________________
આગમ કથાનુયોગ–૧
પ્રાપ્ત થયો ત્યારે કાકંદી નગરી બહાર સહસ્રામવનમાં માલી નામના વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુવિધિનાથ પ્રભુના સમવસરણ મધ્યે ચૈત્ય વૃક્ષની ઊંચાઈ ૧,૨૦૦ ધનુષની હતી. કેવળ જ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ.
સુવિધિનાથ પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું). તેમના શાસનના સાધુ– સાઘ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો.
૧૨૪
સુવિધિનાથ પ્રભુને ૮૮ ગણ થયા, ૮૮ ગણધર થયા. સમવાયાંગમાં ૮૬ ગણ–૮૬ ગણધર કહ્યા છે. તેમના પ્રથમ શિષ્યનું નામ વરાહ હતું. પ્રથમ શિષ્યાનું નામ વાણિ હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની બે લાખ, શ્રમણીઓની ત્રણ લાખ (હારિભદ્રીયવૃત્તિ ટીપ્પણક, ત્રિષષ્ઠી તથા પ્રવચન સારોદ્ધારમાં ૧,૨૦,૦૦૦ શ્રમણી સંખ્યા નોંધેલ છે ?) શ્રાવકોની ૨,૨૯,૦૦૦, શ્રાવિકાઓની ૪,૭૧,૦૦૦ની હતી.
સુવિધિનાથ ભગવંતના શિષ્યોમાં ૮,૪૦૦ અવધિજ્ઞાની, ૭,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૭,૫૦૦ કેવલજ્ઞાની, ૧,૫૦૦ ચૌદ પૂર્વધર, ૬,૦૦૦ વાદીમુનિ, ૧૩,૦૦૦ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ અઠ્ઠાવીસ પૂર્વાંગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ફક્ત ચાર માસનો છદ્મસ્થ કાળ હતો. બાકીનો શ્રમણ પર્યાય કેવલીરૂપે વ્યતીત કર્યો. બે લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા સુવિધિનાથ ભગવંત કારતક વદ નોમ (ગુજરાતી આસોવદ-૯)ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે ૧,૦૦૦ મુનિવરો સહિત સમ્મેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા.
સુવિધિનાથ પ્રભુના નિર્વાણ બાદ નવ કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ દશમા તીર્થંકર શીતલનાથ પ્રભુ થયા.
૦ આગમ સંદર્ભ :--
સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૫૩, ૧૬૫, ૧૭૯, ૨૬૦ થી ૩૧૧;
ઠા ૧૧૬, ૪૪૬, ૫૧૪; ભગ. ૭૯૪;
આવ.મૂ. ૪ થી ૬; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૪; આવ.ચૂ.૧-૫ ૧૫૭ થી ૨૧૭;
આવ.મ..પૃ. ૨૦૬ થી ૨૧૪, ૨૩૭ થી ૨૪૩; તિત્વો. ૩૨૨, ૩૪૨, ૩૬૨, ૩૯૧, ૪૦૬, ૪૪૭,
નંદી. ૧૮;
કલ્પ. ૧૮૨;
૪૪૮, ૪૫૦, ૪૫૮, ૪૭૨; (૪૫૦માં ૮૪ ગણઘર લખે છે);
Jain Education International
X X =
For Private & Personal Use Only
www.jainelibrary.org