________________
૯૪
આગમ કથાનુયોગ-૧
ત્યાર પછી અવધિજ્ઞાનના ઉપયોગ વડે મેં દેવભવ પ્રાપ્તિનું કારણ જાણ્યું. પછી લલિતાંગ દેવની સાથે યુગંધર ગુરુને વંદન કરવાને માટે નીચે આવી. તે સમયે તે જ અંબરતિલકના મનોરમ ઉદ્યાનમાં સ્વગણ સાથે તે સમવસરેલા હતા. ત્યારે હું સંતુષ્ટ વદને ત્યાં ગઈ. ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેમને વંદન કર્યું. નિવેદન કર્યું. પછી દેવ સાથે નિરૂપસર્ગ એવા કામભોગને ઘણાં કાળ સુધી મેં અનુભવ્યા.
હે માતા ! તે દેવ પણ આયુષ્યનો ક્ષય થવાથી ઓવ્યો. પણ તે જ્યાં ઉત્પન્ન થયો તે હું જાણતી નથી. હું પણ તેના વિયોગના દુઃખથી પીડાતી ઍવીને અહીં ઉત્પન્ન થઈ. દેવઉદ્યોત જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે દેવને મનમાં અવધારીને મેં મૂકત્વ ધારણ કર્યું છે. હું તેમના વિના કોઈ સાથે વાત કરવા ઇચ્છતી નથી.
તે વાત સાંભળીને અંબધાત્રીએ મને કહ્યું, હે પુત્રી ! સારું થયું તેં મને આ વાત કહી. હવે તારા પૂર્વભવનું ચરિત્ર આલેખીને હું ભ્રમણ કરીશ. તે લલિતાંગ દેવ જો મનુષ્યપણે આવેલ હશે તો તે પોતાનું ચરિત્ર જોઈને જાતિ સ્મરણને પામશે. તો તું તેની સાથે ફરી વિષયસુખને અનુભવી શકીશ.
ત્યાર પછી એક ચિત્રપટ તૈયાર કર્યો. તેમાં પહેલા નંદિગ્રામ આલેખ્યું, અંબરતિલક પર્વત સંશ્રિત અશોકતલ પર બિરાજિત ગુરુને આલેખ્યા. દેવયુગલને વંદન કરવા આવેલ દેખાડ્યું. ઇશાન કલ્પ, શ્રીપ્રભ વિમાન દોર્યું. પછી મહાબલ રાજા સાથે સ્વયંબુદ્ધ અને સંભિન્નસ્રોતને દેખાડ્યા. તપ વડે શોષિત કાયાવાળી નિમિકા, લલિતાંગદેવ અને સ્વયંપ્રભાને નામ સહિત બતાવ્યા. પછી તે ધાત્રી ધાતકીખંડ કીપે જવા માટે નીકળ્યા. પછી થોડા કાળમાં પ્રસન્ન મુખે પાછા ફર્યા.
તેણીએ આવીને કહ્યું, હે પુત્રી ! તું ચિંતા છોડી દે. મેં લલિતાંગને જોઈ લીધો છે. મેં કહ્યું કે માતા ! બરાબર કહો. તેણી બોલ્યા, મેં રાજમાર્ગ પટ્ટક ફેલાવેલો. આલેખનકળાકુશલો તેની પ્રશંસા કરતા હતા. દુમષરાજાનો પુત્ર દુર્દીતકુમાર પરિવાર સહિત આવ્યો. મુહૂર્ત માત્ર આ પટ્ટ જોઈને તે મૂર્ણિત થઈ પડી ગયો. ક્ષણવાર પછી આશ્વસ્ત થયો. તેના માણસો પૂછવા લાગ્યા, હે સ્વામી ! તમે કેમ મૂર્શિત થયા ? તે બોલ્યો કે આ પટ્ટમાં લખેલ ચરિત્ર જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું.
હું જ લલિતાંગ દેવ હતો, સ્વયંપ્રભા મારી દેવી હતી. મેં પણ પૂછયું, હે પુત્ર ! આ સંનિવેશ કુયું છે ? તેણે કહ્યું, આ પુંડરિકિણી નગરી છે. આ અણગાર કોણ છે ? તે મને યાદ નથી. સૌધર્મ કહ્યું છે. આ કોઈ રાજા છે, જે મંત્રી સહિત છે. આ તપસ્વીની કોણ છે ? તેનું નામ જાણતો નથી. તેં જન્માંતરમાં આ બધું ભોગવ્યું છે, તો કેમ ભૂલાય? મેં તેણીના કહેવાથી જ તારી માર્ગણાગવેષણા કરી છે.
તેટલામાં લોહાર્શલ ધન નામનો કુમાર આવ્યો. તેણે કહ્યું કે, આ મારું ચરિત્ર છે. હું લલિતાંગ નામે દેવ હતો. સ્વયંપ્રભા મારી દેવી હતી. ત્યારે મેં તેને પૂછયું કે, આ સંનિવેશ કયું છે ? તેમે કહ્યું, નંદિગ્રામ. આ અંબરતિલક પર્વત છે. આ યુગંધર આચાર્ય છે. આ શ્રમણે નિર્નામિકાને બોધ આપેલો. આ મહાબલ રાજા છે, તેની સાથે સયંબુદ્ધ અને સંભિન્નશ્રોત મંત્રીઓ છે. આ ઇશાનકલ્પ છે. શ્રીપ્રભ વિમાન છે. એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org