________________
આગમ કથાનુયોગ-૧
હતી. તેણીએ આ સાંભળ્યું. અચ્છંદકને તેની સ્ત્રી સાથે અણબનાવ હતો. જે દિવસે તેની આંગળીઓ છેદાઈ તે જ દિવસે તેણે તેની પત્નીને મારેલી. તેણીએ વિચાર્યું કે, લોકોને આવવા દો એટલે બધું કહી દઉં. લોકોએ આવીને તેણીને પૂછયું ત્યારે તેણી બોલી કે એ પાપીનું નામ જ ન લેશો. તે પોતાની સગી બહેનને પણ ભોગવે છે. આ રીતે લોકોમાં તેનો તિરસ્કાર થયો કે, આ પાપીને કદી ભિક્ષા પણ ન આપવી. ત્યારે અચ્છેદક ભગવંત પાસે આવીને બોલ્યો કે, હે ભગવંત ! આપતો બીજે જશો તો પણ પૂજાઓ છો, પણ હું ક્યાં જઉં ? ત્યારે ભગવંતે વિચાર્યું કે, અહીં રહેવાથી આને અપ્રીતિ થશે. ભગવંતને અભિગ્રહ હતો કે, અપ્રીતિ થાય તે સ્થાનમાં રહેવું નહીં. તેથી ભગવંત ત્યાંથી વિહાર કર્યો. ૦ મોરાક સંનિવેશથી વિહાર - ચંડકૌશિક સર્પને પ્રતિબોધ :
-Ow
૨૯૨
ત્યાંથી દક્ષિણ વાચાલ અને ઉત્તર વાચાલ બે માર્ગ હતા. બંને માર્ગે નદી હતી. સુવર્ણવાલુકા અને રૂપ્યવાલુકા. ભગવંત દક્ષિણ વાચાલથી ઉત્તર વાચાલ તરફ જતા હતા. ત્યાં સુવર્ણવાલુકા નદીને કાંઠે કાંટામાં તેમનું વસ્ત્ર ભરાઈ ગયું. (આ ઘટનાનું વર્ણન ભગવંતના અચેલકત્વમાં આવી ગયું છે.)
ત્યારપછી ભગવંત ઉત્તરવાચાલ તરફ ચાલ્યા. ત્યાં વચ્ચે કનકખલ નામનો આશ્રમ હતો. ત્યાંથી જવા માટે બે માર્ગ હતા. એક સરળ માર્ગ અને બીજો કઠિન. સરળ માર્ગ કનકખલ આશ્રમમાંથી થઈને જતો હતો. કઠિન માર્ગ થોડો લાંબો હતો. સ્વામી કઠિન માર્ગ છોડીને સરળ માર્ગે ચાલ્યા. માર્ગમાં ગોવાળોએ તેમને કહ્યું કે, એ માર્ગે ન જશો. આ માર્ગમાં ચંડકૌશિક નામે એક દૃષ્ટિવિષ સર્પ રહે છે. પણ ભગવંત જાણતા હતા કે, તે સાપ ભવિજીવ છે. ભવ્ય હોવાને લીધે તે જરૂર પ્રતિબોધ પામવાનો છે. તેથી ચંડકૌશિક પ્રત્યેની કરુણાને લીધે ભગવંત તે જ માર્ગે આગળ ચાલ્યા. ત્યાં જઈને યક્ષગૃહમંડપમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા.
તે સર્પ પૂર્વભવમાં કોણ હતો ? તે ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી ‘‘ક્ષમક'' નામે સાધુ હતા. તે તપસ્વી સાધુ એક વખત તપસ્યાના પારણે કોઈ બાળમુનિને લઈને ગૌચરી વહોરવા ગયા. ચાલતા-ચાલતા તેના પગ નીચે આવીને એક નાની દેડકી મરી ગઈ. તે બાળ સાધુએ ઇરિયાવહી પ્રતિક્રમતા તેમને દેડકીની વિરાધના થયાનું યાદ અપાવ્યું. ત્યારે તે સાધુ કહે કે, શું મેં તે દેડકી મારી છે ? લોકોએ મારી છે. ત્યારે બાળસાધુએ માન્યું કે, સાંજે પ્રતિક્રમણ વેળાએ તેની આલોચના કરશે. જ્યારે તે સાધુ પ્રતિક્રમણ વેળા આલોચના કરવા ઉપસ્થિત થયા ત્યારે ફરી બાળસાધુને થયું કે, આ ખરેખર ભૂલી ગયા લાગે છે. તેણે ફરી દેડકીની વિરાધના થયાનું યાદ કરાવ્યું. તે વખતે ક્રોધિત થયેલા તે સાધુ, બાળસાધુને મારવા દોડ્યા. ત્યારે થાંભલામાં અથડાઈને મૃત્યુ પામ્યા. શ્રામણ્યવિરાધનાથી તે જ્યોતિષ્ક દેવપણે ઉત્પન્ન થયા.
જ્યોતિષ્ક દેવપણાથી ચ્યવીને કનકખલ આશ્રમમાં પાંચસો તાપસોના કુલપત્નીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તે પુત્રનું ‘‘કૌશિક' નામ રાખ્યું. તે સ્વભાવથી અત્યંત ક્રોધી હતો. ત્યાં તાપસોમાં બીજા પણ કૌશિક નામવાળા હતા. તેથી તેનું નામ ચંડકૌશિક રખાયું. કુલપતિના મૃત્યુ બાદ તે ચંડકૌશિક કુલપતિ થયો. તેને તે વનખંડમાં ઘણી મૂર્છા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org