________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૩૦૧
-
-
પાસે જઈને ખૂબ માર માર્યો. ત્યાર પછી ગોશાળાએ ભગવંતને કહ્યું, મને એકલાને આટલો બધો માર માર્યો, છતાં આપે તેને કેમ વાર્યો નહીં. (ભગવંત વતી) સિદ્ધાર્થે ઉત્તર આપ્યો, તું તારું ચરિત્ર કેમ ગોપવતો નથી? હું શા માટે માર ખાઉ? તું શા માટે અંદર ન રહ્યો? (તારે ગંભીરતા રાખવી જોઈએને ?).
ત્યાંથી નીકળી ભગવંત પત્તકાલાય (પાલાત્રક) સંનિવેશમાં ગયા. ત્યાં પણ તે જ રીતે શૂન્યગૃહમાં રહ્યા. ત્યાં સ્કંદન નામનો ગામમુખિપુત્ર હતો. તે પોતાની દાસી દંતિલિકા સાથે લાપૂર્વક (છુપાતો) તે જ શૂન્યગૃહમાં આવ્યો. (આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ તથા વૃત્તિમાં દંતિલિકા નામ છે. કલ્પસૂત્ર વૃત્તિકાર અહીં સ્કંદિલા નામ લખે છે.) ગોશાળો તે દિવસે ભયથી અંદર એક ખૂણામાં ઊભો રહ્યો. સ્કંદક અને દંતિલિકાએ પણ સિંહ અને વિદ્યુત્પતિ જેવો જ પ્રશ્ન કર્યો. ભગવંત અને ગોશાળો મૌન જ રહ્યા. પણ જ્યારે રતિક્રીડા કરીને તેઓ નીકળ્યા ત્યારે ગોશાળાએ હાંસી–મશ્કરી કરી. ત્યારે પહેલાંની માફક જ તેણે માર ખાધો. ત્યારે ભગવંત પ્રત્યે જુગુપ્સા ભાવથી બોલયો, હું માર ખાઉ , તમે રોકતા કેમ નથી? શું હું તમારે અળખામણો છું ? સિદ્ધાર્થવ્યંતરે કહ્યું, તું તારી પોતાની ભૂલથી માર ખાય છે. તું તારું માથું ઠેકાણે કેમ નથી રાખતો ?
ત્યાંથી ભગવંત કુમારક સંનિવેશ પધાર્યા. ત્યાં ચંપક રમણીય ઉદ્યાનમાં કાયોત્સર્ગ પ્રતિમા ધારણ કરીને રહ્યા. એ સમયે પાર્થપ્રભુના સંતાનીય શિષ્ય મુનિચંદ્ર નામના બહુશ્રુત
સ્થવિર પોતાના ઘણાં શિષ્ય પરિવાર સાથે તે જ સંનિવેશમાં કૂપનક (કુવણય) નામના કુંભારની શાળામાં બિરાજતા હતા. તેઓ શિષ્યને ગચ્છ સોંપીને જિનકલ્પ પ્રતિમાની સાધના કરતા હતા. તેઓ સત્વભાવના વડે આત્માને ભાવિત કરતા વિચારતા હતા. તપ, સત્ત્વ, સૂત્ર, એકત્વ અને બળ એ પાંચ વડે તેઓ જિનકલ્પની તુલના કરી રહ્યા હતા. તેઓ સત્ત્વ ભાવના વડે આત્માને ભાવિત કરતા હતા. ૧. ઉપાશ્રયે, ૨. બહાર, ૩. ચતુષ્કમાં, ૪. શૂન્યગૃહમાં અને ૫. સ્મશાનમાં. એમ પાંચ ભાવનામાં તેઓ બીજી ભાવના વડે ભાવિત કરતા હતા.
ગોશાળાએ સ્વામીને કહ્યું. ગૌચરીનો અવસર થયો છે. ચાલો જઈએ. સિદ્ધાર્થ વ્યંતરે ઉત્તર આપ્યો, “અમારે ઉપવાસ છે.” પછી ગોશાળો નીકળ્યો. તેણે પાર્થપ્રભુના શિષ્યોને જોયા. પૂછ્યું કે, તમે કોણ છો ? તેઓ બોલ્યા, અમે શ્રમણ નિર્ચન્હો છીએ. ગોશાળો બોલ્યા, તમે કેવા નિર્ગસ્થ છો ? આવા સુંદર વસ્ત્રાદિ રાખો છો છતાં કહો છો કે, નિર્ગસ્થ છો ! અરે ! તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં? ત્યારે પાર્થાપત્ય શ્રમણોએ કહ્યું કે, જેવો તું છે તેવા જ તારા ધર્માચાર્ય પણ સ્વયંગૃહિત લિંગ હશે ? આવા વચનો સાંભળી ગોશાળાને ક્રોધ ચડ્યો અને તેણે શાપ દીધો કે, જો મારા ધર્માચાર્યનું તપ-ત્તેજ હોય તો તમારું આ આશ્રય સ્થાન બળી જાઓ.
ત્યારે તે સાધુઓએ કહ્યું કે, તારા કહેવાથી અમારું કંઈ બળવાનું નથી. ત્યારે તેણે ભગવંતને જઈને કહ્યું, હમણાં મેં આરંભ અને પરિગ્રહ યુક્ત એવા શ્રમણો જોયા. ઇત્યાદિ સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યારે (ભગવંત વતી) સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું, અરે ! મૂર્ખ, તે પાર્શ્વનાથ ભગવંતના સાધુઓ છે, તે સાધુ કે તેનું સ્થાન શાપથી ન બળે. ત્યાર પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org