SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૯૧ પ્રભુના શરીરમાં પ્રવેશી સિદ્ધાર્થ વ્યંતર આ રીતે બોલતો હતો. તે જતા આવતા પથિકોને આ રીતે ત્રણે કાળની વાતો કરવા લાગ્યો. એ રીતે તે વાત આખા ગામમાં ફેલાવા લાગી. ઉદ્યાનમાં એક દેવાર્ય પધાર્યા છે. તે અતીત, અનાગત, વર્તમાન બધું જ જાણે છે. તે સાંભળી બીજા–બીજા લોકો પણ ત્યાં આવવા લાગ્યા. તે બધાંને તેણે ત્રણે કાળની ઘટના કહેવાની શરૂ કરી. એ રીતે લોકોને આવજીને પ્રભુનો મહિમા વધારી દીધો. જ્યારે લોકોએ કહ્યું કે, આ અચ્છેદક જ્યોતિષી પણ બધું જાણે છે ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે, તે કંઈ જાણતો નથી. ત્યારે લોકોએ અચ્છેદકને જઈને કહ્યું કે, તને કંઈ જ્યોતિષ જ્ઞાન નથી દેવાર્ય (ભગવંત) તો બધું જ જાણે છે. અચ્છેદકે લોકોને કહ્યું કે, ચાલો ત્યાં જઈએ. જો તે મારી આગળ પોતાનું જ્ઞાન સાબિત કરે તો માનવું કે, તે જ્ઞાતા છે. ત્યારે બધાં લોકો તેની સાથે આવીને ભગવંત પાસે ઉપસ્થિત થયા. અચ્છેદકે એક તણખલું હાથમાં લીધું અને ભગવંતને પ્રશ્ન કર્યો કે, બોલો આ તણખલું મારાથી તુટશે કે નહીં ? તેના મનમાં એમ હતું કે, જો તણખલું તુટશે' એમ કહેશે તો નહીં તોડું અને “નહીં તુટે" એમ કહેશે તો તોડી નાખીશ. એ રીતે ભગવંતની વાણી જૂઠી પાડીશ. ત્યારે ભગવંતના શરીરમાં રહેલા સિદ્ધાર્થે કહ્યું કે, તે તણખલું તુટશે. નહીં. તે સાંભળી અચ્છેદક તરણું તોડવા માટે તત્પર બન્યો. હવે આ વખતે શક્રેન્દ્ર વિચારતો હતો કે, પ્રભુ હાલ જ્યાં વિચરતા હશે ? અવધિજ્ઞાન વડે તેણે આ વૃત્તાંત જાણ્યું. “પ્રભુની વાણી અસત્ય ન થાઓ' એમ વિચારી ઇન્દ્ર વજ છોડ્યું. અચ્છેદનની દશે આંગળી છેદીને જમીન પર પાડી દીધી. તેથી તૃણ છેદયું નહીં. ભગવંતની વાણી જૂઠી પાડવા અચ્છેદકે જે તરકટ રચેલું તેનાથી સિદ્ધાર્થ તેના પર ઘણો રોષાયમાન થયો અને લોકો દ્વારા પણ ઘણો તિરસ્કાર પામ્યો. ત્યાર પછી સિદ્ધાર્થે તેને હલકો પાડવા લોકોને કહ્યું કે, આ અચ્છેદક ચોર છે. ત્યારે લોકોએ પૂછયું કે, તેણે કોનું શું ચોર્ય છે ? સિદ્ધાર્થે પૂછયું કે, આને વરઘોષ નામનો નોકર હતો? તે પગે પડીને બોલ્યો કે, હા હું વીરઘોષ છું. તારે ક્યારેય દશ પલ પ્રમાણનો વાટકો ખોવાયો છે ? તે બોલ્યો, હા! ખોવાયો છે. તે આ અચ્છેદકે ચોર્યો છે. જા તેના ઘરની પાછળ પૂર્વ દિશામાં ખજૂરીના વૃક્ષની નીચે એક હાથ પ્રમાણ જઈને ખોદીને લઈ લે. વીરઘોષ જઈને “કલકલ' અવાજ કરતો તે વાટકો લાવ્યો. સિદ્ધાર્થે કહ્યું, હવે આ અચ્છેદકનું બીજું પરાક્રમ સાંભળો. અહીં કોઈ ઇન્દ્રશર્મા નામનો ગૃહપતિ છે? ત્યારે ઇન્દ્રશર્મા જાતે આવીને બોલ્યો કે, હા હું જ તે છું. “સ્વામી આજ્ઞા કરો.” અમુક સમયે તારો ઘેટો ખોવાયો છે ? ઇન્દ્રશર્માએ હા કહી. તેને આ અચ્છેદક મારીને ખાઈ ગયો છે તે ઘેટાના હાડકાં બોરડીના વૃક્ષ નીચે જમણી બાજુ દાઢ્યા છે. ઇન્દ્રશર્માએ ત્યાં જઈને તપાસ કરી. તે પણ મોટેથી અવાજ કરતો આવ્યો કે, હા ! હાડકા ત્યાં જ છે. પછી સિદ્ધાર્થે કહ્યું કે, તેનું ત્રીજું પરાક્રમ કહેવા જેવું નથી. – લોકોએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું કે, તેનું ત્રીજું દુશ્ચરિત્ર તેની પત્નીને જઈને પૂછો તે જ કહેશે. અછંદકની સ્ત્રી તેના દોષ શોધતી ત્યાંજ ઊભી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy