________________
તીર્થકર ચરિત્ર-ભમહાવીર–કથા
૩૪૭
કર્યા હતા. તેઓએ ડિમકણ, ગાયનું દૂધ, મોતીના હાર અને જલકણ સમાન સ્વચ્છ, ઉજ્જવલ, સુકુમાર, રમણીય, સુંદર રીતે ગુંથેલા રેશમી દુપટ્ટા ઓઢેલા હતા. બધી ઋતુઓમાં ખીલતા સુગંધી પુષ્પોની ઉત્તમ માળાઓ તેમણે પહેરી હતી. ચંદન, કેસર આદિ સુગંધમય પદાર્થોથી નિર્મિત દેહરંજનથી તેમના શરીર રંજિત અને સુવાસિત હતા. શ્રેષ્ઠ ધૂપ વડે ધૂપિત હતા. લક્ષ્મી સમાન વેશધારિણી હતી. પોતપોતાની અંજલીમાં દિવ્ય કુસુમ, સુગંધિત માળા વગેરે રાખેલી હતી.
તેઓના મુખ ચંદ્ર સમાન કાંતિવાળા હતા. અર્ધચંદ્ર સમાન તેમનું લાલટ હતું. સૌંદર્યદર્શના હતી. તેઓની દીપ્તિ વીજળીના ચમકાર અને સૂરજના તેજ સમાન હતી. પોતાની સુંદર વેશભૂષાથી તે બધી વૃંગારના ઘર જેવી દેખાતી હતી. તેઓની ગતિ, હાસ્ય, ભાષા, નયનોના હાવભાવ, પારસ્પારિક આલાપ–સંલાપ આદિ બધાં કાર્યકલાપ નૈપુણ્ય અને લાલિત્યયુક્ત હતા. સુંદર સ્તન, કટિ પ્રદેશ, મુખ, હાથ, પગ, નેત્ર આદિ અંગોપાંગ અને સોહામણા રૂપ, યૌવન, હાવભાવ, વિલાસ આદિથી યુક્ત હતી. તે દેવીઓનો સંસ્પર્શ શિરિષપુષ્પ અને માખણ જેવો મૃદુ તથા કોમળ હતો. તેઓ નિષ્કલષ, નિર્મલ, સૌમ્ય, કમનીય અને પ્રિયદર્શના હતી. ભગવંતના દર્શનની ઉત્કંઠાથી ઘણી હર્ષિત હતી. એવા પ્રકારનો અપ્સરા ગણ આવીને યાવત્ ભગવંતની પર્યાપાસના કરવા લાગ્યો. ૦ સમવસરણ વક્તવ્યતા :- (દેવો આવીને ભગવંત માટે સમવસરણની રચના કરે છે. તે સમવસરણ સંબંધિ વક્તવ્યતા આવશ્યક નિર્યુક્તિ ગાથા ૫૪૩માં નવ દ્વારોમાં જણાવી છે. તે આ પ્રમાણે )
૧. સમવસરણ વિષયક વિધિ, ૨. સામાયિક-અધિકારી, ૩. ભગવંતનું રૂપ, ૪. સંશય પૃચ્છા, ૫. ઉત્તર, ૬. શ્રોત્રાને પરિણમન, ૭. વૃત્તિદાન–પ્રીતિદાન, ૮. દેવમાલ્ય, ૯. માલ્યાનયન વિધિ અને ગણધર દેશના. ૦–૧ સમવસરણ વિધિ :
સામાન્ય વિધિ :- જે ક્ષેત્રમાં પૂર્વે સમવસરણ ન હોય કે ભૂતપૂર્વ સમવસરણ ક્ષેત્ર હોય ત્યાં મહા ઋદ્ધિવાળા દેવો આવે છે. વાયુ વિકર્વી પ્રથમ ધૂળ વગેરેને ત્યાંથી દૂર કરે છે. પછી આવનારી ધૂળ આદિને ઉપશાંત કરવા માટે જળવાદળ વિકૃર્વે છે. ત્યાર પછી તે નિર્મળ ભૂમિની વિભૂષા માટે પુષ્પવાદળ વિકર્યું છે. અર્થાત્ જળવૃષ્ટિ કર્યા પછી પુષ્પ વૃષ્ટિ કરે છે. પછી ત્રણ પ્રાકાર બનાવે છે. આ બધું આભિયોગ્ય દેવો કરે છે. પછીપછીના સમવસરણ માટે આવો કોઈ નિયમ હોતો નથી. એ પ્રમાણે સામાન્ય સમવસરણ વિધિ કહી.
વિશેષ વિધિ :- સામાન્ય વિધિ જણાવ્યા પછી હવે વિશેષ વિધિ કહે છે
૧. સર્વ પ્રથમ (વાયુકુમાર) દેવો આવીને એક યોજન પ્રમાણ પૃથ્વીનું સંમાર્જન કરે છે. જેથી ત્યાં રહેલ ધૂળકાંકરા આદિ સાફ થઈ જાય.
૨. પછી (મેઘકુમાર) દેવો આવીને સુગંધી જળની વૃષ્ટિ કરીને તે પૃથ્વીનું સિંચન કરે છે. જેથી રજ વગેરે શાંત થાય. બીજી રજ આદિનો સંતાપ ન થાય.
૩. પછી વ્યંતર દેવો ચંદ્રકાંતાદિ મણિઓ, સુવર્ણ અને ઇન્દ્રનીલ આદિ રત્નો વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org