________________
તીર્થકર ચરિત્ર–ભઋષભકથા
૭૫
૦ પરમાત્માના નામો :
કૌશલિક અત્ ઋષભ કાશ્યપગોત્રીય હતા. તેમના પાંચ નામ આ પ્રમાણે છે :૧. ઋષભ, ૨. પ્રથમ રાજા, ૩. પ્રથમ ભિક્ષાચર, ૪. પ્રથમ જિન, . પ્રથમ તીર્થંકર અથવા (મરૂદેવા માતાની કુલિમાં) પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થકર, પ્રથમ ધર્મવર ચાતુરંત ચક્રવર્તી એવા કૌશલિક અહંતુ સમુત્પન્ન થયા.
(આ બધાં જ નામો કેમ પડ્યા ? તેનું રહસ્ય આ કથાનકમાં ક્રમશઃ આપેલ છે).
૧. ઝડષભ-(ઉસભ) :- (૧) તેમની બંને જાંઘમાં વૃષભ (ઉસભ) લંછન હોવાથી તે ઋષભ કહેવાયા અથવા (૨) તેમની માતાએ જોયેલા ચૌદ સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયેલ હોવાથી તેમનું ‘ઋષભ' એવું નામ પડાયું. (ઋષભ અને વૃષભને બાવળા નિતિ ૧૦૮૦ની વૃત્તિમાં એકાર્થક શબ્દ કહ્યા છે)
(૩) સંયમનો ભાર વહન કરવામાં ઋષભ સમાન હોવાથી પણ ઋષભ કહેવાયા. (४) वृषभो वा इति संस्कारः तत्र वृषभ इव वृषभ इति वा (૫) વૃવે મતિ રૂતિ વા વૃક્ષમઃ |
૨. કૌશલિક :- કોશલ (અયોધ્યાનું બીજું નામ) દેશમાં ઉત્પન્ન થયા હોવાથી તેને કૌશલિક નામે પણ બોલાવાયા.
૩. પ્રથમ રાજા :- આ અવસર્પિણીમાં નાભિ કુલકરના આદેશથી યુગલિકોની વ્યવસ્થા અને શાસન માટે તથા શક્ર દ્વારા પ્રથમ અભિષેક થયો હોવાથી તે પ્રથમ રાજા કહેવાયા.
૪. પ્રથમ જિન :- (આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં) રાગદ્વેષને સર્વ પ્રથમ જિતનાર હોવાથી પ્રથમ જિન કહેવાયા (અથવા) સ્થાનાંગ સૂત્ર અભિપ્રાય અનુસાર જિનત્વ ત્રણ પ્રકારે છે. અવધિ, મન:પર્યવ અને કેવલી તે રીતે ઋષભદેવ પ્રથમ મન:પર્યવજ્ઞાની હોવાથી પ્રથમ જિન કહેવાયા.
૫. પ્રથમ કેવલી :- ઋષભદેવ આ કાળમાં પહેલા કેવલી–સર્વજ્ઞ થયા તેથી તેનું એક નામ પ્રથમ કેવલી પડેલ.
૬. પ્રથમ તીર્થકર :- તીર્થંકર નામકર્મના ઉદયથી તેમણે આ કાળમાં સર્વપ્રથમ ચતુર્વર્ણ સંઘની સ્થાપના કરી તેથી પ્રથમ તીર્થકર કહેવાયા.
૭. પ્રથમ ધર્મવર ચાતુરંત ચક્રવર્તી :- ધર્મ વડે ચાર ગતિના અંતને કરનારા (દેખાડનારા) એવા હોવાથી પ્રથમ ધર્મવર ચાતુરંત ચક્રવર્તી નામ થયું.
૮. પ્રથમ ભિક્ષાચર :- યુગલિકોમાં ભિક્ષાનો પ્રશ્ન ન હતો. ઋષભદેવે આ કાળમાં સર્વપ્રથમ ભિક્ષા ગ્રહણ કરી, ભિક્ષાવિધિ પ્રતિપાદિત કરી માટે પ્રથમ ભિક્ષાચર કહ્યા. ૦ પ્રભુનો આહાર :
ઋષભદેવ પ્રભુ અભુત સ્વરૂપવાળા હતા. અનેક દેવદેવીથી પરિવરેલા અને સકલગુણો વડે અન્ય યુગલિક મનુષ્યોથી પરમ ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે મોટા થવા લાગ્યા. તેમના ગૃહાવાસમાં આહાર સંસ્કાર વિધિ હતી નહીં. વળી સર્વ તિર્થંકરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org