________________
૧૧૦.
આગમ કથાનુયોગ-૧
કાળે રોહિણી નક્ષત્રનો ચંદ્રમાં સાથે યોગ પ્રાપ્ત થયો ત્યારે સપ્તપર્ણ નામના વૃક્ષ નીચે કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયા. સમવસરણ મધ્યે રચાયેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ બે ગાઉ અને ૧૪૦૦ ધનુષની હતી. પ્રભુના કેવળજ્ઞાનને દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રર્વર્તન થયું હતું.
અજિતનાથ પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુખેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે પ્રભુનો ઉપદેશ તેઓ માટે સુગમ હતો.
- અજિતનાથ પ્રભુને લ્પ ગણ થયા, ૫ ગણધરો થયા. આ મત આવશ્યકનો છે. સમવાય અને તીર્થોદ્ગારિતના મતે ૯૦ ગણ અને ૯૦ ગણધરો થયા છે. તેમના પ્રથમ શિષ્ય સિંહસેન હતા. પ્રથમ શિષ્યા ફલ્ગ હતા. તેમની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની એક લાખની, શ્રમણીઓની ૩,૩૦,૦૦૦ શ્રાવકોની ૨,૯૮,૦૦૦ અને શ્રાવિકાઓની ૫,૪૫,૦૦૦ની હતી.
અજિતનાથ પ્રભુના શિષ્યોમાં ૯,૪૦૦ અવધિજ્ઞાની, ૧૨,૫૫૦ મન:પર્યવજ્ઞાની, ૨૨,૦૦૦ કે વલી, ૩, ૭૨૦ ચૌદપૂર્વી, ૧૨,૪૦૦ વાદીમુનિ અને ૨૦,૪૦૦ વૈક્રિયલબ્ધિધર મુનિની ઉત્કૃષ્ટ સંપદા થઈ.
પ્રભુ એક પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. આ મત આવશ્યકનો છે. સમવાયના મતે તેમનો શ્રમણ પયય એક લાખ પૂર્વનો હતો. (પૂવગનો અર્થ આવશ્યક નિર્યુક્તિ અવયૂરીમાં ૮૪ લાખ વર્ષ કર્યો છે.) તેમાં ૧૨ વર્ષનો છદ્મસ્થ કાળ હતો. શેષકાળ કેવલી પર્યાયમાં રહ્યા. ૭૨ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવીને ચૈત્ર સુદ પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રનો ચંદ્રમાં સાથે યોગ પ્રાપ્ત થયો ત્યારે પ્રભુ એક હજાર મુનિવર સાથે સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા. પ્રભુએ નિર્વાણ પૂર્વે એક માસનો અનશન તપ (માસિક ઉપવાસ) કરેલ હતો.
અજિતનાથ પ્રભુ નિર્વાણ પછી ત્રીશ લાખ કરોડ સાગરોપમના કાળ વીત્યા બાદ ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ થયા.
અજિતનાથ ભગવંતના સમયમાં સૌથી વધુ ૧૭૦ તીર્થકરો વર્તતા હતા. તેના શાસનમાં અનેક પુત્ર-પૌત્રાદિ વિશાળ પરિવારવાળા મનુષ્યો થયા હતા. મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા પણ તેમના કાળમાં જ થયેલી.
-o- આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૫૧૪;
સમ. ૪૯, ૫૩, ૨૪, ૭૧, ૧૦૭, ૧૪૯, ૧૬૯, ૧૭૩, - ૧૮૬, ૨૧૧, ૨૬૩ થી ૩૧૧ મધ્યે,
ભગ. ૭૯૪; આવ. મૂ. ૪ થી ૬, ૪૧ થી ૪૩; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૩ થી
૩૨૯, ૩૭૬ થી ૩૯૦ મધ્યે, ૧૦૮૦ આવ. યૂ.પૂ. ૧, ૩૯, ૪૦;
આવ.મ.ગ્રં.પૃ. ૨૦૫-૨૦૭; નંદી ૧૮; તિલ્યો. ૨, ૩૩૬, ૩૬૧, ૪૪૩, ૪૫૭, ૪૬૪;
કલ્પ. ૧૮૯;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org