાં પણ આ જ પ્રમાણે છે પરંતુ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને સ્થાનાંગમાં નામોમાં ફેરફાર છે જેની નોંધ અમે ભઋષભના કથાનકમાં કરી છે.)
પછી પૂર્વ દિશાના રુચક પર્વતથી આઠ દિકુમારીઓ આવી :- ૧૭. નંદા, ૧૮. નંદુત્તરા (ઉત્તરાનંદા), ૧૯. આનંદા, ૨૦. નંદિવર્ધના, ૨૧. વિજયા, ૨૨. વૈજયંતી, ૨૩. જયંતી અને ૨૪. અપરાજિતા. આ આઠ દિકુમારી મુખદર્શનના હેતુથી પ્રભુ તથા માતા સન્મુખ દર્પણ ધરે છે.
પછી દક્ષિણ દિશાના રૂચક પર્વતથી આઠ દિકુમારીઓ આવી :- ૨૫. સમાહારા, ૨૬. સુપ્રદત્તા, ૨૭. સુપ્રબુદ્ધા, ૨૮. યશોધરા, ૨૯. લક્ષ્મીવતી, ૩૦. શેષવતી, ૩૧. ચિત્રગુપ્તા અને ૩૨. વસુંધરા. આ આઠ દિકુમારીઓ સ્નાન માટે જળથી ભરેલા કળશોને ધારણ કરી ગીતગાન કરતી ઊભી રહે છે. (અહીં આવશ્યક નિયુક્તિ ૧૮૭ની વૃત્તિમાં ‘શેષવતી’ને બદલે ‘ભોગવતી' નામ છે.)
પછી પશ્ચિમ દિશાના રૂચક પર્વતથી આઠ દિકુમારીઓ આવી :- ૩૩. ઇલાદેવી, ૩૪. સુરાદેવી, ૩૫. પૃથિવી, ૩૬. પદ્માવતી, ૩૭. એકનાસા, ૩૮. નવમિકા, ૩૯. ભદ્રા અને ૪૦. શીતા. આ આઠ દિકુમારીઓ પ્રભુને તથા માતાને પવન નાંખવા માટે હાથમાં Jain ૧/૧૭ international
For Private & Personal Use Only
www.jainelibrary.org