________________
તીર્થંકર ચરિત્ર—ભ૰શીતલ (માહિતી)
(૧૦) ભશીતલ કથાનક (બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં દશમા તીર્થંકર ભગવંત શ્રી શીતલનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં લઠબાહુ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું, તે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું.
૧૨૫
દેવતાના ભવથી ચ્યવીને તેઓ ભદ્દિલપુર નગરીમાં દૃઢરથરાજાની પત્ની નંદા રાણીની કુક્ષિમાં વૈશાખ વદ છઠ (ગુજરાતી ચૈત્રવદ-૬)ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે નંદામાતા ગજ–વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
મહા વદ બારશ (ગુજરાતી પોષવદ–૧૨)ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે ભદ્દિલપુર નગરીમાં ભશીતલનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યાર પહેલા રાજાŁઢરથ (ભના પિતા)ને પિત્તદાહ ઉત્પન્ન થયેલો, જે ઔષધ વડે શાંત થતો ન હતો. ગર્ભના પ્રભાવે નંદામાતાના સ્પર્શથી તે પિત્તદાહ શાંત થયો. રાજા દૃઢરથે શીતળતા અનુભવી તેથી પ્રભુનું શીતલ નામ રખાયું. બીજો અર્થ એ કે સર્વ જીવોને સંતાપકારક એવા વિરહાગ્નિને શીતલકર્તા તેમજ સર્વ શત્રુ—મિત્ર પરત્વે શીતલતાને ધારણ કરનારા હોવાથી તે શીતલ નામે ઓળખાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન શ્રીવત્સ હતું.
ભશીતલ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ ૨૫,૦૦૦ પૂર્વ વર્ષ કુમારઅવસ્થામાં રહ્યા. ૫૦,૦૦૦ પૂર્વ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. નેવું ધનુષની ઊંચાઈવાળાએ પ્રભુ પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી મહાવદ બારસ (ગુજરાતી પોષવદ–૧૨)ના દિવસે પાછલા પ્રહરમાં ચંદ્રપ્રભા નામની શિબિકામાં બેસીને શીતલનાથ ભગવંત દ્દિલપુર નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી અવસ્થા હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્રામ્રવન–ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી શીતલનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ. રિષ્ટપુર નગરના પૂનર્વસુ નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવીભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ–રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. શીતલનાથ પ્રભુ ત્રણ માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.
તે કાળે શીતલનાથ પ્રભુએ છટ્ઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે પોષ વદ ચૌદશ (ગુજરાતી માગસર વદ–૧૪)ના દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય સમયે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ભદ્દિલપુર નગરથી બહાર સહસ્રામવન ઉદ્યાનમાં પીલંખુ વૃક્ષની નીચે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. શીતલનાથ પ્રભુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org