________________
૩૫૨
આગમ કથાનુયોગ-૧
-
-
જનપદ, લોકોનું રૂપ છ સ્થાનથી હીન હોય છે. અનંત ભાગહીન કે અસંખ્યય ભાગહીન કે સંખ્યયભાગ હીન કે સંખ્યય ગુણ હીન કે અસંખ્યય ગુણહીન કે અનંત ગુણહીન હોય છે. (ભગવંતના ઉત્કૃષ્ટ રૂપના પ્રતિપાદન માટે આ વર્ણન કરાયેલ છે.)
ભગવંતને નામકર્મના ઉદયથી અનુત્તર એવા સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ (વીર્યાન્તરાયકર્મ ક્ષયોપમન્ય આત્મપરિણામ) સાર (બાહ્યથી ગુરુતા, અત્યંતર જ્ઞાનાદિ) સુગંધી શ્વાસોચ્છવાસ અને આદિ શબ્દથી ગાયના દૂધ જેવા શ્વેત માંસ અને લોહી પ્રાપ્ત થયા હોય છે. નામકર્મની અન્ય પ્રકૃત્તિ પણ પ્રશસ્ત ઉદયવાળી હોવાથી ઇન્દ્રિયો, શરીર, અંગોપાંગ આદિ પણ અનુત્તર હોય છે. શુભ ઉદયવાળી નામકર્મ પ્રકૃત્તિ જેવી ભગવંતની હોય છે તેવી અન્ય જીવોની હોતી નથી. ગોત્રાદિ પણ ભગવંતના ઉચ્ચ હોય છે. ક્ષયોપશમ જનિત અર્થાત્ છઘસ્વકાળે પણ ભગવંતના શબ્દ, ગંધ, રસ, સ્વર્ણાદિ જેવા અનુપમ હોય છે તેવા બીજા કોઈના હોતા નથી. તેમજ દાન, લાભ આદિ કાર્ય વિશેષ પણ ભગવંતને અનુત્તર જ હોય છે. કર્મનો ક્ષય થયા પછી અર્થાત્ કેવલપર્યાયમાં ભગવંતના ક્ષાયિકજ્ઞાનાદિ ગુણસમુદાય વિકલ્પરહિતપણે સર્વોત્તમ હોય છે.
અશાતા વેદનીય આદિ જે અશુભ પ્રકૃત્તિ છે તે પણ દૂધમાં પડેલ લીંબુના રસના બિંદુ માફક ભગવંતને વિશેષ અશુભદા થતી નથી. ભગવંતને ઉત્કૃષ્ટરૂપ હોવાથી શ્રોતાઓને પણ ધર્મનો ઉદય કે પ્રવૃત્તિ સહેલાઈથી થાય છે. જો રૂપવાનું ધર્મ આચરે તો શેષ લોકો પણ ધર્મ આચરે તેવી શ્રોતાની બુદ્ધિ હોવાથી ભગવંતનું રૂપ ઉત્કૃષ્ટ જ હોય તે પ્રયોજન સિદ્ધ થાય છે. ૦–૪–૫ પ્રશ્ન અને ઉત્તર દ્વાર :
દેવ, મનુષ્ય, તિર્યંચ આદિને સંખ્યાતીત પ્રશ્નો કે સંશયો થાય છે ત્યારે ભગવંતની વાણીમાં એવો અતિશય હોય છે કે, એક જ ઉત્તરમાં તેઓના સર્વ સંશયોને છેદી શકે છે. આ ઋદ્ધિ સામાન્ય કેવલીઓમાં હોતી નથી. ૦–૬ શ્રોતાને પરિણમન :
જે રીતે વરસાદનું પાણી પડે ત્યારે તેના રસ, વર્ણ, ગંધ, સ્પર્શ એક રૂપ જ હોય છે પણ જે ભાજનવિશેષમાં તે પડે તેના વર્ણાદિ પ્રમાણે પરિણમે છે. જેમ સુગંધી માટીમાં પડે ત્યારે પાણી પણ સુગંધી રસમય બને છે અને ખર ભૂમિમાં પડે ત્યારે વિપરીત પરિણામ પામે છે. એ જ રીતે બધાં જ શ્રોતાઓને પોતાની ભાષામાં જિનવાણી પરિણમે છે. સામાન્યથી અનેક પ્રાણીઓને સ્વભાષામાં પરિણમતી એવી વાણી તેમનું નરક આદિ દુખથી રક્ષણ તો કરે જ છે તે ઉપરાંત જેને જે ઉપયોગ હોય તે અર્થમાં પણ એ ભાષા પરિણમે છે. શ્રોતા પોતાના બીજા બધાં ઉપયોગ તે વખતે ભૂલી જાય છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, થાક, ભય બધું જ ભૂલી જાય છે. ૦–૭ દાન :
ભગવંતના આગમનના કે વિહારવાર્તાનો સંદેશો જણાવનારને જે દેવાય તે દાના આ દાન બે પ્રકારે હોય છે. વૃત્તિદાન અને પ્રીતિદાન. જે વાર્ષિક વેતનના ધોરણે નિયુક્ત હોય તે પુરુષ સંદેશો આપે તેને વર્ષે અપાતું વેતન તે વૃત્તિદાન કહેવાય છે. નિયુક્ત થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org