________________
તીર્થંકર ચરિત્ર–ભ સુવિધિ (માહિતી)
૧૨૩
(૯) ભ, સુવિધિ કથાનક (બોલ સંગ્રહ રૂપે).
આ અવસર્પિણીમાં જંબૂલીપના ભરતક્ષેત્રમાં નવમા તીર્થંકર ભગવંત શ્રી સુવિધિનાથ થયા. (જે પુષ્પદંત નામે પણ ઓળખાય છે.) તેઓ પૂર્વના મનુષ્યભવમાં જુગબાહુ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરીને આનત નામના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૧૯ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. (ત્રિષષ્ઠીમાં મહાપા નામ છે. વૈજયંત વિમાને દેવ થયાનું કહેલ છે.)
દેવતાના ભવથી ચ્યવીને તેઓ કાકંદી નગરીમાં સુગ્રીવ રાજાની પત્ની રામા રાણીની કુલિમાં ફાગણ વદ નોમ (ગુજરાતી મહાવદ-૯)ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે રામા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. (કાવય નિશ્ચિત્ત ૩૮૫માં માતાનું નામ “સામા” લખ્યું છે.)
માગસર વદ પાંચમ (ગુજરાતી કારતક વદ–૫)ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે કાકંદી નગરીમાં ભસુવિધિ (પુષ્પદંત)નો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે રામા માતા સર્વ વિધિઓમાં વિશેષ કશળ થયા હોવાથી તેમનું સુવિધિ' એવું નામ પાડ્યું. (પુષ્પના દોહદથી પ્રભુને દાંત આવ્યા તેથી પુષ્પદંત પણ કહેવાયા). બીજો અર્થ એ કે જેમની વિધિ શોભન છે, સુંદર કૌશલ્યવાળા છે માટે પણ તેનું સુવિધિ નામ રખાયું છે. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ શ્વેત–ગૌર ચંદ્ર સમાન હતો. તેમનું લાંછન મગર હતું.
ભસુવિધિ બાલ્યભાવ છોડીને યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ ૫૦,૦૦૦ પૂર્વ વર્ષ કુમારાવસ્થામાં રહ્યા. ૫૦,૦૦૦ પૂર્વ અને ૨૮ પૂર્વાગ વર્ષ તેમણે માંડલિક રાજારૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે એક લાખ પૂર્વ અને ૨૮ પૂર્વગ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૧૦૦ ધનુષની ઊંચાઈવાળા એ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી માગસર વદ છઠ (ગુજરાતી કારતક વદ-૬)ને દિવસે અરૂણપ્રભા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં સુવિધિનાથ પ્રભુ કાકંદી નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠ તપ કરેલો. તે જ દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સુવિધિનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. શ્વેતપુર નગરમાં પુષ્ય ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી - ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. સુવિધિનાથ પ્રભુ ચાર મહિના છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.
તે કાળે સુવિધિનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે કારતક સુદ ત્રીજના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
E